________________
ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હોય, જે વસ્ત્રોના નિર્માણમાં મજૂરો અને અન્ય લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાના કારણે શોષણ થતું હોય, એ વસ્ત્રોનો ઉપયોગ કરવો શ્રાવક માટે ઉચિત નથી. આજકાલ વસ્ત્ર પહેરવાનો ઉદ્દેશ્ય જ લુપ્ત થઈ ગયો હોય એવું લાગે છે. લોકોએ વસ્ત્રને લજ્જા નિવારણ કે ઠંડી-ગરમીથી સંરક્ષણનું સાધન ન માનીને મોટાઈ અને વૈભવના પ્રદર્શનનું સાધન સમજી લીધું છે. રેશમી વસ્ત્ર ધારણ કરવું, ચમકતાંભડકીલાં અને પારદર્શક વસ્ત્રો ધારણ કરવાં, આજ મોટાઈ માનવામાં આવે છે. “પાતળું ખાવું અને પાતળું પહેરવું' આજની સભ્યતા બની ગઈ છે. પરંતુ આ સભ્યતા લોકોના ધર્મરૂપી ધનનો કેટલો વિનાશ કરી રહી છે, એ ખૂબ જ ગંભીરતાથી વિચારવાની વાત છે. એવાં વસ્ત્રોના નિર્માણમાં કેટલી હિંસા થાય છે અને આ ફેશનપરસ્તીનું કેટલું ઘાતક સામાજિક દુષ્પરિણામ આવે છે, એ ઘણા બધા લોકો નથી સમજી શકતા. સાંભળ્યું છે કે એક ગજ (મીટર) અસલી રેશમ તૈયાર કરવામાં ચાલીસ હજાર રેશમના કીડાઓને મારવામાં આવે છે. રેશમના કીડાઓની લાળ (તાંતણા)થી રેશમ બને છે. આ કીડાઓને ઉકાળતાં ગરમ પાણીની કડાઈમાં નાખવામાં આવે છે, જેનાથી તે લાંબી લાળ છોડે છે. કેટલી નિર્દયતાપૂર્વક લાખો કીડાઓની હિંસા કરવાથી રેશમ બને છે. એવા હિંસક રેશમને કોઈ પાપભીરું શ્રાવક કેવી રીતે ધારણ કરી શકે છે ?
કેટલાંક વસ્ત્રોને ચમકીલા (ચમકતાં) અને મુલાયમ બનાવવા માટે પશુઓની ચરબીનો પણ પ્રયોગ કરવામાં આવે છે. એવાં વસ્ત્રો ધારણ કરનાર શ્રાવકોચિત અહિંસાનો પાલક કેવી રીતે કહી શકાય છે? મિલના ચરબી લગાવેલા મુલાયમ વસ્ત્રો અથવા અત્યંત કીમતી અને પારદર્શક બારીક વસ્ત્ર જેમાં અંગ-અંગ દેખાતું હોય, શું વસ્ત્ર પરિધાનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરે છે ? શું આ પ્રકારના વધુ આરંભથી બનેલાં વસ્ત્રોનો ઉપયોગ અલ્પારંભજીવી શ્રાવક માટે કરવો ઉચિત છે ?
આજકાલ પારદર્શક આકર્ષક વસ્ત્રોના પહેરવેશનો પ્રવાહ ચાલી નીકળ્યો છે, જે મહારંભજન્ય હોવાના કારણે હિંસક તો છે જ, સાથે સામાજિક દુષ્યભાવ પેદા કરવાના કારણે સામાજિક તથા નૈતિક હિંસાનું પણ કારણ બની રહ્યું છે. ચુસ્ત, પારદર્શક તથા આકર્ષક પહેરવેશ કામુકતા અને દુરાચારનું નિમિત્ત બને છે, જેના કારણે અનેક સામાજિક અસ્તવ્યસ્તતાઓ તથા છિન્ન-ભિન્નતાઓ પેદા થાય છે, મર્યાદાઓ તૂટે છે અને અનેક રૂપોમાં હિંસાને જન્મ આપે છે. તેથી અહિંસક શ્રાવકને પોતાની રહેણી-કરણી સાદગીમય બનાવવી જોઈએ. સાદગીમય જીવન જ અલ્પારંભવાળું થઈ શકે છે. તડક-ભડકનું વિલાસી જીવન મહારંભનું પોષક હોય છે. શ્રાવકને મહારંભથી બચવું જ જોઈએ.
મોતીઓનાં આભૂષણોની આજના વૈભવપ્રિય સમાજમાં મોટી પ્રતિષ્ઠા છે. ફૂલોની માળા પહેરીને કોઈપણ શ્રાવક ધર્મસ્થાનકમાં પ્રવેશ નથી કરી શકતો, કારણ કે ફૂલોની માળા વનસ્પતિ કાયિક એકેન્દ્રિય જીવોના આરંભથી જ નિષ્પન્ન થાય છે અને સજીવ પણ છે. પરંતુ મોતીઓની માળા જે પંચેન્દ્રિય પ્રાણીઓના વધથી નિષ્પન્ન થાય છે, પહેરીને લોકો ખૂબ શાનથી (૩૦) 2000 2000 જિણધમો