________________
પરેશન કરવાનું કહે છે, તો એને કરાવવામાં પણ અલ્પ પાપ લાગશે. ઑપરેશન તો બંનેએ બીજાથી કરાવ્યું, બંનેએ પોતે ન કર્યું, પરંતુ પહેલાં ડૉક્ટરને મહાપાપ લાગશે અને બીજાને અલ્પ લાગશે. આ રીતે કોઈ ત્રીજી વ્યક્તિ સ્વયં પરેશન કરવાનું નથી જાણતો, છતાંય જે જાણે છે, એને રોકીને સ્વયં ઑપરેશન કરે તો એને મહાપાપ લાગશે. એવી અજાણ અનાડી વ્યક્તિ દ્વારા કરેલું ઓપરેશન કદાચ સુધરી પણ જાય, તો પણ તે પાપનો ભાગી હશે અને અનધિકૃત કામ કરવાના કારણે સરકાર પણ એને અપરાધી માનશે. એ પહેલા ડૉક્ટરને કરાવવાથી પણ મહાપાપ લાગ્યું, બીજાને કરાવવામાં પણ અલ્પ પાપ લાગ્યું
અને ત્રીજાને સ્વયં કરવામાં પણ મહાપાપ લાગ્યું. આનું કારણ એ જ છે કે આ ત્રણેયમાં વિવેકનું અંતર છે. બીજું ઉદાહરણ લો.
એક મહિલા વિવેકરહિત અને બીજી વિવેકી છે. વિવેકી મહિલા વિચારે છે કે - “ભોજન બનાવવામાં પાપ લાગે છે, પરંતુ સ્વયં ખાવા અને કુટુંબીઓને ખવડાવવાની જવાબદારીથી તે મુક્ત નથી. આ માટે તે બીજી મહિલાને ભોજન બનાવવાના કામમાં લગાવે છે. તે બીજી મહિલા વિવેકી નહોતી. અસાવધાનીથી એનાં કપડાંમાં આગ લાગી ગઈ, તે બળી ગઈ. એવી સ્થિતિમાં તે કામમાં લગાવનાર વિવેકી મહિલા પ્રસન્ન થશે કે અપ્રસન્ન? તે વિચારશે કે - “નકામી, મેં આને ભોજન બનાવવાના કામમાં લગાવી. જો હું જ વિવેકથી કરતી તો આ અનર્થ ન થાત.” આ સ્પષ્ટ જ જ્ઞાન થઈ જાય છે કે કરવાની અપેક્ષા કરાવવામાં વધુ પાપ થયું. આ રીતે એક મહિલા સ્વયં તો વિવેક રાખતી નથી અને વિવેકી મહિલાને કરવા પણ નથી દેતી અને સ્વયં કરવા બેસી જાય, તો કરવામાં વધુ પાપ થશે કે નહિ ? આ રીતે જ્યાં વિવેક છે, ત્યાં કરવામાં પણ વધુ અલ્પ પાપ છે અને કરાવવામાં પણ અલ્પ પાપ છે. પણ જ્યાં વિવેક નથી, ત્યાં કરવા છતાંય મહાપાપ છે અને કરાવવામાં પણ મહાપાપ થાય છે. આ વિવેકની અપેક્ષાથી વાત થઈ.
હવે કરવા - કરાવવા અને અનુમોદનમાંથી કોનામાં વધુ પાપ થઈ શકે છે, આ વિચારીએ. કોઈ વ્યક્તિ સ્વયં હાથે આરંભ કરવા લાગે તો કેટલું પણ કરે, તે મર્યાદિત હશે. પણ કરાવવામાં તો લાખો-કરોડોથી પણ કરવા માટે કહી શકાય છે. કરવામાં તો બે જ હાથ લાગે છે, પરંતુ કરાવવામાં લાખો-કરોડો હાથ લાગી શકે છે. કરવાનો તો સમય પણ મર્યાદિત હશે, પરંતુ કરાવવામાં તો સમયનો પણ વિચાર નથી રહેતો. કરવાનું ક્ષેત્ર પણ મર્યાદિત હશે, પરંતુ કરાવવાનું ક્ષેત્ર વ્યાપક હોય છે. આ રીતે કરવાનું દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ મર્યાદિત હોય છે જ્યારે કરાવવાનું દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ખૂબ વ્યાપક હોય છે. આ કારણે સ્વયં કરવાની અપેક્ષા કરાવવાથી પાપ વધુ ખુલ્લું રહે છે. હવે અનુમોદનને લો. કામ કરાવવામાં પણ કોઈ વ્યક્તિ જોઈએ જ, પરંતુ અનુમોદન તો અહીં બેઠેલાં જ બધાં જગતનાં પાપોના થઈ શકે છે. એક આદમીએ મહેલ બનાવ્યો ત્યારે પણ તે આરંભની પ્રશંસા નથી કરતો, પણ એ મહેલને જોનારો કહે છે કે - “શું ભવ્ય મહેલ બનાવ્યો છે ! અમર નામ કરી દીધું.” વગેરે. આ સ્થિતિમાં મહેલ બનાવનાર તો અલ્પ પાપી રહ્યો, પરંતુ એનું અનુમોદન કરનાર વધુ પાપી બન્યો. ( અહિંસા-વિવેક
]