________________
શ્રાવક બાંધે છે તો એને અતિચાર નથી લાગતો. આ જ રીતે રાજા વગેરે શ્રાવક અપરાધીને બંધની સજા આપતાં અતિચારના ભાગી નથી થતા, પણ બેશક એમાં શ્રેષની ભાવના ન હોય. કોઈ અપરાધીને બંધની સજા આપતાં રાજા વગેરેને એ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે એની ભૂખ-તરસ કે અન્ય શારીરિક આવશ્યકતાઓમાં નિર્દયતાનું આચરણ ન હોય.
ઉક્ત વાતો દ્રવ્ય બંધનની અપેક્ષાથી બતાવવામાં આવી છે. આ રીતે ભાવ બંધન માટે પણ સમજી લેવું જોઈએ. અર્થાતુ જાતિ બંધનના રીત-રિવાજો આ પ્રકારના ન હોય કે જેમાં બંધાઈને ગરીબ વ્યક્તિ રિબાઈ રિબાઈને મરી જશે. આ રીતે મજબૂરીના માર્યા લોકોથી આ પ્રકારનો દસ્તાવેજ લખાવીને એમને બાંધી લેવો, જેનાથી તે બિચારો ભયંકર રૂપથી શોષિત થઈ જાય, વગેરે બંધનની બીજી પણ પદ્ધતિઓ હોઈ શકે છે. આધુનિક યુગમાં બંધન'ની રીતો (પદ્ધતિઓ) બદલાઈ ગઈ છે, તેથી વ્રતનો આશય સમજીને એને મલિન કરનાર અતિચારથી બચવું જોઈએ.
(૨) વધ : વધનો સાધારણતઃ અર્થ જાનથી મારવાનો થાય છે. પરંતુ એ અર્થ અહીં સંગત નથી. અહીં વધનું તાત્પર્ય છે - કોઈપણ વ્યક્તિને નિર્દયતાપૂર્વક પીટવો. એના પણ બે ભેદ છે - અનર્થ અને સાર્થ. વગર પ્રયોજને રસ્તે ચાલતાં કોઈ નિર્દોષ પ્રાણી કે વ્યક્તિને ડંડાથી, ચાબુકથી કે પથ્થર વગેરેથી ઘાવ (હાનિ) પહોંચાડવો અનર્થ વધ છે. સાર્થ વધ બે પ્રકારના છે - સાપેક્ષ અને નિરપેક્ષ. નિર્દયતાપૂર્વક અર્થાત્ મર્મસ્થાન વગેરેનો વિચાર કર્યા વગર જ જે મારપીટ કરવામાં આવે છે તે નિરપેક્ષ વધ છે. સુધાર માટે અંતવૃત્તિમાં દયાની ભાવના રાખતાં જે હાનિ પહોંચાડવામાં આવે છે તે સાપેક્ષ વધે છે. અથવા ઊલટા રસ્તે જનારા પશુને સાચા રસ્તે ચલાવવા માટે જે સાવધાનીપૂર્વક પ્રહાર કરવામાં આવે છે તે પણ સાપેક્ષ છે. માતા-પિતા વગેરે ગુરુજન સુધાર અને શિક્ષણની દૃષ્ટિથી પુત્ર વગેરેને તાડે છે, તે સાપેક્ષ વધે છે. એવો સાપેક્ષ વધ અતિચાર નથી. નિરપેક્ષ ક્રૂરતાપૂર્વક કરવામાં આવતો વધ કે નિપ્રયોજન કરવામાં આવતો વધ અતિચાર છે. ગરીબ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને અનૈતિક રૂપથી એમનું શોષણ કરવું, એક રીતે એમનો વધ કરવા સમાન જ છે.
(૩) છવિચ્છેદ : કોઈપણ પ્રાણીનાં અંગોપાંગોનું છેદન કરવું છવિચ્છેદ નામનો અતિચાર છે. એના બે ભેદ છે - સાર્થ અને અનર્થ. પ્રયોજન વગર કુતૂહલવશ કોઈ મનુષ્ય કે પશુ-પક્ષીનાં અંગોપાંગને છેદવું અનર્થ છવિચ્છેદ છે. શ્રાવકના માટે એ વર્જનીય છે. સાથે છવિચ્છેદના બે ભેદ છે – સાપેક્ષ અને નિરપેક્ષ. કરુણારહિત થઈને નિર્દયતાપૂર્વક કોઈની ચામડી કે અન્ય અંગોપાંગોને કાપવો નિરપેક્ષ છવિચ્છેદન છે, આ વર્જનીય છે. કરુણાની ભાવનાથી કોઈ રોગીનું ઓપરેશન કરવું સાપેક્ષ છવિચ્છેદન છે. એવું કરતાં શ્રાવક પોતાના વ્રતને દૂષિત નથી કરતો. હા, જે પ્રયોગ માટે નિરપરાધ પ્રાણીને ચીરી નાખે છે તે અવશ્ય વ્રતના ઘાતી છે. પરંતુ રોગીના રોગને મટાડવા માટે જે ઑપરેશન કરવામાં આવે છે, તે સાપેક્ષ છવિચ્છેદન છે, તે અતિચાર નથી. (૬) 00 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો )