________________
ઉક્ત રીતિથી વિચાર કરવામાં આવે તો શ્રાવક પણ બહુતાંશમાં હિંસાથી નિવૃત્ત થઈ જાય છે. બાર વ્રતધારી શ્રાવકની હિંસા બહુ જ સીમિત રહી જાય છે. આ જ અભિપ્રાયથી શ્રાવકને “સવ્વપાળભૂય નીવ સત્તેહિં ઘેમ રે' સમસ્ત પ્રાણભૂત જીવસત્ત્વને ક્ષેમકારી કહેવામાં આવ્યો છે.
શ્રાવકની અહિંસાના વિકલ્પો ઃ
અણગાર-સાધુના ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસાનો ત્યાગ થાય છે. જ્યારે શ્રાવકના હિંસા ત્યાગની મર્યાદા વિવિધ રૂપોથી થાય છે. બહુલતાથી શ્રાવકની વિરતિ બે કરણ, ત્રણ યોગથી થાય છે. ક્વચિત્ પ્રતિભાપ્રતિપક્ષ શ્રાવક જે પ્રવ્રુજિત થનાર જ છે, તે ત્રણ કરણ, ત્રણ યોગથી વિરતિના પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ આ ક્વચિત્ કદાચિત્ જ થાય છે, તેથી એની વિવક્ષા નથી કરી શકાતી. એમ એક કરણ, એક યોગથી પણ વિરતિ થઈ શકે છે. તેથી શ્રાવકની અહિંસા(વિરતિ)ના વિકલ્પ શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કર્યાં. એમ કરણ અને યોગને લઈને શ્રાવકની વિરતિના ૪૯ ભંગ બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે -
૧.૧ એક કરણ એક યોગની અપેક્ષાથી ૯ ભંગ થાય છે. જેમ કે -
(૧) હિંસા કરવી નહિ મનથી. (૨) હિંસા કરવી નહિ વચનથી. (૩) હિંસા કરવી નહિ કાયાથી. (૪) હિંસા કરાવવી નહિ મનથી. (૫) હિંસા કરાવવી નહિ વચનથી.
(૬) હિંસા કરાવવી નહિ કાયાથી.
(૭) હિંસા કરનારનું અનુમોદન ન કરવું મનથી. (૮) હિંસાનું અનુમોદન ન કરવું વચનથી. (૯) હિંસાનું અનુમોદન ન કરવું કાયાથી.
૧.૨ એક કરણ બે યોગની અપેક્ષાથી ૯ ભંગ આ પ્રમાણે છે -
(૧) હિંસા કરવી નહિ મનથી, વચનથી. (૨) હિંસા કરવી નહિ મનથી, કાયાથી. (૩) હિંસા કરવી નહિ વચનથી, કાયાથી. (૪) હિંસા કરવી નહિ મનથી, વચનથી. (૫) હિંસા કરાવવી નહિ મનથી, કાયાથી. (૬) હિંસા કરાવવી નહિ વચનથી, કાયાથી. (૭) હિંસાનું અનુમોદન કરવું નહિ મનથી, વચનથી. (૮) હિંસાનું અનુમોદન કરવું નહિ મનથી, કાયાથી. (૯) હિંસાનું અનુમોદન કરવું નહિ વચનથી, કાયાથી. જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ
૨૩