________________
ભેદ કેમ બતાવ્યા ? બધી હિંસાઓને એક કોટિમાં માનવાથી શાકાહાર અને માંસાહાર એક જ કોટિમાં આવી જશે. જો એવું નથી અને હિંસામાં તારતમ્ય છે તો એનો આધાર શું છે ? કયા ગજથી હિંસાનું મોટાપણું કે નાનાપણું માપવું ? શું મરનાર જીવોની અલ્પતા કે અધિકતા પર હિંસાનો અલ્પતા અને અધિકતા નિર્ભર છે ? અથવા જીવોના શરીરની સ્થૂળતાસૂક્ષ્મતા પર હિંસાની અધિકતા કે હીનતા અવલંબિત છે ? અથવા હિંસામયી વૃત્તિની તીવ્રતા મંદતા પર હિંસાની અધિકતા-ન્યૂનતા આધારિત છે ? આખરે તે કયો આધાર છે જેનાથી હિંસાને સાચા રૂપમાં માપી શકાય ?
કોઈ કહે છે કે – “બધા જીવ બરાબર છે, શું એકેન્દ્રિય અને શું પંચેન્દ્રિય ! પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને વનસ્પતિના જીવ પણ જીવ છે, એમના પણ પ્રાણ છે, એમને પણ જીવવાનો હક છે. એમની હિંસામાં પણ એટલું જ પાપ છે, જેટલું પંચેન્દ્રિય જીવોની હિંસામાં. જીવહિંસામાં નાના જીવ કે મોટા જીવોનો ભેદ ન હોવો જોઈએ. હિંસા ચાહે નાના જીવની હોય કે મોટાની, હિંસા જ છે. નાના જીવોની હિંસામાં ઓછું પાપ માનવું અને મોટા જીવોની હિંસામાં વધુ પાપ માનવું પક્ષપાતપૂર્ણ છે.’
એવી માન્યતા તેરાપંથ સંપ્રદાય*ની છે. આ માન્યતાના આધારે જ તે તરસ્યાને પાણી પીવડાવાવમાં, ભૂખ્યાને ભોજન કરાવવામાં અને દયા-દાનનાં કામોમાં પાપ બતાવે છે. એમની દૃષ્ટિ એ છે કે પાણીના એક બુંદ(ટીપા)માં અસંખ્ય જીવ છે. તરસ્યાને પાણી પિવડાવવામાં તે અસંખ્ય જીવ મરી જાય છે અને માત્ર એક વ્યક્તિ બચે છે. એ એક વ્યક્તિને બચાવવામાં અસંખ્ય જીવોની હિંસા થાય છે, તો એનાથી પુણ્ય કેવી રીતે થશે ?
પરંતુ ઉક્ત દૃષ્ટિકોણ સાચો નથી. જૈન ધર્મને એ ઇષ્ટ નથી કે જીવોને ગણીને હિંસાનો હિસાબ લગાવવામાં આવે. શાસ્ત્રકાર જીવોની ગણતરીને મહત્ત્વ નથી દેતો, તે તો ભાવોને મહત્ત્વ આપે છે. હિંસાને માપવાનો ગજ જીવોની સંખ્યા નથી. ભાવનાઓના ગજથી જ હિંસાનું મંદત્વ કે તીવ્રત્વ માપવામાં આવે છે. શાસ્ત્રમાં તંદુલ મત્સ્યનું ઉદાહરણ આવે છે. તે એક પણ માછલીને નથી મારતો, છતાંય શાસ્રકારે એને ઘોર હિંસાનો ભાગી બતાવ્યો છે. જો વધુ જીવોની હિંસા જ વધુ હિંસાનું કારણ હોત તો શાસ્ત્રકાર તંદુલ મત્સ્યનું ઉદાહરણ ન આપત. વસ્તુતઃ એવો જૈન ધર્મનો સિદ્ધાંત નથી. આ તો હસ્તી તાપસોની માન્યતા છે, પરંતુ ભૂલથી અથવા આભિનિવેષિક દૃષ્ટિથી એક જૈન પંથે (તેરા પંથે) આને અપનાવી લીધો.
‘સૂત્રકૃતાંગ’માં વર્ણન આવે છે કે - ‘પહેલાં કોઈ એવા પણ તપસ્વી હતા જે ઘોર તપસ્યા કરતા હતા અને પારણાનો દિવસ આવતો તો વિચાર કરતા કે જો આપણે વનના ફળ ખાઈશું તો અસંખ્ય જીવ મરશે, અનાજના દાણાઓમાં પણ અસંખ્ય જીવ હોય છે. શેર-અડધો શેર અનાજ ખાઈએ તો કેટલા અસંખ્ય જીવોની હિંસા થાય છે ? પછી કેમ કોઈ સ્થૂલ કાય જીવને મારી નાખવામાં આવે, જેને આપણે પણ ખાઈએ અને બીજાને પણ ખવડાવીએ. આ
* તેરાપંથ સંપ્રદાયની અનુકંપા સંબંધિત માન્યતા માટે જુઓ -
सद्धर्म मण्डनम् एवं अनुकम्पा विचार ।
અહિંસા-વિવેક
૬૬૧