________________
૩.૧ ત્રણ કરણ એક યોગથી ત્રણ ભંગ થાય છે. યથા -
(૧) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ મનથી. (૨) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ વચનથી.
(૩) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ કાયાથી. .૨ ત્રણ કરણ બે યોગથી ૩ ભંગ થાય છે. યથા -
(૧) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, મનથી, વચનથી. (૨) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, મનથી, કાયાથી.
(૩) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, વચનથી, કાયાથી. 3.૩ ત્રણ કરણ ત્રણ યોગથી એક ભંગ થાય છે. યથા -
(૧) કરવું નહિ, કરાવવું નહિ, અનુમોદન કરવું નહિ, મનથી વચનથી, કાયાથી.
ઉક્ત રીતિથી ૯+૯+૩+૯+૯+૩+૩+૩+૧ = ૪૯ ભંગ થઈ જાય છે. આ ૪૯ ભંગોને* ભૂતકાળનું પ્રતિક્રમણ (નિંદા) વર્તમાનકાળનું સંવર અને ભવિષ્યકાળના પ્રત્યાખ્યાનના ત્રણ વિકલ્પોથી ગુણિત કરવાથી ૪૯*૩=૧૪૭ ભંગ થઈ જાય છે. જેમ કે યોગ શાસ્ત્ર ટીકામાં કહ્યું છે -
सेयालं भंग सयं पच्चक्खाणम्मि जस्स उवलदधं ।
सो खलु पच्चक्खाणे कुसलो सेसा अकुसलाओ ॥ શ્રાવકની વિરતિ આ ૧૪૭ ભંગોમાંથી કોઈપણ ભંગથી કરી શકાય છે. જે આ ૧૪૭ ભંગોને સમજી લે છે, એ જ પ્રત્યાખ્યાન કરવામાં કુશળ હોય છે, શેષ અકુશળ હોય છે. શ્રાવકની અહિંસા(વિરતિ)ના ઉપર્યુક્ત રીતિથી ૧૪૭ વિકલ્પ થઈ જાય છે.
જો કે શ્રાવક એક કરણ, એક યોગથી પણ હિંસાનો ત્યાગ કરી શકે છે અને શ્રમણભૂત પ્રતિભામાં ત્રણ કરણ ત્રણ યોગથી પણ. પરંતુ બહુલતાની અપેક્ષાથી શ્રાવકનો અધિકાંશ ત્યાગ બે કરણ ત્રણ યોગથી થાય છે. અર્થાતુ શ્રાવક ધૂળ હિંસા વગેરે પાપ ન તો સ્વયં કરે છે અને ન કરાવે છે. પરંતુ અનુમોદનનો ત્યાગ એ નથી કરી શકતો. કારણ કે તે પરિવાર વગેરેની સાથે રહે છે અને એમની સાથેના સંબંધને એણે નથી છોડ્યો. એવી સ્થિતિમાં એમનાં કાર્યોની અનુમોદનાનું પાપ એને લાગે જ છે. અનુમોદનાના પાપથી એ બચી નથી શકતો, તેથી એ બે કરણ ત્રણ યોગથી જ વિરતિ ગ્રહણ કરે છે.
એક અન્ય વિવક્ષા અનુસાર હિંસાના ૨૪૩ ભેદ કહેવામાં આવ્યા છે. યથા - પાંચ સ્થાવરકાય અને ચાર ત્રસકાય. આ ૯ની મન, વચન અને કાયાના ત્રણ યોગોથી હિંસા કરવામાં આવે છે. તેથી ૯ પ્રકારના જીવોની ત્રણ યોગો દ્વારા હિંસા કરવાથી ૯૪૩ = ૨૭ ભેદ થયા. એમને ત્રિકરણ-કરવું, કરાવવું, અનુમોદન કરવાથી ગુણ્યા કરવાથી ૨૭૪૩ = ૮૧
* ચિંતાન પહુપન્ન સંવધિ મUTયં વિશ્વામિ ત્તિ !' [જેનાચાર નિરૂપણ - આગાર ધર્મ
ક૨૫)