________________
જ ગૃહસ્થ એક દિવસ એ સંતના પાસે ઉદાસ થઈને આવ્યો અને કહેવા લાગ્યો : “મહારાજ ! બધું ખોઈ દીધું. બધી સંપત્તિ ચાલી ગઈ. કોઈ કામનો ના રહ્યો.”
આ ઉલ્લેખથી આંખો ખૂલી જવી જોઈએ અને સમજી લેવું જોઈએ કે સટ્ટો-જુગાર કેટલો ઘાતક અને અનર્થકારી છે.
ખરા અર્થોમાં સટ્ટો-જુગાર કોઈ વ્યવસાય નથી, છતાં એક સામાજિક અને રાષ્ટ્રીય અપરાધ છે. આ વ્યવસાયમાં કંઈક નવું ઉત્પાદન નથી થતું, પણ ધનની હેરાફેરી માત્ર થાય છે. પૈસો એકના ખિસ્સાથી નીકળીને બીજાના ખિસ્સામાં ચાલ્યો જાય છે. નવું કંઈ પેદા નથી થતું અને ખર્ચ તો થાય છે આમ, અનુત્પાદક વ્યવસાય સમાજ અને રાષ્ટ્રને માટે અહિતકર અને હાનિકારક છે. માટે સરકાર પણ આને અપરાધ માને છે. સમાજ કે રાષ્ટ્રની કોઈ વ્યક્તિ જો પોતાના શ્રમથી કંઈક ઉત્પાદન નથી કરતી કે કોઈ સમાજ દેશ માટે હિતકારી પ્રવૃત્તિ નથી કરતો તો તે દેશ કે સમાજ માટે ભારરૂપ થાય છે. માટે નૈતિક, ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય, પારિવારિક અને વૈયક્તિક બધી દષ્ટિઓથી સટ્ટો-જુગાર-વ્યાજનો ધંધો વર્જનીય અને ત્યાજ્ય છે.
વ્યાજનો વ્યવસાય શોષણ-વૃત્તિનો પ્રતીક છે. વ્યાજખોર વ્યક્તિ ગરીબ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલે છે. વ્યાજખોરની માનવીય દયા સમાપ્ત થઈ જાય છે, એનું હૃદય કઠોર થઈ જાય છે. વ્યાજખોરમાં ધનની લાલસા તીવ્ર થઈ જાય છે. પ્રાયઃ ગરીબ લોકો જ ઊંચા વ્યાજના શિકાર બને છે. જેની પાસે પહેલાંથી અર્થની તંગી છે, એમના પાસેથી વધુ વ્યાજ વસૂલવું નિર્દયતા અને કઠોરતા નથી તો શું છે? વ્યાજખોરોના કારણે હૃદય ખૂબ નાનું અને કઠોર બની જાય છે. માટે વ્યાજની જીવિકા શોષણ અને કઠોરતાની સૂચક છે. વ્યાજની આવક પસીનાની કમાઈ નથી. તે એક પ્રકારની મફતખોરી (મફતિયું) છે. વ્યાજથી પણ નવું કંઈ જ ઉત્પાદન નથી થતું, તેથી રાષ્ટ્રીય દષ્ટિએ એ કોઈ વ્યવસાય નથી, પણ સંગ્રહખોરીનો પુરસ્કાર માત્ર છે. - નિષ્કર્ષ એ છે કે જુગાર-સટ્ટો કે વ્યાજનો વ્યવસાય દ્રવ્ય હિંસાજનક ન હોવા છતાંય ભાવ હિંસાજનક છે. એમાં બીજાને ઈરાદાપૂર્વક ચૂસવાની વૃત્તિ હોય છે, માટે શ્રાવકને એવા નિંદ્ય વ્યવસાય ન કરવા જોઈએ. શું કૃષિ મહારંભ છે ?
કૃષિ કર્મ મહારંભ નથી. જેમ કે કંઈક જૈન ધર્માનુયાયી જ ભ્રાંત ધારણાને વશીભૂત થઈને કહે છે. કૃષિ પોતાની સાથે કરુણા અને અહિંસાનો સંદેશ લઈને યુગ વગેરે પ્રવર્તક પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ દ્વારા પ્રવર્તિત થઈ છે. આ ખૂબ દુઃખ અને વિસ્મયનો વિષય છે કે ભગવાન ઋષભદેવના કથિત અનુયાયી જ જગતની સુધાને અહિંસક રીતે શમન કરનાર કૃષિ કર્મને મહારંભનું કાર્ય બતાવે છે. કલ્પના કરો એ સ્થિતિની જો ભગવાન આદિનાથ, એ કાળમાં કૃષિ કર્મનું શિક્ષણ પ્રદાન નથી કરતા ત્યારે શું થાત? કલ્પવૃક્ષોએ ફળ દેવું બંધ કરી દીધું હતું, અને તત્કાલીન માનવ-સમાજની સામે સુધાને શાંત કરવાની જ્વલંત (૪૪) છે છે
છે તે જિણધમો)