________________
‘જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ’ના બીજા વક્ષસ્કારમાં વર્ણન આવે છે કે - છઠ્ઠા આરામાં બધાં વૃક્ષો સમાપ્ત થઈ જશે. એ સમયના મનુષ્યો ગુફાઓમાં ચાલ્યા જશે અને મહાદુ:ખી થશે. ઉત્સર્પિણી કાળનો પહેલો આરો પણ આજ દુઃખમય અવસ્થામાં વીતી જશે અને જ્યારે બીજો આરો લાગશે ત્યારે વિવિધ મેઘ વરસશે અને પૃથ્વી પણ તપેલ ગોળા સમાન ગરમ થઈ ગઈ હતી, શાંત થઈ જશે અને આખી પૃથ્વી વનસ્પતિથી હરીભરી થઈ જશે. ત્યારે દરવાળા જીવ બહાર નીકળશે. એમના શરીરમાં માંસ ખાતાં-ખાતાં કુષ્ઠ-ખરજવું વગેરે બીમારીઓ થઈ ગઈ હતી, એ ઠંડી હવા લાગવાથી અને વૃક્ષોના ફળ ખાવાથી, દવા મળવાથી દૂર થઈ જશે. ત્યારે તે જનતાને ભેગા કરીને કહેશે કે જુઓ - ‘આપણા માટે પ્રકૃતિની કૃપા થઈ ગઈ છે અને એટલા સુંદર-સુંદર ફળ, ફૂલ અને વનસ્પતિઓ થઈ ગઈ છે. આજથી બધા પ્રણ કરો કે કોઈ માંસ નહિ ખાય. અગર કોઈ માંસ ખાશે તો આપણે એના પડછાયાને પણ સ્પર્શ નહિ કરીએ.’
આગમનો ઉક્ત પાઠ કહે છે કે - ‘માંસાહારના મહારંભે શું કર્યું અને શાકભાજી વગેરે વનસ્પતિએ શું ચમત્કાર બતાવ્યો ?’ શાકભાજી વગેરે વનસ્પતિએ ચાલ્યા આવતા માંસાહારના મહારંભને છોડાવી દીધો. વનસ્પતિઓ અને ખેતીવાડીથી પ્રાપ્ત ધાન્ય વગેરે કર્મભૂમિના પ્રારંભમાં પણ મહારંભથી બચાવે છે અને જ્યારે ઉત્સર્પિણીનો બીજો આરો લાગે છે ત્યારે પણ એ જ મહારંભથી બચાવે છે. ફળ, પત્તાંઓ અને વનસ્પતિઓ અલ્પારંભના પ્રતીક છે અને મહારંભને રોકવાનું ચિહ્ન છે. આમ, અહીં અને ત્યાં બંને જગ્યાએ જ્યારે વનસ્પતિઓ થઈ જાય છે અને ખેતી થાય છે તો માનવ-સમાજ-મહાહિંસાથી બચે છે. મહાહિંસાથી બચાવનાર કૃષિ કર્મ મહાહિંસા રૂપ કેવી રીતે હોઈ શકે છે ?
કૃષિ સ્ફોટ કર્મ નથી :
કૃષિને મહારંભ માનનારાઓનો મુખ્ય તર્ક છે કે કૃષિમાં જમીનને તોડવા(ચીરવા)માં આવે છે, તેથી તે સ્ફોટ કર્મ (ફોડી કમ્મ) નામના કર્માદાનની અંતર્ગત આવે છે. કર્માદાન પ્રચુર કર્મોના સ્રોત છે તેથી મહારંભ છે તથા શ્રાવક માટે વર્જનીય છે. આ તર્ક ખૂબ જ તુચ્છ અને સારહીન છે. એવું કહેનાર વ્યક્તિઓ ‘ફોડી કમ્મે’ના વાસ્તવિક અર્થને સમજતી નથી. ‘ફોડી’ શબ્દ સંસ્કૃતના ‘સ્ફોટ’ શબ્દથી બનેલ છે, જેનો અર્થ છે ધમાકો થવો કે ધડાકો થવો. જ્યારે પહાડ ખોદીને એમાં દારૂખાનું ભરવામાં આવે છે તો ધડાકો થાય છે અને પહાડો ટુકડા-ટુકડા થઈને અહીં-તહીં ઉછળી પડે છે. જ્યારે તે ઉછળે છે તો દૂર-દૂર સુધીના પ્રદેશમાં રહેલાં જાનવરો અને માણસો સુધી પણ ક્યારેક ક્યારેક મરી જાય છે કે ઘાયલ થઈ જાય છે. અનેક નિર્દોષ પ્રાણીઓના પ્રાણપંખેરું ઊડી જાય છે. ખાણો ખોદવા માટે આ પ્રમાણે દારૂખાનું લગાવી પહાડો તોડવામાં આવતા હતા. અને આજે પણ તોડવામાં આવે છે. આમ, વિસ્ફોટ દ્વારા પહાડો તોડવાનો વ્યવસાય ‘ફોડી કમ્મે’ કહેવાય છે. દારૂખાના દ્વારા ધડાકો કરવો વિસ્ફોટ કે સ્ફોટ કહેવાય છે.
અહિંસા-વિવેક
૪૭