________________
છે અને એ ઉદ્યોગમાં કંઈક ને કંઈક હિંસા થઈ જવી અનિવાર્ય છે. તેથી શ્રાવક ઔદ્યોગિક હિંસાથી બચી શકતો નથી. તે સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે. કૃષિમાં થનારી હિંસા
ઔદ્યોગિક હિંસા છે, તેથી તે મહારંભ રૂપ નથી. ખેડૂત જાણી-જોઈને મારવાની ભાવનાથી કોઈ જીવને નથી મારતો, કે સંકલ્પી હિંસા નથી કરતો. શ્રાવક સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે. તેથી કૃષિ કર્મ કરનાર શ્રાવક મહારંભી નથી હોતો. ફળસ્વરૂપ કૃષિને મહારંભ રૂપ નથી માનવામાં આવતો, તે અલ્પારંભ રૂપ છે. હા, જો એ જ કૃષિ (ખેતી) તમાકુ વગેરે નશીલી રાષ્ટ્રઘાતક ચીજોની કરવામાં આવતી હોય કે જેમ-તેમ અસીમ-મર્યાદા અનાવશ્યક અવિવેકપૂર્વક કરવામાં આવતી હોય, તે મહારંભ થઈ (હોઈ) શકે છે. કૃષિ જ કેમ બધી આજીવિકાઓ જો ઉપર્યુક્ત દૂષણોથી યુક્ત હોય, તો તે પણ સંકલ્પી હિંસામાં પરિગણિત થઈ શકે છે. આ જ રીતે બીડી, સિગારેટ, દારૂ, ભાંગ, માંસ, જુગાર, સટ્ટો વગેરે વ્યવસાયનો ઉદ્યોગ પણ રાષ્ટ્રઘાતક અને સમાજના સ્વાથ્ય તથા ધર્મને નષ્ટ (બરબાદ) કરનાર હોવાથી ઉદ્યોગિની હિંસામાં નથી આવી શકતા. તેથી શ્રાવકે એવા વ્યવસાયોથી બચવું જોઈએ. રોજી-રોટીના સંબંધમાં વિવેકઃ
જીવનની ચારે તરફ નાની હિંસા અને મોટી હિંસા, અલ્પારંભ અને મહારંભ વ્યાપ્ત છે. શ્રાવકની ભૂમિકા પર આરૂઢ વ્યક્તિને એમાં જ પોતાનો માર્ગ પસંદ કરવાનો છે અને જોવાનું છે કે આત્મા અને શરીર બંનેને આઘાત ન પહોંચે, ન આત્માની હત્યા થાય કે ન શરીરનું, બંનેને એક સાથે ખોરાક આપી શકાય.
શરીરના ખોરાક માટે રોજી અને રોટી બે માધ્યમ છે. આ બંને સુધી પહોંચવાના બે રસ્તા છે - એક રસ્તો એ છે જેના પર ચાલવા માટે મહારંભના દ્વારથી ગુજરવું પડે છે, જેમાં બીજાંઓનું શોષણ છે, મહાહિંસાનું નગ્ન તાંડવ છે, ખૂનથી (લોહીથી) હાથ રંગેલા હોય છે. ધાડ પાડવી, લૂંટ-ફાટ કરવી, મારામારી, ગુંડાગર્દી વગેરે થાય છે. બીજો પથ છે - ગૃહસ્થના અનુરૂપ અહિંસાનો, જે અનુસાર અલ્પ હિંસાથી, વિવેક-વિચાર-યન્ત્રાચાર સાથે ચાલીને રોજી-રોટી પ્રાપ્ત કરવામાં આવે છે, કોઈનું શોષણ, અન્યાય, અત્યાચાર કે હત્યા નથી કરવી પડતી. તે રોજી-રોટી જેની પાછળ અન્યાય અને અનીતિ છે, છળ-કપટવિશ્વાસઘાત બનાવટ છે, આત્માના ખોરાક સાથે નથી રહી શકતા. જે રોટી લોહીથી રંગેલી આવી રહી છે, તે રોટી ઝેર છે. તે રોટી વ્યક્તિનું પણ પતન કરશે અને જે પરિવારમાં એવી રોટી આવે છે એ પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું પણ પતન કરશે. ત્યાં ન સાધુનો ધર્મ ટકશે અને ન ગૃહસ્થનો ધર્મ જ રહેશે. ત્યાં ધાર્મિક જીવનની કડીઓ તૂટીને પડી જશે. જ્યાં આ દાગ ઓછામાં ઓછા હશે, તે રોટી અમૃત બનશે. તે જીવનનો રસ લઈને આવશે. એનાથી આત્મા અને શરીર બંનેનું પોષણ થશે. અલ્પારંભથી આવનારી રોટી પવિત્રતાનું રૂપ લેશે અને એ જ અમૃત ભોજન બનશે. ભલે તે સૂકો ટુકડો હશે, ત્યારે પણ તે અમૃતનું ભોજન હશે. (૫૪) છે જે છે કે જે છે છે તેનો જ જિણધર્મોો]