________________
દષ્ટિથી શ્રાવકને અલ્પારંભી અને અલ્પપરિગ્રહી કહેવામાં આવ્યો છે. અનેક વાર વ્યક્તિ પ્રત્યક્ષમાં પોતાના સ્વયંના દ્વારા થનારી આરંભજનિત હિંસાની તરફ જ દેખે છે. તે આ વાતનો વિચાર પણ નથી કરતા કે જે વસ્તુઓનો તે ઉપયોગ કરી રહ્યો છે, એમના નિર્માણમાં કેટલો મહારંભ થયો છે. એ સમજે છે કે હું તો આરંભ નથી કરી રહ્યો, હું તો બની-બનાવેલી વસ્તુનો ઉપભોગ કરી રહ્યો છું, તેથી મને હિંસાનો દોષ શું લાગશે? પરંતુ એનું આ વિચારવું ભ્રમપૂર્ણ છે. બીજાના દ્વારા મહારંભથી નિષ્પાદિત વસ્તુઓનો ઉપભોગ કરનાર ગૃહસ્થ એ મહારંભનો ભાગી અવશ્ય હોય છે. કારણ કે ઉપભોક્તાઓને દૃષ્ટિગત રાખીને જ નિર્માતા લોકો મહારંભ દ્વારા એ વસ્તુઓનું ઉત્પાદન કે નિર્માણ કરે છે. જો ગૃહસ્થ એમનો ઉપયોગ ન કરે તો નિર્માતા એ હિંસક પદાર્થોનું ઉત્પાદન કે નિર્માણ કરવાનું સાહસ નથી કરી શકતા. ઉપભોક્તા ગૃહસ્થ જ નિર્માતાને નિર્માણ માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરે છે, તેથી સાચા અર્થોમાં મહારંભજન્ય વસ્તુઓના ઉપભોક્તા ગૃહસ્થ વર્ગ જ હિંસક પદાર્થોની ઉત્પત્તિના પ્રેરક હોય છે, તેથી તે મહારંભની હિંસા(પાપ)ના ભાગી હોય છે. | માની લો કૉડ લીવર ઑઈલની બંધ શીશી છે. માછલીઓને મારીને એમના લીવરથી એ તૈયાર કરવામાં આવે છે. એની નિર્માતા કંપની એને બનાવવામાં લાખો માછલીઓની હિંસા કરે છે. એટલા મહારંભથી તૈયાર થયેલી એ કૉડ લીવર ઑઈલની શીશીને જોઈને જો કોઈ શ્રાવક વિચારે કે - “મેં તો એના નિર્માણમાં કોઈ હિંસા નથી કરી, કોઈપણ માછલીને નથી મારી, આ વર્તમાનમાં અચિત્ત છે, હું તો અચિત્ત વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું, તો મને એના સેવનથી હિંસા કેમ કરી લાગશે ?' એવું વિચારનાર શ્રાવક મહાન ભૂલ કરી રહ્યો છે, પર્વત જેવી મોટી ભૂલ કરી રહ્યો છે. કારણ કે ભલે એણે સ્વયં (પોતે) કૉડ માછલીની પ્રત્યક્ષ હિંસા નથી કરી, પરંતુ જો તે કૉડ લીવર ઑઈલનો ઉપયોગ કરે છે, તો તે એ મહાઆરંભ(મહાહિસા)ને પ્રોત્સાહિત કરનાર અને પ્રેરણા આપનાર તથા અનુમોદન આપનાર બને છે. જો લોકો એનું સેવન ન કરે તો કોઈપણ કંપની કે વ્યક્તિ એનું નિર્માણ કેમ કરશે ? નિર્માતાનો પ્રાણ ઉપભોક્તા જ હોય છે. જો ઉપભોકતા ન હોય તો નિર્માતા જીવી નથી શકતા. તેથી મહારંભજન્ય વસ્તુઓનો ઉપભોગ કરનાર ગૃહસ્થ એના મહાપાપથી બચી નથી શકતા. કારણ કે ઉપભોક્તાઓને લક્ષ્યમાં રાખીને જ એનું નિર્માણ થાય છે.
નિષ્કર્ષ એ છે કે શ્રાવકને પોતાના રોજ-બ-રોજના ઉપભોગમાં આવનારી વસ્તુઓના સંબંધમાં એ સારી રીતે વિચારવું જોઈએ કે - “આ વસ્તુ અલ્પારંભજન્ય છે, વધુ આરંભજન્ય છે કે મહારંભજન્ય છે ? જે વસ્તુ સંકલ્પપૂર્વક પંચેન્દ્રિય જીવોના વધથી તથા અસંખ્ય ત્રસ જીવોની હત્યાથી નિષ્પન્ન થઈ છે, તે મહારંભજન્ય સમજવામાં આવે છે. જે વસ્તુ એકેન્દ્રિય જીવોના વધથી નિષ્પન્ન થઈ હોય તે સામાન્ય રીતે અલ્પારંભજન્ય માનવામાં આવે છે. જે વસ્તુ સ્વયં મરેલા ત્રસ જીવોથી નિષ્પન્ન થઈ છે, એને પણ અલ્પારંભમાં માનવામાં આવે છે. દૂ અહિંસા-વિવેક છે જે છે છે જે છે તે છે ક૨૦)