________________
અનુમતિની છૂટ તે રાખે છે. જો કે તે પોતાના સંબંધીને વચનથી અને કાયાથી કોઈ પાપની અનુમતિ નથી દેતો, પરંતુ એની સાથે રહેવા, પરિચિત થવા કે એના સંબંધી હોવાના નાતે એની મૂક અનુમતિ તો થઈ જ જાય છે. તે સ્વયં સ્થૂલ હિંસા વગેરે નથી કરતો, બીજાઓથી પણ નથી કરાવતો, પરંતુ ગાઈથ્યનો ત્યાગી ન હોવાના કારણે એને પોતાના પરિવારથી મમત ભાવનું છેદન નથી કર્યું, તેથી પરિવારમાં પુત્ર-પૌત્ર કે કોઈ પરિજન હિંસા વગેરે કરતો હોય તો તે એને ન તો અચાનક સ્વયં છોડી શકે છે, ન એની સાથે પરિચયનો પણ અચાનક (તરત) ત્યાગ કરી શકે છે.
જો કે ગૃહસ્થ શ્રાવક પોતાની સાથે રહેનાર પુત્ર-પૌત્ર વગેરેને હિંસા વગેરે કરવાનું કહેતો નથી. ન હિંસા કરાવે છે, છતાં એમની સાથે રહેવાના કારણે એમના દ્વારા કરવામાં આવેલી હિંસા વગેરેનો સંસર્ગ દોષ જ નથી લાગતો. ક્યારેક-ક્યારેક એને ગૃહસ્થ સંબંધિત કાર્ય માટે પ્રેરણા પણ આપવી પડે છે. ઉદાહરણ, સ્વરૂપ - બે કરણ ત્રણ યોગથી વ્રત સ્વીકાર કરનારે કોઈને કહ્યું - “ઊઠો, ભોજન કરી લો.” પરંતુ ખાનાર રાજ્યાધિકારી છે અને અભક્ષ્યભોજી છે, અને તે સાત્વિક ભોજન ખવડાવીને પોતાની તરફ ખેંચી શકે છે. આ રીતે કોઈ રાજ્યાધિકારી છે, તે ઉક્ત શ્રાવકના ઘેર રોકાયો છે, ભોજન કરવા માટે તે સ્વયં હોટલમાં જઈને અભક્ષ્ય પદાર્થ ખાય છે કે અપેય પદાર્થ પીએ છે, હવે જો તે શ્રાવક એની સાથે સર્વથા સંબંધ તોડી જ દે તો ક્લેશ-વૃદ્ધિની સંભાવના છે. સંબંધ રાખીને તો એને સન્માર્ગ પર લાવી પણ શકાય છે. સંબંધ તોડી દેવાથી તો એનું વધુ પાપી થવું સંભવ છે.
આમ, અનુમોદનનો ત્યાગ કરવામાં શ્રાવક માટે અડચણ તો આવે છે, પણ વ્યાવહારિક કાર્યો રોકાતાં નથી અને અહિંસક શ્રાવકના સંપર્કથી હિંસક વ્યક્તિ પણ સુધરી જાય છે.
મગધના મહામંત્રી અભયકુમારે કાળ સૌકરિકના પુત્રથી મિત્રતાનો સંબંધ જોડ્યો હતો. અભયકુમાર શ્રાવક હતો. તે જાણતો હતો કે એનો પિતા કસાઈ છે અને કસાઈપણું છોડી નથી શકતો, છતાં પણ કાળ સૌકરિકના પુત્રમાં જીવન સુધારની લગન જોઈને એનાથી સંબંધ હંમેશાં ચાલુ રાખ્યો. પરિણામસ્વરૂપ એનું જીવન સુધરી ગયું.
ઉપાસક “દશાંગ સૂત્ર'માં મહાશતક શ્રાવકનું વર્ણન છે. એની તેર પત્નીઓમાંથી રેવતી અત્યંત ક્રૂર હતી. એણે પોતાની સખીઓને વિષપ્રયોગ અને શસ્ત્રપ્રયોગથી મારી નાખી હતી. રેવતી જેવી ક્રૂર સ્ત્રી મળી જવાથી શ્રાવક વ્રતધારી પુરુષ શું કરી શકે છે? થોડી ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. વર્તમાન યુગમાં પ્રાયઃ અવિવેકી લોકો એવી સ્ત્રીને કાં તો મારી નાખે છે કે ઘરથી બહાર કાઢી મૂકે છે અથવા એને જાતિથી બહિષ્કૃત કરી દે છે. પછી ચાહે તે વિધર્મી બનીને કે દુરાચારિણી બનીને એનાથી પણ વધુ પાપકર્મ કેમ ન કમાય ! પરંતુ મહાશતક દૂરદર્શી શ્રાવક હતો. એણે રેવતીનાં બધાં કારસ્તાનની ખબર હતી, પણ એ સમયની સામાજિક પરિસ્થિતિ અનુસાર મહાશતકે ન તો એને મારી કે ન એને ઘરથી બહાર કાઢી. મહાશતકે વિચાર્યું કે - “રેવતી હિંસક હોવા છતાંય વ્યભિચારિણી નથી. મારી પ્રત્યે એની ભકિત છે, કે એનો વધ તો કરી જ નથી શકતો, કારણ કે બે કરણ, ત્રણ યોગથી હિંસાનો [ અહિંસા-વિવેક અને બીજા અને ૬૩૩)