________________
વિચારીને તે જંગલમાં એક હાથીને મારી નાખતા અને કેટલાય દિવસો સુધી એને ખાતા. એમનું માનવું હતું કે એવું કરીને તે ઓછી હિંસા કરે છે,' પણ ભગવાન મહાવીરે કહ્યું કે - “આ સમજવું ખોટું છે.’’ જીવોની ગણતરી હિંસાનો આધાર નથી. પાણી અને વનસ્પતિમાં અસંખ્ય જીવ છે તો હિંસા વધુ થશે અને એક હાથીને મારી નાખવામાં આવે તો હિંસા ઓછી થઈ ગઈ - એ માનવું ખોટું છે. કારણ કે એકેન્દ્રિયની હિંસાના સમય ભાવોમાં તીવ્રતા નથી હોતી, ભાવોમાં નિર્દયતા કે કઠોરતા નથી હોતી, તીવ્ર દ્વેષ ભાવ નથી હોતો. પણ જ્યારે પંચેન્દ્રિય જીવની હિંસા કરવામાં આવે છે તો અંતઃકરણની સ્થિતિ બીજા જ પ્રકારની હોય છે. ત્યાં ભાવોની તીવ્રતા, ક્રૂરતા અને નિર્દયતા ઘણી વધારે રહે છે. ભગવાને પ્રતિપાદિત કર્યું કે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવની હિંસાના ભાવ એક જેવા નથી રહેતા. એકેન્દ્રિયની અપેક્ષા દ્વીન્દ્રિય જીવની હિંસામાં પરિણામ વધુ ઉગ્ર હશે અને માટે હિંસા પણ વધુ થશે. દ્વીન્દ્રિયથી ત્રીન્દ્રિયમાં વધુ, આ જ ક્રમથી વધતાં-વધતાં પંચેન્દ્રિય જીવોની હિંસામાં વધુ તીવ્ર સંક્લિષ્ટ પરિણામ થશે, ફળસ્વરૂપ વધુ પાપમય હિંસા થશે. પંચેન્દ્રિયમાં પણ બીજાઓની અપેક્ષાએ મનુષ્યને મારવામાં વધુ હિંસા થાય છે. આ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે જે પ્રાણીની ચેતના જેટલી વધુ વિકસિત હશે એને દુઃખ, સંવેદન તથા આર્તધ્યાન-રૌદ્રધ્યાન એટલી જ તીવ્રતા સાથે થશે અને તે જીવ પોતાના બચાવ માટે જેટલો પ્રયત્ન કરશે. જે જીવ પોતાના બચાવ માટે જેટલો પ્રયત્ન કરશે, મારનારાઓને પણ એટલો જ તીવ્ર પ્રયત્ન મારવા માટે કરવો પડશે. આ જ કારણ છે કે એની હિંસા મોટી હિંસા કહેવાય છે અને વધુ પાપોનું કારણ થાય છે. આ જ દૃષ્ટિથી ‘ભગવતી' અને ‘ઔપપાતિક સૂત્ર'માં નરકગમનનાં કારણોમાં પંચેન્દ્રિય વધ ગણાવવામાં આવ્યો છે, એકેન્દ્રિય વધ નહિ.
જો બધા જીવોની હિંસાને સમાન માનવામાં આવે છે તો એમની દૃષ્ટિમાં એક ગ્લાસ પાણી પીવું અને એક ગ્લાસ મનુષ્યનું લોહી પીવું સમાન કેમ નથી કહેવાતું ? (છતાં અહીં એ ધ્યાન દેવા યોગ્ય વાત છે કે ગૃહસ્થના સંકલ્પી હિંસાનો ત્યાગ થાય છે, આરંભી હિંસાનો નહિ. આરંભનું પાપ તો એનું નિરંતર ચાલુ છે. એવી સ્થિતિમાં જો કોઈ ગૃહસ્થ કોઈ તરસ્યાને દયાથી પ્રેરિત થઈને પાણી પીવડાવે છે તો એને પાણીના જીવોની આરંભી હિંસા લાગે છે, જે એમ પણ લાગી જ રહી છે. તેથી એને કરુણા અને દયા ભાવનાનો પુણ્ય લાભ થઈ રહ્યો છે, તે વધારાનો લાભ જ છે.) એમની દૃષ્ટિમાં વનસ્પતિ આહાર અને માંસાહાર એક સમાન કેમ નહિ માનવામાં આવે ? શું કોઈ વિવેકી વ્યક્તિ એ માનવા માટે તૈયાર થશે કે બકરાનું માંસ ખાવું વનસ્પતિ આહારની અપેક્ષા ઓછા પાપનું કામ છે ? કોઈ બુદ્ધિમાન વ્યક્તિ એવું માની શકે છે ? કદી નહિ.
તેથી જૈન ધર્મમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવ સુધીની દ્રવ્ય અને ભાવ હિંસામાં ક્રમશઃ તરતમતા માનવામાં આવી છે. તરતમતાનું કારણ હિંસકનું સંક્લેશ પરિણામ છે. જ્યાં કષાયની તીવ્રતા જેટલી વધુ હશે એટલી વધુ હિંસા થશે. પંચેન્દ્રિય જીવોના વધમાં સંક્લેશ પરિણામ અતિ ઉત્કટ માત્રામાં હોય છે, તેથી એકેન્દ્રિય વગેરે જીવોની અપેક્ષા પંચેન્દ્રિય વધમાં વિશેષ પાપ માનવામાં આવ્યું છે અને એને નરકનું કારણ કહેવામાં આવ્યું છે.
૨
જિણધમ્મો