________________
એવો વ્યવસાય કે ધંધો નથી કરતો જે મહારંભી હોય, જેમાં ખૂબ વધુ સ્થળ હિંસા થતી હોય, જે નીતિસંમત ન હોય, જે રાષ્ટ્ર કે સમાજ-વિરોધી હોય. શ્રાવક જે પણ વ્યવસાય કે ધંધો કરશે, એને ખૂબ જ વિવેકપૂર્વક સાવધાનીથી કરશે. છતાંય લાચારીવશ ક્યાંક સ્થળ હિંસા થઈ જાય તો તે ઉદ્યોગી હિંસા છે, અને એનાથી શ્રાવકનું અહિંસાવ્રત ભંગ નથી થતું.
ઉદ્યોગી હિંસાનો એ મતલબ નથી કે શ્રાવક ચાહે જે ધંધો કરવા માટે સ્વતંત્ર થઈ ગયો હોય. શ્રાવક એવો વ્યવસાય તો કદી નથી કરી શકતો, જે અનૈતિક હોય, ત્રસ જીવોના વધથી નિષ્પન્ન થયેલી ચીજોનો હોય, દેશ અને સમાજના માટે હાનિકારક હોય. તે એવા ઉદ્યોગ-વ્યવસાય તો કદી નહિ કરે, જેમાં પ્રત્યક્ષ કે સ્થૂળ હિંસા થતી હોય, જેમ કે - માંસ, માછલી, ઈંડાંમરઘી, ખાલ, ચામડી, હાડકાં, કસાઈખાનું, શરાબખાનું, નશીલી ચીજોનો ઉદ્યોગ કે વેપાર. પંદર કર્માદાન :
ભગવાન મહાવીરે શ્રાવક માટે કેટલાક વ્યવસાયોને કર્માદાનમાં પરિગણિત કર્યા છે અને એમને શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય બતાવ્યા છે. કર્માદાન સંજ્ઞક વ્યવસાય એટલા માટે શ્રાવક માટે સર્વથા વર્જનીય છે કે એમાં ત્રસ જીવોની પ્રાયઃ જાણીને-જોઈને હિંસા થાય છે. સ્થાવર જીવોનો પણ પ્રચુર પ્રમાણમાં ઘમસાણ થાય છે, નૈતિક દૃષ્ટિથી પણ એમાં અનેક વ્યવસાયો અત્યંત ધૃણિત તથા અનાચરણીય છે. રાષ્ટ્ર તથા સમાજની દૃષ્ટિએ પણ અનેક વ્યવસાય ઘાતક છે. અનેક વ્યવસાયોમાં ગરીબોનું અત્યધિક શોષણ અને જીવોની ઉત્પન્ન થાય છે. તે પંદર પ્રકારના કર્માદાન (વ્યવસાય) આ પ્રકારે છે :
(૧) ઇંગાલ કમે (અંગાર કર્મ) : મોટાં-મોટાં જંગલો સળગાવીને લાકડાંઓના કોલસા બનાવી, એમને વેચવાનો વ્યવસાય કરવો.
(૨) વણ ઉમે (વન કર્મ) : મોટાં-મોટાં જંગલોનાં હક લઈને લાકડાંઓ કપાવવા તથા વેચવાનો ધંધો કરવો.
(૩) સાડી કમે (શકટ કર્મ) ગાડી-ગાડાં વગેરે બનાવવા - વેચવાનો વ્યવસાય કરવો.
(૪) ભાડી કમે (ભાટક કર્મ) ઊંટ, ઘોડા, બળદ, ગધેડા, ખચ્ચર વગેરે પશુઓ પર અતિ બોજ (વજન) લાદીને એનાથી ભાડું કમાવું.
(૫) ફોડી કર્મો (સ્ફોટ કર્મ) પથ્થર વગેરે તોડવા તથા ખાણ વગેરે ખોદવા માટે બૉમ્બ પાથરીને દારૂખાનાથી ફોડવા.
(૬) દંત વાણિજ્જ (દંત વાણિજ્ય) ઃ હાથી વગેરેના દાંત, નખ, કેશ, ચંવરી, ગાયના બાલ, ખાલ વગેરે ત્રસ જીવોનાં અંગોને વેચવાનો વેપાર કરવો.
(૭) લકખ વાણિજ્જ (લાક્ષા વાણિજ્ય) ઃ લાખ, પેન્સિલ વગેરેનો વેપાર કરવો.
(૮) રસ વાણિજે (રસ વાણિજ્ય) : દારૂ, મધ, ચરબી વગેરે વેચવાનો વ્યવસાય કરવો. (૪૦) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0X જિણધમો)