________________
શ્રાવક પોતાના જીવનનિર્વાહ માટે અલ્પ આરંભજન્ય વસ્તુઓનો ઉપયોગ કે ઉપભોગ કરે છે, તે શ્રાવક વ્રતની દૃષ્ટિથી સ્વતંત્ર છે. પરંતુ પોતાના મોજ-શોખ માટે મૂક પ્રાણીઓનો વધ કરવો કે એમનો વધ કરનારાઓને એમના દ્વારા નિર્મિત હિંસક વસ્તુઓને ખરીદીને પ્રોત્સાહિત કરવા ભયંકર પાપકર્મ છે. માતાના સ્તનથી બાળક દૂધ પીએ છે, આ એનો સ્વાભાવિક આચાર છે. પરંતુ જે બાળક માતાના દૂધની જગ્યાએ સ્તનનું લોહી પીવા માંગે છે, શું એને કોઈ બાળક કે પુત્ર કહેશે? ના, એ તો ઝેરીલો કીડો કહેવાશે. આ રીતે આ પ્રકૃતિ ગાય, ભેંસ, બકરી વગેરેથી દૂધ અપાવે છે. જગતને એનાથી મોટો ઉપકાર થાય છે, પરંતુ નિર્દયી લોકો આ ઉપકારી પશુઓની હિંસા કરીને વધુ દિવસો સુધી દૂધ આપનારાં આ પશુઓને મારીને દૂધના સ્ત્રોતને બંધ કરી દે છે, અર્થાત્ પ્રકૃતિ માતાનાં આ સ્તનોનું લોહી પી જાય છે. આ અબોધ અને મૂક પશુઓના પોકાર અને ચિત્કારને સાંભળનાર કોણ છે ? આજના આ યુગમાં પશુઓની ભયંકર હિંસા થઈ રહી છે. મોટાં-મોટાં યાંત્રિક કતલખાનાંઓમાં લાખો ગાયો, ભેંસો, બકરા-બકરીઓ અને વાછરડાંઓની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી રહી છે. આ મહાપાપના તે બધા ભાગીદાર છે, જે કોઈપણ રૂપમાં આ હત્યારાઓને જાણ્યે-અજાણ્યે પ્રોત્સાહિત કરે છે. પ્રાયઃ વિલાસ અને મોજ-શોખ માટે ઉપયોગમાં આવનારી વસ્તુઓ એવા મહારંભથી નિષ્પન્ન થાય છે. સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ પણ મહારંભજન્ય હોય છે, તેથી વિવેકવાન ગૃહસ્થ મહારંભજન્ય વસ્તુઓનો કદીયે ઉપયોગ નથી કરતો. એ પોતાના જીવનને યથાસંભવ અલ્પારંભથી જ ચલાવે છે. વિવેકવાન સુશ્રાવકને આ સૂત્ર યાદ રાખી લેવું જોઈએ કે જીવનમાં જેટલી તડક-ભડક હશે, જીવનમાં વિલાસિતાનું જેટલું સ્થાન હશે, જેટલું વૈભવ અને મોટાઈનું પ્રદર્શન હશે, એટલી જ હિંસા થશે અને જેટલા અંશોમાં જીવનમાં સાદગી આવશે એટલા અંશોમાં જીવન અહિંસક બનશે. આ સૂત્ર અનુસાર વિવેકવાન સુશ્રાવક પોતાના જીવનમાં વધુમાં વધુ સાદગીને અપનાવીને હિંસાના મહાદોષથી પોતાને અલગ રાખી શકે છે. કૃત-કારિત અને અનુમતિમાંથી વધુ પાપ શેમાં?
પહેલાં કહેવાયું છે કે શ્રાવક પ્રાયઃ બે કરણ, ત્રણ યોગથી વ્રત ગ્રહણ કરે છે, જે ગાઈશ્ય જીવનના દાયિત્વથી હટીને પ્રતિભાધારી ઉત્કૃષ્ટ શ્રાવકનું દાયિત્વ લઈ લે છે. તે ત્રણ કરણ, ત્રણ યોગથી પણ વત ગ્રહણ કરી શકે છે, પરંતુ જેના પર અત્યારે ગૃહસ્થાશ્રમનો ભાર છે, તે ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ નથી કરી શકતા. હા, તે સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યવધના ત્રણ કરણ, ત્રણ સપ્ત યોગથી ત્યાગ કરી શકે છે. કારણ કે ત્યાં સુધી કોઈ મનુષ્ય પહોંચી જ નથી શકતો. અન્ય સ્થિતિઓમાં આંશિક (થોડા) શ્રાવક બે કરણ ત્રણ યોગથી જ હિંસા, અસત્ય વગેરે પાપોનો ત્યાગ કરી શકે છે, અનુમોદનાનો ત્યાગ તે કરી શકતા નથી, કારણ કે એને અનેક એવા લોકોથી પણ પોતાનો સંબંધ રાખવો પડે છે, જે માંસાહારી હો અથવા અન્ય પાપોનો ત્યાગ ન કરેલો હોય. એના પરિવારમાં પણ કોઈ એવી વ્યકિત હોય તો એની સાથે એને રહેવું પડે છે. તેથી સંવાસાનુમતિ અને મનસાનુમતિ બંને પ્રકારની
(૩૨) 2000 2000 2000 જિણધમો]