________________
“कृषि पशुपालन वाणिज्यादिकर्मणा वैश्यो भवति" કૃષિ, પશુપાલન, વાણિજ્ય વગેરે કાર્યના કારણે વૈશ્ય કહેવામાં આવે છે. ભગવદ્ ગીતા'માં પણ આ જ વાત સ્પષ્ટ રૂપથી કહી છે -
fષ નોરક્ષ વાચં વૈશ્ય ર્મ સ્વમાવિષ” ખેતી, ગૌરક્ષા, વાણિજ્ય વગેરે વૈશ્યનાં સહજ કર્યો છે.
ભગવાન મહાવીરના ઉપાસક અને વ્રતધારી જે પ્રમુખ શ્રાવકોનું વર્ણન ‘ઉપાસક દશાંગ સૂત્ર'માં આવે છે, એમાંથી કોઈપણ એવું નહોતું કે જે શ્રાવક અવસ્થામાં ખેતીવાડીનો ધંધો ન કરતો હોય ! અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બાર વ્રતધારી શ્રાવકની ભૂમિકા સુધી ખેતીનો કંઈ જ નિષેધ નથી. એના ઉપરની ભૂમિકા પ્રતિભાધારી શ્રાવકની ભૂમિકા છે. ક્રમશઃ પહેલી, બીજી, ત્રીજી વગેરે પ્રતિમાઓને સ્વીકાર કરતાં-કરતાં શ્રાવક જ્યારે આઠમી પ્રતિમાનો અંગીકાર કરે છે ત્યારે આરંભનાં કાર્યોનો ત્યાગ કરતા સમયે કૃષિનો ત્યાગ કરે છે. આ સંબંધમાં બધી શ્વેતાબંર-દિગંબર પરંપરાના આચાર્ય એક મત છે. તેઓ કહે છે -
आरम्भः कृष्यादिकर्म, स त्यागं करोति* અર્થાતુ અહીં આરંભથી કૃષિ કર્મ વગેરે સમજવું જોઈએ. એનો ત્યાગ આઠમી પ્રતિમામાં થાય છે. આ રીતે પ્રતિમાપારી શ્રાવક આઠમી પ્રતિમામાં સ્વયં કૃષિ વગેરે આરંભ કરવાનો ત્યાગ કરે છે અને નવમી પ્રતિમામાં કરાવવાનો પણ ત્યાગ કરી દે છે.
શાસ્ત્રોનું આટલું સ્પષ્ટ વિવરણ હોવા છતાંય અને ત્યાગનો ક્રમ પણ સ્પષ્ટ રૂપથી બતાવવા છતાંય કેટલાક લોકો ભ્રમમાં પડેલા છે. જે વાત આગળની ભૂમિકામાં છોડવાની છે, એને પહેલાની ભૂમિકામાં છોડી દેવાનો આગ્રહ કરવામાં આવે છે અને જે પહેલાની ભૂમિકામાં ત્યાગવા યોગ્ય છે, એનું ક્યાંય ઠેકાણું જ નથી. ધોતીની જગ્યાએ પાઘડી અને પાઘડીની જગ્યાએ ધોતી લપેટીને એવા લોકો દુનિયાની દૃષ્ટિમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે.
વિક્રમની બીજી કે ત્રીજી શતાબ્દીના લગભગ આચાર્ય ઉમાસ્વાતિ થયા, જેમણે ‘તત્ત્વાર્થ સૂત્ર' પર સ્વોપજ્ઞ ભાષ્ય લખ્યું છે. એમણે કર્યાયની વ્યાખ્યા કરતાં લખ્યું છે - "कार्याः जन-याजनाध्ययनाध्यापन प्रयोग कृषि वाणिज्य योनि पोषण वृत्तयः"
પૂજા-પાઠ, પઠન-પાઠન, કૃષિ-વ્યાપાર વગેરે સાત્ત્વિક આજીવિકાવાળા કર્ય છે. ઉક્ત કથનમાં સ્પષ્ટ રૂપથી કૃષિને આર્ય કર્મ કહ્યું છે.
આચાર્ય અકલંક તત્ત્વાર્થ રાજવાર્તિક'માં કૃષિ, વેપાર, લેખન-અધ્યાપન વગેરે ધંધાઓને સાવદ્ય આર્ય-કર્મ બતાવ્યાં છે. આનું કારણ બતાવતા તેઓ કહે છે -
षड्प्यतेऽविरति प्रवणत्वात् सावध कार्याः * સમંતભદ્રકૃતિ “રત્નકરપ્ટશ્રાવકાચાર” અને “પ્રવચનસારોદ્ધાર'ની સિદ્ધસેનીય વૃત્તિ. (૫૨) છે કે જે
જિણધમો)
: દવે