________________
સુધી ન જાણે કેટલાય પરિવારોને નષ્ટ કરી દે છે. નીતિકારોએ જે સાત દુર્વ્યસન બતાવ્યાં છે, એમાં જુગાર-સટ્ટો પ્રથમ છે. જુગારીઓ અને સટોડિયાનું અંતઃકરણ સંક્લેશમય અને હંમેશાં વ્યાકુળ રહે છે. આ વ્યવસાયના કારણે સમાજમાં અને વ્યક્તિના જીવનમાં અનેક દોષો પ્રવેશ કરી દે છે, એમનું પરિણામ ખૂબ જ ભયંકર રૂપમાં સામે આવે છે.
એ કહેવું કે - ‘સટ્ટા-જુગારના ધંધામાં જીવહિંસા નથી થતી, ભયંકર અજ્ઞાન છે.' આ ધંધામાં એટલી વધુ ભયંકર હિંસા થાય છે, જેનું વર્ણન નથી થઈ શકતું. આ ધંધો હજારો પરિવારો અને એમના લાખો સભ્યોને બરબાદીમાં નાખીને એમની ક્ષણ-ક્ષણ હિંસા કરી રહ્યા છે. સટ્ટા-જુગારમાં હારેલી અનેક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે. સટોડિયાઓ અને જુગારીઓનાં બાળકો અને પત્નીઓ ખૂબ મુસીબતોમાં ફસાયેલી રહે છે. એમની ખૂબ દુર્દશા થાય છે. શું આ ઓછી ભયંકર હિંસા છે ! હજારો પરિવારોની દુર્દશા અને બરબાદીનું કારણ આ જુગાર-સટ્ટાનું દુર્વ્યસન છે. એમાં જીવહિંસા ન થવાની વાત કરવી અગ્નિને શીતળ બતાવવા સમાન છે.
જુગાર અને સટ્ટાની આવક પણ અનર્થકારી છે અને નુકસાનકર્તા પણ, અનિષ્ટ પેદા કરનાર હોય છે. બંને સ્થિતિઓ અનર્થોને જન્મ આપે છે, તેથી આ બેધારી તલવારની જેમ ભયંકર અને ઘાતક છે. જ્યારે કોઈ વ્યક્તિ સટ્ટા-જુગારમાં કમાય છે ત્યારે તે એ પ્રાપ્ત ધનરાશિને મોજશોખમાં ઉડાવી દે છે,. એશોઆરામમાં ખર્ચી નાખે છે, તે રાશિ (રકમ) એને અનાયાસ, પરસેવા પાડ્યા વગર, મફતમાં જ પ્રાપ્ત થાય છે; તેથી તે એને ખર્ચ કરવામાં બેજવાબદાર બની જાય છે. એ મફતની કમાઈના સાથે અનેક દુર્વ્યસન પણ આવી જાય છે. અનેક અનૈતિક કાર્યો અને દુરાચારોનો એ શિકાર બની જાય છે. એ અનીતિ અને મફતની કમાઈ એની બુદ્ધિને વિકૃત બનાવી દે છે, અને વિકૃત બુદ્ધિ અનેક દુર્ગુણોને આમંત્રિત કરે છે. એ કમાઈ વધુ દિવસો સુધી નથી ટકતી અને પછી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સટ્ટા-જુગારની કમાઈ વિલાસિતાને વધારે છે અને ધર્મધર્મને હાનિ કરે છે. તેથી સટ્ટા-જુગારની કમાઈને પણ નીતિકારોએ અનર્થકારી બતાવી છે. સટ્ટા-જુગારમાં થનારી હાનિ એટલી અનિષ્ટકારી હોય છે કે અનેક વાર વ્યક્તિ આત્મહત્યા સુધી કરી નાખે છે એવા સેંકડો ઉદાહરણ સાંભળવાં મળે છે. જુગાર-સટ્ટાના ધંધામાં કર-સંપત્તિની વિશેષ જરૂરિયાત ન હોવાથી અમર્યાદિત નફો-નુકસાન થઈ જાય છે. એ પરિસ્થિતિમાં હોશ-હવાસ ઊડી જાય છે અને વ્યક્તિ આર્તધ્યાનથી ગ્રસ્ત થઈ જાય છે. આર્તધ્યાન માનસિક હિંસાનો સ્રોત છે.
એક પ્રસિદ્ધ સંતે ઉલ્લેખ કર્યો છે કે - “એમની પાસે એક વ્યક્તિ આવી અને કહેવા લાગી : “મહારાજ ! અત્યાર સુધી હું ખેતીનો ધંધો કરતો હતો. ખૂબ દુ:ખી હતો અને મહારંભના કારણે સમય પણ નહોતો મળતો. હવે ચાંદીનો સટ્ટો કરું છું. કોઈ ઝંઝટ નથી. જમીનો વેચી દીધી છે. ખૂબ સમય મળે છે અને ખૂબ મજામાં છું.” બે મહિના પછી એ
અહિંસા-વિવેક
૪૩