________________
વિષયમાં સંદેહ થયો. એમણે રાણી પાસે ઘટનાનો ઉલ્લેખ કર્યો. રાણી પણ સંદિગ્ધ થઈ ગઈ અને સેનાપતિને બોલાવીને કહ્યું : “આમ, સૂક્ષ્મ અહિંસાનું પાલન કરશો તો યુદ્ધમાં વીરતા કેવી રીતે દેખાડશો ?’'
સેનાપતિ આમૂએ કહ્યું : “મહારાણીજી ! હું જૈન ધર્મી શ્રાવક છું. અકારણ અને અનાવશ્યક એક પણ નિરપરાધ એકેન્દ્રિય જીવની પણ હું હિંસા કરવા નથી માંગતો, જો લાચારીવશ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરું છું, પરંતુ રાષ્ટ્ર અને સમાજની સુરક્ષા માટે યુદ્ધ અનિવાર્ય રૂપમાં આવી પડે તો હું તૈયાર રહીશ. એ મારું રાષ્ટ્રીય કર્તવ્ય હશે.’’ મહારાણીને સેનાપતિની શૂરવીરતા પર વિશ્વાસ બેઠો અને એની સૈદ્ધાંતિક દૃઢતાથી તે ખૂબ પ્રભાવિત થઈ. સેનાપતિ આમૂના નેતૃત્વમાં સેના લડી અને વિજયશ્રી પ્રાપ્ત કરી.
તાત્પર્ય એ છે કે આમ તો શ્રાવક એક કીડીને પણ મારવા માટે તૈયાર નહિ થાય પણ જ્યારે ન્યાય અને સુરક્ષાનો સવાલ સામે હોય તો તે રણમેદાનમાં જવાથી પણ નહિ ડરે. યુદ્ધ કરવા છતાં વિરોધીના પ્રત્યે મનમાં દ્વેષ, શેષ કે ઘૃણા નહિ રાખે. એનો ઉદ્દેશ્ય શત્રુનો સંહાર નહિ હોય, પણ અન્યાય અત્યાચારને નષ્ટ કરવાનો હોય છે. એમાં સાપરાધી વિરોધીની હિંસા થાય છે, જે શ્રાવકની અહિંસાની મર્યાદામાં થાય છે.
જો ઊંડાણપૂર્વક જોવા જઈએ તો સમગ્ર ‘રામાયણ’ અને ‘મહાભારત' અન્યાય અને અનીતિના વિરુદ્ધ લડાયેલા યુદ્ધની કથા છે. મર્યાદા પુરુષોત્તમ રામે રાવણ સાથે યુદ્ધને ટાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રાવણે પોતાની જિદ્દ પકડી રાખી, જ્યારે કોઈ બીજો રસ્તો ન રહ્યો તો રામને યુદ્ધનો સહારો લેવો પડ્યો. પણ શા માટે ? શું એક સીતા માટે ? ના, ત્યાં એક સીતાનો પ્રશ્ન નહોતો, હજારો સતીઓના નૈતિક જીવનને બરબાદ ક૨વાની ભયંકર હિંસાનો પ્રશ્ન હતો. જો યુદ્ધ ન થયું હોત તો અને ચુપચાપ અન્યાય સહન કરી લેત તો સંસારમાં ન્યાય-નીતિની પ્રતિષ્ઠા જ સમાપ્ત થઈ જાત, ભવિષ્યમાં વધુ અન્યાય ફેલાત. આ જ વાત કૌરવ-પાંડવોના યુદ્ધની હતી. ત્યાં પણ શ્રીકૃષ્ણે પાંચ ગામ લઈને સમાધાન કરવા કહ્યું, પરંતુ દુર્યોધન ટસનો મસ ન થયો. યુદ્ધ વગર સોયની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર ન થયો, ત્યારે શ્રીકૃષ્ણને લાચાર થઈને દુર્યોધનના અન્યાયના વિરુદ્ધ મહાભારત યુદ્ધ કરવું પડ્યું. આ યુદ્ધ દુર્યોધન દ્વારા લાદવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણે સંહાર માટે યુદ્ધ નહોતા લડ્યા, પણ ન્યાય-નીતિની સુરક્ષા માટે યુદ્ધ કરવું પડ્યું.
તેથી શ્રાવકને અન્યાય-અત્યાચારનો ન્યાયોચિત પ્રતિકાર કરવો પડે તો અવશ્ય કરે છે, પણ તે અહિંસાને નથી ભૂલતો.
ઉપર એ બતાવવામાં આવ્યું છે કે શ્રાવકની મર્યાદિત અહિંસામાં સાપરાધીને દંડ આપવાની છૂટ છે, પરંતુ શ્રાવકને ખૂબ જ સાવધાની સાથે સાપરાધી અને નિરપરાધીનો નિર્ણય કરવો જોઈએ. એણે પૂરી સાવધાની રાખવી જોઈએ કે ક્યાંક નિરપરાધી દંડિત ન થઈ જાય. કેટલીક વાર ભ્રાંત ધારણાઓને વશીભૂત થઈને લોકો નિરપરાધીને પણ સાપરાધી માની લે છે. કેટલીયે વાર પશુઓના વિષયમાં તો આખીને આખી જાતિને અપરાધી જિણધમ્મો
૬૫.