________________
ભેદ થાય છે. એમને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાથી ૮૧૪૩ ગુણવાથી ૨૪૩ ભેદ થઈ જાય છે. અવિરત જીવોને ઉક્ત બધા ભેદોથી હિંસાનું પાપ લાગે છે. જે શ્રાવક બે કરણ ત્રણ યોગથી ત્રસ હિંસાનો ત્યાગ કરે છે તે ત્રસ જીવોની હિંસાના ૭૨ ભેદોથી બચી જાય છે. એમના હૃદયમાં સ્થાવર જીવોની પણ અનુકંપા હોય છે. તે સ્થાવર જીવોની નિરર્થક હિંસાથી પણ બચતા રહે છે, તેથી એમના સ્થાવર જીવોની હિંસાના ૧૩૫ ભેદોમાંથી સક્રિય આરંભ કરવા - કરાવવાની પ્રવૃત્તિ અલ્પ (સીમિત) ક્ષેત્રમાં થાય છે, શેષ જીવોની પ્રત્યે એ ક્ષેત્રનો ઇચ્છુક થાય છે. એની ભાવના થાય છે કે સ્થાવરકાયના જીવોની પણ વિરાધના ન હોય તો સારું છે. આ પ્રકારની પ્રશસ્ત ભાવના રાખતાં શ્રાવક પ્રશસ્ત માનવામાં આવે છે. જેમ કે યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્રે કહ્યું છે -
निरर्थिकां न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसा धर्मज्ञः, काड्क्षन्मोक्षमुपासकः ॥
- યોગપ્રકાશ, પ્રકાશ-૨, શ્લોક-૨૧ અહિંસા ધર્મના મર્મને સમજનારો શ્રાવક મોક્ષની આકાંક્ષા રાખતા-રાખતા સ્થાવર જીવોની પણ નિરર્થક હિંસા ન કરે.
હિંસાને મહાપાપકારી અને અધોગતિનું કારણ સમજીને શ્રાવકે યથાસંભવ હિંસાથી બચવું જોઈએ.
(૬૮
અહિંસા-વિવેક
કેમ કે અહિંસા જૈન ધર્મ અથવા દર્શનનો પ્રાણ છે અને એનો પ્રભાવ જીવનના પ્રત્યેક વ્યવહાર પર પડે છે. તેથી જીવન વ્યવહારના સંદર્ભમાં તથા સ્થૂલ અહિંસા વ્રતના પરિ પ્રેક્ષ્યમાં અહિંસાની કેટલીક વિસ્તૃત તથા સ્પષ્ટ વિવેચના વધુ પ્રાસંગિક થશે.
શ્રાવક માટે શાસ્ત્રોમાં સ્થાને-સ્થાને “અલ્પારંભી', “અલ્પપરિગ્રહી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એનાથી એ પ્રગટ થાય છે કે શ્રાવકને આરંભની હિંસાની જો કે છૂટ છે, છતાં એનો એ અર્થ નથી કે તે આરંભોથી ખૂલીને રમે છે. શ્રાવકનું કર્તવ્ય એ છે કે તે પોતાના વિવેકથી વધુ ને વધુ આરંભોથી બચે. જે આરંભ જીવનનિર્વાહ, કર્તવ્યપાલન અને જવાબદારીઓના નિર્વાહ માટે અપરિહાર્ય હોય, એમના માટે જ મજબૂરીના કારણે છૂટ આપવામાં આવી છે. આરંભ તો આરંભ જ છે, તે હેય જ છે, એ જાણતો શ્રાવક યથાશક્તિ વિવેકપૂર્ણ આરંભોથી દૂર રહે છે.
વિવેકી ગૃહસ્થ શ્રાવક પોતાના રોજ-બ-રોજના ઉપયોગ માટે માત્ર એ જ પદાર્થોનો ઉપયોગ કરે છે, જે ઓછામાં ઓછા આરંભ દ્વારા નિષ્પાદિત હોય. જે વસ્તુઓના નિર્માણમાં બહુ વધુ આરંભ હોય છે, એમનો ઉપયોગ ધર્મભીરુ વિવેકી શ્રાવક નથી કરતો. આ જ ૨૬)
છે
જે જિણધમો)