________________
અભારંભ - મહારંભ મીમાંસા :
વિવેક સંપન્ન ગૃહસ્થ શ્રાવક પોતાના મગજના ત્રાજવા ઉપર પહેલાં એ બોલે છે કે - એ વસ્તુ અલ્પારંભ જન્ય છે, વધુ આરંભ જન્ય છે કે મહારંભ જન્ય છે ?' આ વિવેકનું ત્રાજવા પર તોલ્યા પછી જ એ અલ્પારંભથી નિષ્પન્ન પદાર્થોનો ઉપભોગ કરે છે. તે પોતાના વિવેકની આંખને હંમેશાં ખુલ્લી રાખે છે. તે પોતાને આ અંધારામાં નથી રાખતો કે મેં તો સ્વયં એના નિર્માણમાં હિંસા નથી કરી, તો મને એના ઉપયોગથી હિંસા કેમ કરવી? ભલે જ એના ઉપયોગથી વર્તમાનમાં પ્રત્યક્ષ હિંસા ન દેખાતી હોય, પરંતુ તે પરોક્ષમાં મહાહિંસાનું કારણ છે, એવું માનીને મહારંભજન્ય પદાર્થોનો ઉપયોગ વિવેક સંપન્ન શ્રાવકે ન કરવો જોઈએ.
અલ્પારંભ અને મહારંભના વિશે સમાજમાં અનેક રીતની ભ્રાંત ધારણાઓ બનેલી છે. કેટલાક લોકો માત્ર પ્રત્યક્ષ હિંસાનો જ વિચાર કરે છે, તે એ વસ્તુના નિર્માણની પ્રક્રિયામાં થનારી હિંસાની ઉપેક્ષા કરી દે છે. એમની દલીલ એ છે કે - “અમે તો તૈયાર બની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, અમે એના માટે આરંભ-સમારંભ નથી કરતા. વર્તમાનમાં તે અચિત્ત છે, તેથી એના ઉપયોગમાં હિંસાના ભાગીદાર અમે કેવી રીતે હોઈ શકીએ છે ?' શ્રાવક બે કરણ ત્રણ યોગથી હિંસાનો ત્યાગ કરે છે. હિંસા સ્વયં ન કરવી અને બીજાને ન કરાવવી, એટલી જ એની વ્રત-મર્યાદા છે. અનુમોદનનું પાપ એના માટે ખુલ્લું છે. અનુમોદનથી તે બચી નથી શકતો. તેથી બની-બનાવેલી અચિત્ત વસ્તુઓના ઉપભોગ માટે તે સ્વતંત્ર છે. એને આ ઊંડાઈમાં જવાની કોઈ આવશ્યકતા નથી કે એ વસ્તુના નિર્માણમાં પહેલાં કેટલી હિંસા થઈ છે ? શ્રાવક પ્રત્યક્ષ હિંસાનો ત્યાગી હોય છે, અપ્રત્યક્ષ હિંસાનો નહિ.
એવી ધારણાને કારણે કૃષિ વગેરેને મહારંભ અને વ્યાજના વ્યવસાયને અલ્પારંભ સમજવામાં આવે છે. ફૂલોની માળાને મહારંભ અને મોતીઓની માળા અલ્પારંભ માનવામાં આવે છે. કરોડો જીવોની હિંસાથી નિર્મિત રેશમી વસ્ત્રોને પહેરવામાં મોટાઈ સમજવામાં આવે છે. નિર્દયતાપૂર્વક લાખો પંચેન્દ્રિય પ્રાણીઓના વધથી નિર્મિત કૂમ લેધર કે કૉફ લેધરના ચમકીલા અને મુલાયમ ચામડાની ચીજોનો ખૂબ પ્રયોગ કરવામાં આવે છે. અગણિત પંચેન્દ્રિય જીવોની હિંસાથી બનેલી ઔષધિઓનો નિઃશંક થઈને ઉપયોગ કરવામાં આવે છે. - પ્રત્યક્ષ હિંસા સંબંધિત ઉક્ત ધારણા અને વિચારણા સર્વથા ભ્રાંતિપૂર્ણ અને શાસ્ત્ર પ્રતિકૂળ છે. શ્રાવક મોટી હિંસાનો ત્યાગી હોય છે, ભલે જ તે મોટી હિંસા પ્રત્યક્ષમાં હો કે પરોક્ષમાં. પ્રત્યક્ષમાં દેખાતી હિંસા અલ્પહિંસા થઈ શકે છે અને પરોક્ષમાં થનારી ન દેખાતી હિંસા મહાહિંસા થઈ શકે છે. તેથી એ મહત્ત્વપૂર્ણ નથી કે હિંસા પ્રત્યક્ષમાં થઈ રહી છે કે પરોક્ષમાં ? મહત્ત્વપૂર્ણ વાત એ છે કે થનારી હિંસા સ્થળ હિંસા છે કે સૂક્ષમ હિંસા છે? શ્રાવક મહાહિંસા (ધૂળ હિંસા)નો ત્યાગી હોય છે. તેથી એને એ જોવાનું હોય છે કે તે જે વસ્તુઓનો ઉપભોગ કે ઉપયોગ કરી રહ્યો છે તે મહાહિંસાથી નિષ્પન્ન તો નથી ? (૨૮)
છે
જિણધમો)