________________
જૈને એ કહેવાનું સાહસ કરી શકે છે કે - “ભગવાન ઋષભદેવે જનતાને નરકમાં જવાનો રસ્તો બતાવ્યો છે !' કદી નહિ. તો એની સાથે એણે એ પણ માનવું પડશે કે ભગવાન ઋષભદેવે જનતાને ભૂખથી બચાવવા માટે જે કૃષિ કર્મ બતાવ્યું, એ મહારંભનું કાર્ય નથી, પણ અલ્પારંભનું કાર્ય છે.
ભગવાન ઋષભદેવ તત્કાલીન જનતાને મહારંભથી અલ્પારંભની તરફ લઈ ગયા, મહાહિંસાથી અલ્પહિંસાની તરફ લઈ ગયા, નિર્દયતાથી દયાની તરફ લઈ ગયા. જો ભગવાન એવું ન કરતા તો જગતમાં સર્વત્ર માંસાહારનું જ પ્રચલન હોત. માંસાહારના વ્યાપક પ્રચલનને રોકવાની દૃષ્ટિથી પ્રભુએ કૃષિની પરંપરા ચલાવી. જ્યાં કૃષિની પરંપરા ચાલી અને અનાજનું ઉત્પાદન થયું ત્યાં આર્યતા બની અને અલ્પારંભ થયો. જ્યાં કૃષિની પરંપરા નથી ચાલી ત્યાં અનાર્યતા વિકસી, ક્રૂરતા જાગી અને પશુઓને મારીને ખાવાની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. નિષ્કર્ષ એ છે કે કૃષિ અહિંસાનું પ્રતીક છે. જ્યાં પણ કૃષિ અગ્રેસર થઈ ત્યાં અહિંસાનો સિદ્ધાંત પણ અગ્રેસર થયો. જ્યાં કૃષિ છે ત્યાં પશુપાલન પણ છે. આ રીતે કૃષિ અહિંસાના પથને પ્રશસ્ત કરતી રહી નથી. એવા કૃષિ કર્મને મહારંભ બતાવવામાં આવ્યો છે તે મોટો અફસોસ થાય છે.
જિંદગીની મુખ્ય બે જ આવશ્યકતાઓ છે - અનાજ અને કપડાં. એ બંને કૃષિથી પ્રાપ્ત થાય છે. આ કેવી વિડંબના છે કે જીવન માટે અનાજનો ઉપયોગ તો કરવામાં આવે છે, પરંતુ જે અનાજ ઉપર જનજીવન નિર્ભર છે, એને ઉત્પન્ન કરનારા તો મહાપાપી કે મહારંભી કહેવામાં આવે છે ?
જૈન તીર્થકરો દ્વારા પ્રરૂપિત જૈન ધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે. તે વિશ્વમાં સર્વત્ર અહિંસાનો પ્રચાર અને પ્રસાર કરવા માંગે છે. એ ત્યારે જ સંભવ છે કે જ્યારે માંસાહારના પ્રત્યે લોકોમાં ધૃણા પેદા થાય. ધૃણિત અને હિંસક માંસાહાર ત્યારે જ છોડાવી શકાય છે જ્યારે વિકલ્પના રૂપમાં શાકાહારના પ્રત્યે આકર્ષણ અને એના લાભો એમને બતાવવામાં આવે. વિશ્વમાં વધતા માંસાહારના પ્રચલનને રોકવા માટે શાકાહાર એક સશક્ત વિકલ્પ છે. શાકાહારના પ્રત્યે રુચિ પેદા કરીને લોકોને માંસાહારના મહાપાપથી બચાવી શકાય છે. શાકાહારની પ્રચુર ઉપલબ્ધિ માટે કૃષિ કર્મ આવશ્યક છે. આ રીતે કૃષિ કર્મ, માંસાહારની વિકૃતિ અને એનાથી થનારા હિંસામય પાપ કર્મના વિરુદ્ધ એક સશક્ત વિકલ્પ અને પડકાર છે. હિંસાના વિરુદ્ધ આ પડકારને મહારંભ કહેવો કોઈ રીતે સંગત નથી.
અહિંસાના પ્રચારક જૈન આચાર્યોએ લોકોને સમજાવ્યું છે કે - “પ્રકૃતિએ ધાન્ય, શાકભાજી, ફળ વગેરે અનેકવિધ સાત્ત્વિક ખાદ્ય પદાર્થ માનવને પ્રદાન કર્યા છે, તો માનવ કેમ અખાદ્યમાંસાહારનો ઉપયોગ કરે છે? પ્રકૃતિ અને કૃષિ દ્વારા પ્રદત્ત સાત્ત્વિક ખાદ્ય-સામગ્રીને છોડીને માંસાહાર કરવો માનવીય સહજ પ્રકૃતિનું પ્રતિકૂળ આચરણ કરવું છે. તાત્પર્ય એ છે કે પ્રકૃતિ અને કૃષિ દ્વારા પ્રદત્ત શાકાહારી સામગ્રીની વિપુલતા હોવા છતાંય લોકોનો માંસાહાર છોડાવી શકાય છે. આ રીતે કૃષિ મહારંભ રૂપ ન થતાં અહિંસાની સાધિકા સિદ્ધ થાય છે. (૪૬) એ છે કે
જિણધમો