________________
કોઈ શ્રાવક ધર્મનું પાલન કરનાર ન્યાયાધીશ અપરાધીને સજા આપી શકે છે કે નહિ ? શ્રાવક આત્મરક્ષા માટે સશસ્ત્ર પ્રતિકાર કરી શકે છે કે નહિ? વગેરે પ્રશ્નોનું સમાધાન કરતાં જૈન ધર્મ કહે છે કે - “શ્રાવકની અહિંસા મર્યાદિત હોય છે, તેથી એમાં નિરપરાધીને સંકલ્પપૂર્વક ન મારવાની પ્રતિજ્ઞા હોય છે. અપરાધીને દંડ દેવાની અને એમનો નિગ્રહ કરવાની છૂટ એના મર્યાદિત હિંસાનાં પ્રત્યાખ્યાનોમાં થાય છે. અર્થાત્ શ્રાવક અપરાધીને દંડિત કરવા માટે પોતાના અહિંસા વ્રતમાં છૂટ રાખે છે. અહિંસામાં અતૂટ શ્રદ્ધા રાખવા છતાં શ્રાવક પોતાના કૌટુંબિક અને વિવિધ સામાજિક રાષ્ટ્રીય દાયિત્વોને નિભાવવાની દૃષ્ટિથી પોતાના વ્રતમાં આંશિક છૂટ રાખે છે. સાપરાધીનો સશસ્ત્ર પ્રતિકાર કરતાં-કરતાં શ્રાવક પોતાના વ્રતનો ભંગ નથી કરતો. કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય કર્તવ્યોના પરિપાલનના સંદર્ભમાં થનારી હિંસા અપ્રત્યક્ષ રૂપમાં અહિંસાને બળ આપનારી હોય છે, ન્યાયનીતિને પ્રતિષ્ઠાપિત કરનારી હોય છે. સામાજિક તથા રાષ્ટ્રીય મર્યાદાઓને બચાવનારી અને શાંતિને મજબૂત કરનારી હોય છે.”
અહિંસાવાદી જૈન ધર્મ અત્યાચારીને ન્યાયોચિત દંડ આપવાનો અધિકાર ગૃહસ્થને આપે છે. શ્રાવકની ભૂમિકા પર રહેલો ગૃહસ્થ અન્યાયી, અત્યાચારી, રાષ્ટ્રદ્રોહી, સમાજદ્રોહી, આતતાયી (સતાવેલો) ગુંડાઓને યથોચિત દંડ આપવાનો અધિકાર રાખે છે. ત્યાં રાગદ્વેષની ભાવના ન હોવી જોઈએ, પણ કર્તવ્યની ભાવના અપેક્ષિત છે. વિરોધીના પ્રતિ હિતબુદ્ધિ રાખતાં એને ન્યાયપથ પર લાવવા માટે દંડ આપવો અનુચિત નથી માનવામાં આવતું. અહિંસા કાયરતા નથી?
જૈન ધર્મ પ્રતિપાદિત અહિંસા, કાયરતાનું શિક્ષણ નથી આપતો. તે અહિંસા પોતાની કાયરતાને છુપાવવાનું બહાનું નથી. તે લંગડો નથી. તે શૂરવીરોનું ભૂષણ છે. વિભિન્ન શ્રેણીઓ અને ભૂમિકાઓ પર સ્થિત વ્યક્તિઓ માટે જૈન ધર્મે અહિંસાની મર્યાદાને નિશ્ચિત કરી છે. દુર્ભાગ્યનો વિષય છે કે લોકોએ અને સ્વયં કેટલાક જૈનોએ પણ આ ભૂમિકા ભેદને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન નથી કર્યો. આ જ કારણ છે કે જનમાનસમાં જૈનોની અહિંસાને લઈને અનેક ગેરસમજો વ્યાપ્ત છે. કોઈ કહે છે : “જૈન ધર્મની અહિંસા લંગડી છે અને એણે દેશને કાયર અને ગુલામ બનાવી દીધો છે. પરંતુ આ આરોપ નિરધાર અને અસત્ય છે. જૈન ધર્મ દ્વારા કાયરતાને ક્યારેય પ્રોત્સાહિત નથી કરવામાં આવી. અનીતિ અને અત્યાચારનો પ્રતિકાર ન કરવાની વાત જૈન-અહિંસા નથી કહેતી. પણ તે અનીતિ અને અત્યાચારની વિરુદ્ધ સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે. આ વિષયમાં “ભગવતી સૂત્ર'માં વર્ણિત કોણિક-ચેટકનું યુદ્ધ ઉદાહરણના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.
વૈશાલી ગણતંત્રના અધિપતિ મહારાજા ચેટક હતા. તે પ્રભુ મહાવીરના બાર વ્રતધારી શ્રાવક હતા. રાજગૃહીનો રાજા કોણિક એમનો દોહિત્ર હતો. કોણિકે પોતાના ભાઈ બહિલકુમારથી એના ન્યાયોચિત આધિપત્યમાં રહેલા હાર તથા હાથીને પકડવાનો પ્રયાસ કર્યો. તાકાતના બળ પર કોણિક પોતાના ભાઈના પ્રત્યે અન્યાય કરવા તૈયાર થયો. (૫)
જિણધમો)