________________
માની લો એક રાજા જેન છે. એના સમયે એક એવો અપરાધી લાવવામાં આવ્યો જેણે ફાંસીની સજાના યોગ્ય અપરાધ કર્યો હતો. તે રાજા વિચારવા લાગ્યો કે - “હું ચાહું છું કે આ અપરાધી ન મરે, પરંતુ જો એના અપરાધની ભયંકરતાને જોતાં ફાંસીની સજા નહિ આપું તો ન્યાયનું ઉલ્લંઘન થશે.” આમ, એણે ન્યાયના રક્ષણ-હેતુ ખૂબ સંકોચ સાથે એ અપરાધીને ફાંસીની સજા સંભળાવી. ફાંસી લગાવનાર એ અપરાધીને ફાંસીના સ્થાને લઈ ગયો. તે પણ મનમાં વિચારતો હતો કે - “ફાંસી લગાવવાનું કામ ખરાબ છે. હું નથી ચાહતો કે કોઈને ફાંસી લગાવું, પરંતુ રાજ્યની નોકરી કરું છું, તેથી એની આજ્ઞા માનવી મારું કર્તવ્ય છે. રાજા પણ ન્યાયથી બંધાયેલા છે, હું પણ કર્તવ્યથી બંધાયેલો છું, તેથી મજબૂર થઈને આ કામ કરવું પડે છે.'
ત્યાં એક ત્રીજી વ્યક્તિ ઊભી હતી. એને કોઈ પ્રકારનો આદેશ આપવાનો અધિકાર નહોતો, એની આજ્ઞા ચાલી પણ શકવાની નહોતી, છતાં ઊભો-ઊભો ખૂબ ઉમંગવશ કહે છે - “શું જુએ છે? લગાવને એને ફાંસી? કેમ વાર કરે છે? આને તો ફાંસી પર ચડાવવો જ સારો છે ?”
હવે ઉક્ત ત્રણેય વ્યક્તિઓમાંથી વધુ પાપ કોને થયું? રાજા અને ફાંસી લગાવનાર ફાંસીનું કામ કરવા - કરાવનાર પર પણ એ ફાંસીના કામની પ્રશંસા નથી કરતા, પણ પેલો ત્રીજો વ્યક્તિ નકામો જ ફાંસી લગાવવાના કામની પ્રશંસા કરીને વગર જોઈતી આજ્ઞા આપીને મહાપાપ કરી રહ્યો છે.
ફાંસી લગાવવાના સ્થાન પર બીજા પણ દર્શક લોકો હતા. એમાંથી જે વિવેકી હતા, તે તો વિચારતા હતા કે - “આ બિચારો પાપના કારણે જ ફાંસી પર ચઢી રહ્યો છે. જો આણે અપરાધ ન કર્યો હોત તો શું ફાંસી લાગત? તેથી આપણે પણ પાપથી બચવું જોઈએ.' જે દર્શક અવિવેકી હતા, તે કહી રહ્યા હતા કે – “સારું થયું છે કે આને ફાંસી મળી. આ ખૂબ જ દુષ્ટ હતો, પણ ચતુર નહોતો. આપણે કેવા ચતુર છીએ કે અપરાધ પણ કરી લઈએ છીએ અને રાજ્ય કે અન્ય કોઈની પકડમાં પણ નથી આવતા.”
ઉક્ત બંને પ્રકારના દર્શકોમાંથી મહાપાપી કોણ અને અલ્પપાપી કોણ? સ્પષ્ટ છે કે અવિવેકી દર્શકોએ મહાપાપનો બંધ કર્યો છે. એનાથી એ અર્થઘટન ન કરવું જોઈએ કે કરાવવાથી જ મહાપાપ થાય છે, કરવા અથળા અનુમોદનથી નહિ કે કરવાથી જ મહાપાપ થાય છે, કરાવવા કે અનુમોદનથી નહિ. નિષ્કર્ષ એ નીકળે છે કે જ્યાં અવિવેક છે ત્યાં મહાપાપ છે અને જ્યાં વિવેક છે ત્યાં અલ્પ પાપ છે. એક ઉદાહરણ દ્વારા આ વાત વધુ સ્પષ્ટ થઈ જાય છે.
એક ડૉકટર ઑપરેશન કરવામાં કુશળ છે, પણ તે કહે છે કે - “મને ધૃણા થાય છે, તેથી હું તો ઓપરેશન નથી કરતો.” અથવા પ્રમાદવશ તે કંપાઉન્ડરને ઓપરેશન કરવા માટે કહે છે. કંપાઉન્ડર અનાડી છે, અકુશળ છે. એવી હાલતમાં તે ડૉક્ટર સ્વયં ઓપરેશન ન કરીને કંપાઉન્ડરથી કરાવે તો એ ડૉક્ટરને કરાવવામાં જ મહાપાપ લાગશે, એક બીજો જે સ્વયં પરેશન કરવાનું જાણતો નથી કે ઓછું જાણે છે, તે કોઈ બીજા કુશળ ડૉક્ટરથી (૬૩૬
છે અને તે જ જિણધર્મોો]