________________
" सव्वे जीवा वि इच्छंति जीविडं न मरिज्जिउं ।”
. દશવૈકા. અ.-૬, ગા-૧૧ બધા જીવો જીવવા માંગે છે, મરવા કોઈ માંગતું નથી, તેથી કોઈપણ જીવને એના મૃત્યુના પહેલાં મારી નાખવો એની હિંસા કરવી જ છે.
અહિંસા વ્રતના અતિચાર :
શ્રાવકના પ્રથમ અહિંસા વ્રતનું સમગ્ર સ્વરૂપ આ પ્રકાર હોય છે - ‘હું જાણી જોઈને મન-વચન-કાયાથી કોઈ નિર્દોષ ત્રસ જીવની હિંસા નહિ કરું અને ન કરાવીશ. હું સ્થાવર જીવોની પણ નિરર્થક હિંસા નહિ કરું.' આ શ્રાવકના પ્રથમ વ્રતનું સ્વરૂપ છે. જો કે આ પ્રતિજ્ઞામાં જીવની હિંસા (પ્રાણાતિપાત) ન કરવાની મર્યાદા કરવામાં આવી છે, છતાં શ્રાવકને નીચે લખેલાં કાર્યોથી બચવું જોઈએ, કારણ કે એના કરવાથી વ્રત તૂટતું તો નથી, પણ આ મલિન અવશ્ય થઈ જાય છે. શાસ્ત્રીય ભાષામાં વ્રતને મલિન કે દૂષિત કરનાર કાર્યોને અતિચાર કહેવામાં આવ્યો છે. પ્રથમ વ્રતના પાંચ અતિચાર આ પ્રકારે છે .
(૧) બંધે : જીવોને નિર્દયતાપૂર્વક કઠોર બંધનથી બાંધવા.
(૨) વહે : જીવોને નિર્દયતાથી મારવા-પીટવા.
(૩) છવિચ્છેએ : જીવોને અંગ-ભંગ કરવા.
(૪) અઇભારે : જીવો પર એમના સામર્થ્યથી વધુ ભાર લાદવો.
(૫) ભત્ત પાણ વિચ્છેએ ઃ જીવોને ભોજન પાણી વગર ભૂખ્યા કે તરસ્યા રાખવા.
(૧) બંધન : અહિંસા વ્રતનો પ્રથમ અતિચાર ‘બંધન’ છે. એનો અર્થ ‘બાંધવું’ થાય છે. એના બે ભેદ છે - દ્વિપદ બંધ અને ચતુષ્પદ બંધ. દાસ-દાસી, નોકર-ચાકર, પુત્ર વગેરે દ્વિપદમાં ગણવામાં આવે છે અને ગાય, ભેંસ, બકરી વગે૨ે ચતુષ્પદમાં. આનો બંધ બે રીતે કરવામાં આવે છે. અઠ્ઠાણુ, અનાÇ હૈં । અર્થ-પ્રયોજન વિશેષથી અને નિષ્પ્રયોજન. કોઈને નિષ્પ્રયોજન બાંધીને કષ્ટ આપવું હિંસા છે, શ્રાવકે આ ન કરવું જોઈએ.
અર્થ-પ્રયોજન વિશેષથી બંધના પણ બે ભેદ છે - (૧) નિરપેક્ષ અને (૨) સાપેક્ષ. (૧) નિરપેક્ષ બંધ એ છે જે નિર્દયતાપૂર્વક બેદરકારીથી બાંધવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે પશુ વગેરેને એ રીતે બાંધવો કે તે હાથ-પગ પણ ન હલાવી શકે, એ નિરપેક્ષ બંધ છે. આ શ્રાવકના માટે સર્વથા વર્જનીય છે. સાવધાની રાખીને અનુશાસન વગેરે માટે કોઈને બાંધવામાં આવે છે, તો તે સાપેક્ષ બંધ છે. એવો સાપેક્ષ બંધ અતિચાર નથી. નિર્દયતાપૂર્વક, ક્રોધ વગેરેને વશીભૂત થઈને કોઈને ગાઢ બંધનમાં બાંધવો અતિચાર છે. શાસ્ત્રકાર કહે છે કે - “પશુ વગેરેને આ રીતે બેદરકારી સાથે ન બાંધે કે કોઈ આકસ્મિક સંકટના સમયે (અગ્નિ કાંડના સમયે) એમને આસાનીથી ન ખોલવામાં આવે.’ પશુઓની સુરક્ષા માટે એમને બાંધવું કે ખોલવું અતિચાર નથી. અનુશાસનની દૃષ્ટિએ ઉદંડ પુત્ર વગેરેને અંદરની કરુણા રાખતાં જો અહિંસા-વિવેક
૫