________________
સમસ્યા ઊભી થઈ ગઈ હતી. જો ભગવાન ઋષભદેવ એ સમયે લોકોને કૃષિ વગેરેનું શિક્ષણ ન આપતા તો માનવ-સમાજ સુધાતુર થઈને પ્રાણીઓને અને પોતાની જાતિને જ ખાવા લાગત. એ સ્થિતિમાં કેટલી ભયાનક હિંસા થાત ! આ વાતની પુષ્ટિમાં અન્ય પ્રમાણની આવશ્યકતા નથી, પ્રત્યક્ષ પ્રમાણ આ વાતને સિદ્ધ કરે છે. પ્રભુ ઋષભદેવની આ કૃષિમય સંસ્કૃતિ જ્યાં નથી પહોંચી ત્યાં આજે પણ પ્રાણીઓનું માંસ જ સુધાની નિવૃત્તિનું સાધન બની રહ્યું છે.
જ્યાં કૃષિ નથી હોતી, ત્યાં માંસાહાર જ પ્રચલિત છે. ત્યાં કૃષિના અભાવમાં કેટલી ભીષણ હત્યા પ્રચુર માત્રામાં થઈ રહી છે, આ ખૂબ ગંભીરતાથી વિચારણીય વિષય છે. પ્રભુ ઋષભદેવે કૃષિકાર્યનું શિક્ષણ આપીને જગતને મહાન હિંસાના માર્ગથી હટાવ્યું છે અને માનવજાતિને અહિંસક રીતિથી જીવનનિર્વાહની વિધિ બતાવી છે. આ અહિંસક વિધિને મહારંભનું કાર્ય બતાવવું ભગવાન ઋષભદેવની આશાતના કરે છે. આચાર્ય સમંત ભદ્ર ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતાં કહ્યું છે -
શરીર ધ્યાતિષ શર્મ પ્રજ્ઞા:” - બૃહસ્વયંભૂ સ્તોત્ર ભગવાન ઋષભદેવના કોમળ હૃદયમાં અપાર કરુણાનું ઝરણું વહ્યું. એમણે જોયું કે આખી જનતા ભૂખથી પીડિત થઈને નષ્ટ થઈ જશે. પરસ્પર લડી-લડીને મરી જશે, લોહીની ધારાઓ વહેવા લાગશે, તો ભગવાને એ અકર્મ પ્રજાને કર્મની પુરુષાર્થની ચેતના આપી. કિંકર્તવ્યમૂઢ પ્રજાને દેશ-કાળાનુસાર કર્મભૂમિમાં અવતરિત કરી અને ભૂખની સમસ્યાને કૃષિકર્મના શિક્ષણ દ્વારા હલ કરી.
જો કોઈ એ કહે કે ભગવાને જ્યારે અસિ-મષિ-કૃષિની કલાઓ શીખવાડી હતી ત્યારે તે ભગવાન નહોતા. તે છમસ્થ હતા. પરંતુ એવું કહેનાર શું એ નથી જાણતા કે એ સમયે તે ભગવાન મતિ-શ્રુત-અવધિ આ ત્રણ જ્ઞાનથી સંપન્ન હતા. એમનું અવધિ જ્ઞાન લૂલ-લંગડું કે ભૂલે-ભટકેલું (વિભંગ જ્ઞાન) નહોતું. આ વિશાળ અવધિ જ્ઞાન હતું. એ સ્થિતિમાં એમણે જે જ્ઞાન આપ્યું, જે કલાઓ શીખવાડી, તે મહારંભવાળી કેવી રીતે કહી શકાય છે ? જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ'માં પાઠ છે કે -
“પાદિયા ૩વસિર્ફ ” ભગવાને પ્રજાના હિત માટે, સુખ-સુવિધા માટે કૃષિ વગેરેનો ઉપદેશ આપ્યો.
એવું સ્પષ્ટ તથા સચોટ પ્રમાણ હોવા છતાંય કૃષિને મહારંભનું કાર્ય બતાવવું તીર્થકર દેવની અવમાનના અને આશાતના છે.
જૈન સિદ્ધાંત અનુસાર મહારંભ નરકનું દ્વાર છે. જો કૃષિ કર્મ મહારંભ હોત તો શ્રી ઋષભદેવ ભગવાન જનતાને કૃષિ કર્મનું શિક્ષણ કેમ આપતા ? શું તે જનતાને નરકમાં મોકલવા માંગે છે? એક તરફ ભગવાનને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન અને પરમ કૃપાળુ માનવા અને બીજી તરફ એમના દ્વારા પ્રવર્તિત કૃષિ કર્મને મહારંભી બતાવીને એના કારણે નરકની ભૂમિકાને તૈયાર કરનાર બતાવવું કેટલું અસંગત અને પરસ્પર વિરોધી કથન છે? શું કોઈ [ અહિંસા-વિવેક છે.
મજ૫)