________________
કોઈ સુંદર સ્ત્રીને પામવામાં બીજો મુસીબત બન્યો, પોતાના અન્યાય-અત્યાચાર અને બેઈમાનીને રોકવા માટે કોઈકે પ્રયત્ન કર્યો, પોતાનાં દુર્વ્યસનોને છોડાવવા માટે કોઈએ પ્રયત્ન કર્યો, પોતાની ભૂલોને સુધારવાનો કોઈએ પ્રયત્ન કર્યો, પોતાનાં ખોટાં કામો, અનુશાસનહીનતા, અનૈતિકતા કે હિંસાવૃત્તિની વિરુદ્ધ કોઈએ રોકટોક કરી, એને વિરોધી કે અપરાધી સમજવો ભૂલ હશે. વિદ્યાર્થી પરીક્ષામાં નકલ (ચોરી) કરે છે, નિરીક્ષક એને રોકે છે, પરંતુ વિદ્યાર્થી નિરીક્ષકને શત્રુ સમજીને મારપીટ કરે છે. આ ભયંકર ભ્રમ છે. શ્રાવકે વિરોધી અને અપરાધીને સમજવામાં એવી આત્મઘાતી ભયંકર ભ્રાંતિઓનો શિકાર ન થવું જોઈએ. એનાથી વધીને વધુ ભ્રાંતિ શું થઈ શકે છે કે એક ધર્મવાળા, બીજા ધર્મવાળાને, એક જાતિવાળા બીજી જાતિવાળાને, એક ભાષાવાળા બીજી ભાષાવાળાને, એક પ્રાંતવાળા બીજા પ્રાંતવાળાને અને એક દેશવાળા બીજા દેશવાળાને શત્ર, વેરી કે કાફિર (દુશ્મન) માની લે છે. ભારત તથા યુરોપનો ઇતિહાસ ધર્મના નામ પર થયેલાં યુદ્ધો અને સંઘર્ષોથી ભરેલો પડ્યો છે. ધર્મ, જાતિ કે રાષ્ટ્ર વગેરેના નામ ઉપર આવી સંકલ્પી હિંસા અને પાપ ધર્મના આવરણમાં થયાં છે, તેથી શ્રાવકને એવી ભયંકર સંકલ્પી હિંસાને પ્રતીકારાત્મક વિરોધી હિંસા માનવાની ભૂલ કદીયે ન કરવી જોઈએ. યથાર્થમાં જે અપરાધી છે, એને જ વિરોધી સમજવો જોઈએ. વસ્તુતઃ અપરાધી અને નિરપરાધીને પારખવાની કુશળતા શ્રાવકમાં હોવી જોઈએ. શું બધા જીવોની હિંસા સમાન છે?
વિશ્વમાં અનંત જીવ છે. આ અનંત જીવ રાશિના અનેક આધારો પર જૈન ધર્મે વર્ગીકરણ કર્યું છે. ઇન્દ્રિયોના આધારથી વર્ગીકરણ કરવાથી સમસ્ત જીવ રાશિ પાંચ ભેદોથી સમાવિષ્ટ થાય છે, યથા - એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. સ્થૂળતા અને સૂક્ષ્મતાના આધારે પણ જીવોમાં ભેદ છે. કોઈ સ્થૂળ શરીરવાળો છે, જેમ કે હાથી, ઊંટ, હજાર યોજનના મત્સ્ય વગેરે. કોઈ સૂક્ષ્મ શરીરવાળો છે, જેમ કે - નિગોદના જીવ જે સોયની અણી બરાબર જગ્યામાં અનંત-અનંત રહે છે. ઇન્દ્રિયોની દૃષ્ટિથી જે વર્ગીકરણ થયું છે, તે એ જીવોના શરીરની બનાવટ અને એમની ચેતના શક્તિના વિકાસની તરતમતાના આધાર પર છે. જેમ કે - જેમ ઇન્દ્રિયોની સંખ્યા વધતી જાય છે, તેમ-તેમ જીવોની ચેતનાનો વિકાસ પણ વધુમાં વધુ થતો જાય છે. આ એ જીવોની વાત થઈ જેમની હિંસા કરવામાં આવે છે. આ રીતે હિંસા કરતા સમયે હિંસક પણ બધા એકરૂપ નથી હોતા. કોઈમાં હિંસાની ભાવના ઉગ્ર હોય છે, ક્રોધની જ્વાળા ખૂબ તીવ્ર હોય છે, કેષની ભાવના બળવતી હોય છે, કોઈમાં હિંસાવૃત્તિ મધ્યમ હોય છે, કોઈમાં મંદ હોય છે અને કોઈમાં હિંસાની ભાવના હોતી જ નથી.
આમ, હિંસ્ય અને હિંસકની વિવિધ ભૂમિકાઓ છે અને આ બંનેના યોગથી હિંસાની નિષ્પત્તિ થાય છે. એવી સ્થિતિમાં સ્વભાવતઃ એ પ્રશ્ન ઊભો થાય છે કે શું બધી હિંસાઓ એક જ કોટિની હોય છે કે એમાં કોઈ અંતર છે? જો હિંસા માત્ર એક જ કોટિની છે તો શાસ્ત્રકારોએ સ્થૂળ હિંસા અને સૂક્ષ્મ હિંસા, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા વગેરે હિંસાના (૬૦)
છે, જે છે તે જિણધો)