________________
બહિલકુમારે પોતાના દાદા (નાના) ચેટકની સહાયતા લીધી. ચેટકે બહુ પ્રયત્ન કર્યો કે કોણિક પોતાની અનુચિત જિદ્દ છોડી દે અને અન્યાયનો માર્ગ ન અપનાવે. એમણે કોણિકને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કોણિકે ન માન્યું. ત્યારે ચેટકે વિચાર્યું - “કોણિક અન્યાય કરી રહ્યો છે. તે નીતિની મર્યાદાને ઓળંગી રહ્યો છે. તાકાતના બળે તે ન્યાયની હત્યા કરી રહ્યો છે, શું આ અત્યાચારને સહન કરી લેવો જોઈએ ? શું આ અન્યાય સામે ઝૂકી જવું જોઈએ ? શું હાર અને હાથી કોણિકને સોંપીને યુદ્ધની હિંસાને ટાળી દેવી જોઈએ?' ઊંડા ચિંતન પછી મહારાજ ચેટક, જે બાર વ્રતધારી શ્રાવક હતા, એ નિષ્કર્ષ પર પહોંચ્યા - પ્રશ્ન હાર અને હાથીને સોંપી દેવાનો નથી, પરંતુ પ્રશ્ન એ છે કે શું અન્યાય અને અનીતિને પ્રશ્રય આપવો જોઈએ ? વિવેકી શ્રાવક ચેટકે નિર્ણય લીધો કે - “અન્યાય અને અનીતિને પ્રશ્રય આપવો રૂપાંતરમાં મહાહિંસા જ છે. હું યુદ્ધ નથી ચાહતો, હું નથી ચાહતો કે યુદ્ધમાં ભયંકર નરસંહાર થાય, કરોડો લોકો અને પશુ મરી જાય, લાખો સુહાગણો વિધવા થઈ જાય, લાખો પરિવાર બરબાદ થઈ જાય. યુદ્ધની આ ભયાનક બરબાદી મને ઇષ્ટ નથી, પરંતુ આ આધાર પર અન્યાય અને અનીતિની સામે આત્મ સમર્પણ કરી દેવું એનાથી પણ ભયંકર હશે. સંસારમાં અન્યાય અને અનીતિની પ્રતિષ્ઠા વધી જશે, જે પરંપરાથી ખૂબ ઘાતક હશે. તેથી અન્યાયના પ્રતિકાર માટે શસ્ત્ર ઉઠાવવું, આ સ્થિતિમાં મારું કર્તવ્ય છે.” આ નિર્ણય પછી કોણિક અને ચેટકનો ભયાનક સંગ્રામ થયો. વ્રતધારી શ્રાવક હોવા છતાંય ચેટક મહારાજાએ યુદ્ધના પડકારનો સ્વીકાર કર્યો અને અન્યાયનો પ્રતિકાર કર્યો. ચેટક મહારાજ ચાહતે તો બહિલકુમારને કહીને હાર અને હાથી કોણિકના હવાલે કરાવી દેતા અને એ ભીષણ નરસંહારને રોકી શકતા હતા. પરંતુ એવું કરવું એમણે પોતાના કર્તવ્યના વિરુદ્ધ સમજ્યુ. અન્યાય અને અત્યાચારનો પ્રતિકાર કરવો શ્રાવક ધર્મથી વિપરીત નથી.
આ સંદર્ભમાં “ભગવતી સૂત્ર'માં વર્ણનાગનતુઓનું વર્ણન મળે છે. એ વ્રતધારી શ્રાવક હતો. તે ખૂબ તપ કરતો હતો. તે સેનાપતિ હતો. ન્યાયની રક્ષા માટે યુદ્ધમાં જવા માટે એને પોતાના સ્વામી રાજાનો આદેશ મળ્યો. વર્ણનાગનતુઆ શાસ્ત્રથી સુસજ્જિત થઈને કવચ વગેરે ધારણ કરીને તેની તપશ્ચર્યા સ્વીકાર કરીને રણક્ષેત્રમાં પહોંચ્યા. શત્રુપક્ષના સૈનિકોની તરફથી જ્યારે શસ્ત્રનો પ્રહાર પ્રારંભ થયો ત્યારે એણે શસ્ત્ર ચલાવવું શરૂ કર્યું. એ યુદ્ધમાં તે વીરતાપૂર્વક લડ્યો, સમર ભૂમિમાં યુદ્ધના સમયે શ્રાવક પોતાની વીરતા દેખાડવામાં ક્યારેય પાછી પાની કરતો નથી. પરંતુ પોતાના સંધ્યાકાલીન પ્રતિક્રમણ વગેરે નિત્ય નિયમને પણ નથી છોડતો.
ગુજરાતનો જૈન સેનાપતિ મૂ વ્રતધારી શ્રાવક હતો. રાજા પોતાના રાજ્યથી બહાર ગયેલો હતો. શત્રુએ મોકો જોઈને પાછળથી આક્રમણ કરી દીધું. રાણીએ સેનાપતિને શસ્ત્રથી યુદ્ધ કરવા મોકલ્યો. સંધ્યા સમયે યુદ્ધ બંધ થયા પછી સેનાપતિ પ્રતિક્રમણ કરી રહ્યો હતો. તે “ફરિયાવદિય' પાઠમાં વર્ણિત એકેન્દ્રિય વગેરે જીવોની પણ સંકલ્પપૂર્વક હિંસા ન કરવાની પ્રતિજ્ઞા દોહરાવી રહ્યો હતો. સેનાના બીજા અધિકારીઓના મનમાં સેનાપતિની વીરતાના [ અહિંસા-વિવેક
છેજે છે તેમ છે જે ૫૦)