________________
કૃષિ આર્ય કર્મ છે :
ખેતી આર્ય કર્મ છે. એના માટે શાસ્ત્રીય પ્રમાણોને શોધવાની જરૂર નથી. તે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. એમનો ઉલ્લેખ કર્યા પહેલાં સ્વાંતઃકરણના વિવેકના પ્રકાશમાં જે અનુભવ થાય છે, એને જ પ્રગટ કરવો સમુચિત લાગે છે. ખેતી આર્ય કર્મ છે કે નહિ, આ પ્રશ્ન પર વિચાર કરવા માટે સૌ પ્રથમ પોતાના અંતઃકરણથી જ જવાબ માંગવો જોઈએ.
જે ખેડૂત દિવસભર ચોટીથી એડી સુધી પરસેવા વહાવે છે, અર્નાજ ઉત્પન્ન કરીને સંસારને આપે છે, પોતાનો બધો સમય, પરિશ્રમ અને જીવન એની પાછળ લગાવી દે છે, એવા અજ્ઞોત્પાદક અને અન્નદાતાને તો અનાર્ય કર્મી કહેવામાં આવે અને એને ખાઈને એશ-આરામથી જિંદગી વિતાવનારા આર્ય કર્મી હોવાનો દાવો કરે, આ અટપટી વાત અંતઃકરણ ક્યારેય સ્વીકાર કરી શકે છે ? વિવેકનો ગજ કામમાં લઈએ તો તમે સાચું માપ કાઢી શકશો. કોઈપણ સંતુલિત મગજવાળી વ્યક્તિ આ કેવી રીતે સ્વીકાર કરશે કે અનાજને ઉત્પન્ન કરનાર તો અનાર્ય કર્મી છે અને અનાજને ખાનાર આર્ય કર્મી છે ?
શાસ્ત્રમાં ક્યાંય કૃષિને અનાર્ય કર્મ કે મહારંભ નથી બતાવવામાં આવ્યું, પણ એને આર્ય કર્મના રૂપમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં ઉલ્લેખ છે કે - જે સાધક પોતાનું જીવન સાધનામાં વ્યતીત કરે છે, જે સત્કર્મના માર્ગ પર ચાલે છે અને શુભ ભાવનાઓ રાખે છે, તે પોતાનું આયુષ્ય સમાપ્ત કરીને દેવલોકમાં જાય છે. દેવલોકના જીવન પછી એની શું સ્થિતિ થાય છે, એ બતાવવા માટે ત્યાં કહેવામાં આવ્યું છે -
खित्तं वत्थु हिरण्णं च, पसवो दास पोरुसं । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ मित्तवं णाइवं होइ, उच्चागोए य वण्णवं । अम्पायंके महापण्णे, अभिजाए जसो बले ॥
જે સાધક દેવલોકમાં જાય છે તે જીવનનો પુનઃ પ્રકાશ મેળવવા માટે એવાં સ્થાનોમાં જન્મ લેશે જ્યાં ખેતી લહેરાતી હશે. ઉક્ત ગાથાઓમાં સૌથી પહેલું પદ એ આવ્યું છે કે એ સાધકને ખેતરની પ્રાપ્તિ થશે. સોના-ચાંદીથી પણ પહેલાં ખેતરનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આનો અભિપ્રાય એ છે કે ખેતીવાડી, ખેતર અને જમીનનું મળવું પુણ્યનું ફળ છે. જો ખેતીવાડી અને ખેતર વગેરે પાપનાં ફળ હોત તો શાસ્ત્રકાર એને પુણ્યનું ફળ
કેમ કહેતા ?
ભગવાન મહાવીરે કૃષિ કર્મ કરનારી વ્યક્તિઓને વૈશ્ય બતાવી છે. પ્રાચીન જૈન અને જૈનેત્તર સાહિત્ય સ્પષ્ટ બતાવે છે કે - ખેતી કરવી વૈશ્યનું કાર્ય હતું. આજે તે શૂદ્રો કે અનાર્યોનું કાર્ય બતાવવામાં આવે છે.' આ કેટલું મોટું અસત્ય છે ? ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ટીકાકાર વાદિ-વૈતાલ શાંત્યાચાર્ય, જે વિક્રમની અગિયારમી શતાબ્દીમાં થયા છે, એમણે ‘મુળા વસો વ' પદ પર ટીકા કરતા કહ્યું છે
અહિંસા-વિવેક
૫૧