________________
અને જન પ્રતિનિધિત્વની દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ હોવાથી ઉત્તરોત્તર વ્યક્તિઓના અપરાધની માત્રા ગંભીર થઈ જાય છે, કારણ કે તે વ્યક્તિ ઉત્તરોત્તર વધુ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી એમના ઉપર પ્રહાર કરવો એ બધા સમુદાયો પર પ્રહાર છે, જેનું તે પ્રતિનિધિત્વ કરે છે. એમના અપરાધોની ભયંકરતા ઉત્તરોત્તર વધતી જાય છે. તેથી બધાં પ્રાણીઓની હિંસા સમાન છે.” આ નથી માની શકાતું.
અહિંસા અને હિંસાનો પ્રધાનો આધારકર્તાની ભાવના છે, તેથી એને જ હિંસાની અલ્પતા કે અધિકતાનો આધાર માનવો જોઈએ. જીવોની ગણતરી દ્વારા આંકવું ભયંકર ભૂલ છે - અને જૈન સિદ્ધાંતથી વિપરીત છે. શું જીવદયા માટે હિંસા ઉચિત છે?
કેટલાક આધુનિક વિદ્વાન એ તર્ક ઉઠાવે છે કે - “જે પ્રાણી બહુ કષ્ટમાં છે, જેની બીમારી અસાધ્ય છે, દવા કરાવવા છતાંય નથી મટી શકતી, જે વેદનાથી છટપટી રહ્યું છે, એને એ કષ્ટ અને વેદનાથી છોડાવવા માટે જો ઇજેશન વગેરે દ્વારા મારી નાખવામાં આવે તો તે કોઈ અપરાધ ન હોવો જોઈએ. અર્થાતુ એમની દૃષ્ટિમાં એવા બીમારોને મારી દેવા પાપ નથી. એમનાં તર્ક છે કે એવા બીમારને મારી દેવાથી તે પીડાથી છૂટી જાય છે, તેથી આ જીવદયા છે, હિંસા નહિ ?
આમ, વિચાર અને તર્ક બહુ જ અનર્થકારી છે. પ્રાણી કે મનુષ્ય જ્યાં સુધી પોતાના સ્વાભાવિક મોતથી નથી મરતો એના પહેલાં એને મારી નાખવો કોઈપણ સ્થિતિમાં ઉચિત નથી કહી શકાતું. ત્યાં એની હિંસા કરવી જ પડશે. એવું પ્રાણી કે મનુષ્ય સ્વસ્થ નહિ થઈ શકે, આ નિર્ણય આખરે કયા આધાર પર કરી શકાય છે? ક્યારેક-ક્યારેક એવા રોગી પણ બચી જાય છે, જેમના બચવાની કોઈ સંભાવના નથી હોતી. અનેક ઘટનાઓ તો એવી પણ સાંભળવા મળે છે કે રોગીને મરેલો સમજીને તેને અગ્નિદાહ માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં એના શરીરમાં ચેતનાનાં ચિહ્નો નજર આવવાં લાગ્યાં. તે સ્વસ્થ થઈ ગયો અને વર્ષો સુધી જીવતો રહ્યો. એવી સ્થિતિમાં કોણ નિશ્ચયપૂર્વક કહી શકે છે કે અમુક રોગી બચશે કે નહિ? આયુષ્યની પ્રબળતા હોવાથી રોગી દુ:સાધ્ય રોગ હોવાથી પણ બચી શકે છે. તેથી રોગથી વ્યાકુળ વ્યક્તિને અને દુઃખી જીવને દયાભાવથી પ્રેરિત થઈને મારી નાખવો ઉચિત નથી.
સાથે આ પ્રકારની પરંપરા ચાલી આવવાથી લોકો આ પ્રકારની દવાના બહાને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે કોઈ અપ્રિય જનને મારી નાખવા લાગશે. લોકોમાંથી સેવા-સુશ્રુષાની ભાવના લુપ્ત થઈ જશે, જે ખૂબ જ અનર્થકારી છે. ધન વગેરેના લોભના કારણે પણ લોકોની હત્યા કરવાનું આ એક સરળ બહાનું બની જશે. અનેક ઘાતક પરિણામોની સંભાવના હોવાથી કોઈપણ વ્યક્તિને એના સ્વાભાવિક મોતના પહેલાં મારી નાખવી દયા નથી, પણ અજ્ઞાન તથા હિંસા જ છે. શાસ્ત્રકાર અને અનુભવીઓનું કથન છે કે કોઈપણ પ્રાણી ભલે તે કેટલું પણ દુઃખી કેમ ન હોય, મરવા માંગતું નથી.
(૪) 0000000000000 જિણધમો)