________________
ખેતીમાં આ પ્રકારનો વિસ્ફોટ નથી કરવામાં આવતો. ખેતરોમાં દારૂખાનું ભરીને આગ નથી લગાવવામાં આવતી અને ન દારૂખાનાથી જમીન ખેડવામાં આવે છે. જમીન હળથી ખેડવામાં આવે છે સ્ફોટ નથી કરવામાં આવતો. સાધારણ રીતે એક બાળક પણ જાણે છે કે ખેતી માટે જમીન ખેડવામાં આવે છે, ફોડવામાં આવતી નથી. હળ ચલાવવાના કામને જમીન ખેડવી' કહેવામાં આવે છે, જમીન “ફોડવી' નહિ. હળથી જમીનને ફોડવી તો દૂર રહ્યું, જમીન ખોદવામાં પણ નથી આવતી. ખોદવું ત્યારે કહેવાય છે જ્યારે ઊંડો ખાડો કરવામાં આવે. હળથી જમીન ખેડવામાં, ખોતરવામાં આવે છે, તેથી “ફોડી કમે'ના અંતર્ગત નથી માનવામાં આવતી.
કૃષિ” શબ્દ પણ “કૃષ' ધાતુથી બને છે, જેનો અર્થ થાય છે વિલેખન (ખોતરવું). વ્યાકરણના આચાર્યોએ સર્વત્ર કૃષનો અર્થ વિલેખન કરવો જ કહ્યો છે. કૃષિમાં જમીનનું વિલેખન થાય છે. હળ ચલાવવાથી ન તો જમીનનો સ્ફોટ થાય છે અને ન એમાં ખાડા જ થાય છે. એવી સ્થિતિમાં કૃષિને સ્ફોટ કર્મના અંતર્ગત બતાવવું ખૂબ મોટી ભ્રાંતિ (બ્રમ) છે.
જૈનાચાર્યોએ દારૂખાનાથી વિસ્ફોટ કરવાને કર્યાદાન બતાવ્યું છે, કારણ કે સ્ફોટોથી પંચેન્દ્રિય જીવોની હિંસાનું પણ ઠેકાણું નથી રહેતું. ક્યારેક-ક્યારેક જોરદાર ધમાકાથી પહાડો પણ ખસકી જાય છે અને અનેક લોકો દબાઈને મરી જાય છે. ક્યારેક-ક્યારેક લોકો ગુફાઓમાં ઘૂસે છે ત્યારે ગેસ પેદા થઈ જાય છે તો અંદરના અંદર જ એમનો દમ લૂંટાઈ જાય છે. ખાણોમાં કામ કરતા સમયે જમીન ધસી પડવાથી અનેક લોકો અનેક વાર દબાઈને મરી જાય છે, તેથી એવા સ્ફોટ કર્મને મહાહિંસા કે મહારંભ કહેવામાં આવ્યો છે એ કર્માદાનમાં એને ગણાવવામાં આવ્યો છે. કયાં દારૂખાનાના વિસ્ફોટથી થનારી પંચેન્દ્રિય પ્રાણીઓની મહાહિંસાના કારણભૂત “ફોડી કમ્મ” કર્માદાન અને ક્યાં જગતની સુધાને સાત્ત્વિક ઢંગથી શાંત કરવા માટે ધાન્ય વગેરે પેદા કરનાર કૃષિ કર્મ. એકમાં છે પંચેન્દ્રિય પ્રાણીઓના દૂર વધની તીવ્ર સંભાવનાનું મહાપાપ અને બીજામાં છે પ્રાણીઓની ભૂખને નિર્દોષ ઢંગથી શાંત કરવાની અપાર કરુણા. ક્યાં તો શાસ્ત્રકથિત વિસ્ફોટમય ફોડ કમે અને ક્યાં ખેતીને ફોડી કમે માનવાની ભ્રાંત ધારણા. બંનેમાં આકાશ-પાતાળનું અંતર છે.
કૃષિને સ્ફોટ કર્મ માનવાની મિથ્યા ધારણાવાળા તથા કૃષિને મહારંભી કહેનારાઓ મોટો અનર્થ પેદા કરી રહ્યા છે. કદાચ તે એને નથી સમજી શકતા. પરંતુ આનો અર્થ એ થાય છે કે એમણે ખેતી કરનારાઓને કસાઈઓની શ્રેણીમાં રાખી દીધા. તે સમજે છે કે આપણે કૃષિની આજીવિકાને ગહિત બતાવી રહ્યા છે, પણ તે વાસ્તવમાં કતલખાનાની આજીવિકાની ભયાનકતા અને ગહિતતાને ઓછી કરી રહ્યા છે. કારણ કે એને તે કૃષિની બરાબરીમાં રાખી રહ્યા છે. એક કૃષક અને એક કસાઈ જ્યારે એ સાંભળે છે કે કૃષિ પણ મહારંભ છે અને કતલખાનું ચલાવવું પણ મહારંભ છે, તો કૃષક શ્રમસાધ્ય કૃષિને છોડીને કતલખાનાંઓની જીવિકા કેમ નહિ ચલાવવા લાગે ? અને કસાઈ પોતાની જીવિકાને કૃષક (ખેડૂત) કોટિમાં મેળવીને શું સંતોષનો અનુભવ નહિ કરે ? શું આ કથનને સાંભળીને તે પોતાની પાપમય (૪૮) , , , , , , , , જિણધમો)