________________
ગૃહસ્થ શ્રાવક માટે એ બહુ જ દુષ્કર છે કે તે ખેતીવાડી, વેપાર-ધંધા કે નોકરી વગેરે પ્રવૃત્તિઓને બંધ કરીને જીવનપથ પર ચાલ્યા. અકર્મણ્ય અને આળસુ જીવન જીવીને ધર્મારાધના નથી થઈ શકતી. શ્રાવકને પોતાનાં દાયિત્વો નિભાવવા માટે સાત્વિક આજીવિકાઓ અપનાવવી પડે છે. એવી સ્થિતિમાં જૈન ધર્મ વતી શ્રાવકે કહ્યું છે -
આજીવિકા માટે સાત્ત્વિક પ્રવૃત્તિઓ ભલે જ હોય, પણ એમાં જે ઝેરનો ભાગ (આવરણ) છે, એને હટાવી દો. પ્રવૃત્તિઓની પાછળ શુદ્ર સ્વાર્થ, આસક્તિ અને મોહ, લોભ અને તૃષ્ણાની જે વિષાક્ત વૃત્તિઓ છે, એમને કાઢી છે. તમે જે પણ વ્યવસાય કે નોકરી કરો એમાં અંધાધુંધ પ્રવૃત્તિ ન કરો. એમાંથી અવિવેકનું ઝેર કાઢી દો. પોતાના ઉત્પાદિત અથવા સંગૃહીત અનાજને ઊંચા ભાવે વેચવા માટે દુષ્કાળ પડવાની દુર્ભાવના ન કરો. પોતાના માલના ભાવોમાં તેજી આવી જવા માટે યુદ્ધ થઈ જવાનો દુર્વિકલ્પ ન કરો, પણ એવા આકસ્મિક સંકટના સમયે બીજાઓના જીવનનિર્વાહમાં સહાયક બનવાની કરુણામયી ભાવના રાખો. અન્યાય-અનીતિબેઈમાની, મિલાવટ, વિશ્વાસઘાત વગેરેથી ધન કમાવવાની કોશિશ ન કરો. કોઈ ગરીબને ચૂસવાની વૃત્તિ ન રાખો. બીજાઓને મૂંડવા તથા વિશ્વાસઘાતની દુર્ભાવના મનમાંથી કાઢી દો. બીજાઓની રોજી-રોટી પડાવીને પોતાનું પેટ ન ભરો. તેથી જે રોજી-રોટી અલ્પારંભથી પ્રાપ્ત થઈ છે, સ્વયંના શ્રમથી પ્રાપ્ત છે, સાત્ત્વિક છે, સ્વ-પરહિત કારક છે, આત્મા અને શરીર બંને માટે પોષક છે, એ જ શ્રાવકની અહિંસાની મર્યાદામાં છે. ભગવાન ઋષભદેવે પ્રજાના હિત માટે એવી જ રોજી-રોટી પ્રાપ્ત કરવાનું શિક્ષણ આપ્યું હતું. આધુનિક શ્રાવક વર્ગને સાત્ત્વિક રોજી-રોટી પ્રાપ્ત કરવાની દિશામાં વિશેષ સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે વર્તમાન યુગમાં વિવિધ કારણોથી અને વિવિધ પરિસ્થિતિઓથી વ્યવસાયની શુદ્ધિની ભાવના ખૂબ ગૌણ થઈ ગઈ છે. શ્રાવક વર્ગને એવા સંકટના સમયમાં પણ પોતાના વિવેકના દીવાને પ્રજ્વલિત રાખવો જોઈએ અને સાત્વિક રીતિથી પ્રામાણિકતાપૂર્વક વ્યવસાય કરવો જોઈએ. પ્રતિકારાત્મક હિંસા :
ગૃહસ્થ શ્રાવક અહિંસામાં અતૂટ આસ્થા રાખે છે, પરંતુ સ્થળ ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરતા સમયે એની સામે એ સવાલ સહજ જ થઈ આવે છે કે અગર કોઈ ઉદંડ વ્યકિત અકારણ જ એના પર, એની પત્ની કે બાળકો પર આક્રમણ કરે છે, એના ધન-માલને પડાવવાનો પ્રયત્ન કરે છે, એની બહેન-બેટીઓના શીલ પર હુમલો કરે છે, લૂંટવા-મારવાનો પ્રયત્ન કરે છે, નિર્દય શત્રુ એના પરિવાર, નગર, દેશ કે ધર્મ સંઘ પર હુમલો કરે છે વગેરે સ્થિતિઓમાં એનું શું કર્તવ્ય થઈ જાય છે ? એણે ચુપચાપ એ અન્યાય સહન કરી લેવો જોઈએ કે એનો પ્રતિકાર કરવો જોઈએ? સૌમ્ય (સામ-દામ-ભેદ રૂ૫) પ્રતિકાર સફળ ન થાય તો તે સશસ્ત્ર પ્રતિકાર કરે કે નહિ ? કોઈ રાજા જૈન શ્રાવક છે, એના રાજ્ય પર કોઈ બીજો શત્રુ રાજા ચઢાઈ કરે છે, ત્યારે તેણે પ્રતિકારસ્વરૂપ યુદ્ધ કરવું જોઈએ કે ચુપચાપ હાથ પર હાથ ધરી બેસી રહેવું જોઈએ? એક રાજા શ્રાવક ધર્મનું પાલન કરતાં કરતાં ચોર-લૂંટારાઓ અને આતતાયીઓ કે અપરાધીઓને દંડિત કરી શકે છે કે નહિ? [ અહિંસા-વિવેક છે તે છે , ૫૫)