________________
ત્રીજું ઉદ્ધરણ લેખકે શ્રીમખ્વાહિરાચાર્યના તત્ત્વાવધાન'માં સંપાદિત “સૂત્રકૃતાંગ સૂત્ર'ની ટીકાનું આપ્યું છે -
"प्राणिनः कृषीबलादयः 'एके' आरम्भे प्राण्युपमर्दन कारिणि व्यापारे नि:श्रिता आसक्ताः अध्युपपन्ना ते च संरंभ समारंभराभैः कृत्वा उपादायं स्वयमात्मना पापमशुभ प्रकृति रूपं असातोदय फलं तीव्र तदनुभव स्थानं वा नरकादिकं तियच्छंतीति" ।
આ કથનમાં ક્યાંક કૃષિને મહારંભ કે કર્માદાન નથી બતાવવામાં આવ્યું. અહીં તો સામાન્ય રીતે કહેવામાં આવ્યું છે કે ખેડૂત વગેરે પ્રાણી આરંભ-સમારંભમાં આસક્ત થઈને અશુભ કર્મ પ્રકૃતિ રૂપ દુઃખનો અનુભવ કરે છે. જે પણ પ્રાણી આસક્તિવશ આરંભ-સમારંભ કરે છે, તે અશુભ કર્મ પ્રકૃતિનો બંધ કરે છે. આ સામાન્ય વાત કહેવામાં આવી છે અને આસક્તિનો નિષેધ કર્યો છે. શું લેખકના મતથી માત્ર ખેડૂત જ આરંભ-સમારંભ કરે છે અને કસાઈ, જુગારી, સટોડિયા, વ્યાજખોર આરંભ-સમારંભથી મુક્ત છે ?
લેખક દ્વારા આપવામાં આવેલા ઉક્ત ઉદ્ધરણમાં કૃષિબળના સાથે માત્ર “આરંભ' શબ્દ આપવામાં આવ્યો છે, ન કે મહારંભ. આ પાઠ જ એમના મંતવ્યને ખંડિત કરી રહ્યો છે. એમના દ્વારા આપવામાં આવેલું ઉદ્ધરણ જ એમની વાતને ખંડિત કરી રહ્યું છે.
લેખકે એ ટીકા(ટિપ્પણી)માં “મનસ્મૃતિ'નો ઉલ્લેખ કરતાં જે બે શ્લોક આપ્યા છે, તે બ્રાહ્મણ અને ક્ષત્રિયના માટે કહેવામાં આવ્યા છે. કારણ કે વૈદિક ધર્મમાં વર્ણાશ્રમોની વ્યવસ્થા છે, તેથી ત્યાં કૃષિને વૈશ્યનું કામ માનવામાં આવ્યું છે, બ્રાહ્મણ ક્ષત્રિયનું નહિ. આ કથનને અહીં ઉદ્ધત કરવું પોતાની અજ્ઞાનતાનો જ પરિચય આપવો છે.
લેખક મહોદય લખે છે કે – “કૃષિ કર્મ અનંત સ્થાવર અને અસંખ્ય જીવોનો ઘાતક છે.” તે એ ભૂલી જાય છે કે શ્રાવક સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે, આરંભી હિંસાનો નહિ. પાણીના એક ગ્લાસમાં અસંખ્ય જીવોનો આરંભ થાય છે. અનાજના દાણાઓમાં અસંખ્ય જીવોનો આરંભ થાય છે, તો શું પાણી પીવું અને અન્નાહાર કરવો મહારંભ છે ? શું લોહી પીવું અને માંસાહાર કરવો અલ્પારંભ છે ? કેટલી મૂર્ખતાભરી માન્યતા છે આ ? એવા અધકચરા લેખક ભગવાન મહાવીરના સિદ્ધાંતને ખોટી રીતે (રૂપમાં) પ્રસ્તુત કરી જૈન ધર્મને લજ્જિત કરે છે અને જૈનશાસન તથા વીતરાગ દેવના પ્રતિ દ્રોહ કરે છે, એમની ઘોર આશાતના કરે છે.
લેખક કેવી વિચિત્ર વાત લખે છે કે – “જો કોઈ શ્રાવક પોતાના ચાલુ કૃષિ કર્મને નથી છોડી શકતો અને એને પોતાની લાચારી માને છે, તો તે કૃષિ કર્મ કરતા-કરતા પણ શ્રાવક રહી શકે છે.” લેખક મહોદય કૃષિને કર્માદાન અને મહારંભ માને છે અને એવી સ્થિતિમાં કૃષિ (ખેતી) કરતી કોઈ વ્યકિત શ્રાવક કેવી રીતે થઈ શકે છે ? શ્રાવક માટે તો કર્માદાન અને મહારંભનો સર્વથા ત્યાગ અનિવાર્ય હોય છે. કર્માદાન અને મહારંભ અતિચાર નથી અનાચાર છે. એમના રહેતાં વ્રત નથી રહી શકતું. તેથી સિદ્ધ થાય છે કે કૃષિ ન તો મહારંભ છે અને ન કર્યાદાન જ.
(૫૦)
0 0 0 0 0 0 02007 જિણધર્મોો]