________________
શ્રાવક નિરપરાધ જીવોની હિંસાનો ત્યાગ પણ પૂર્ણ રૂપથી નથી કરતો. તે સાપેક્ષ નિરપરાધ જીવોની હિંસાનો ત્યાગી નથી હોતો, માત્ર નિરપેક્ષ નિરપરાધ જીવોની હિંસાનો ત્યાગી હોવાના કારણે પૂર્વોક્ત અઢી વિસ્વા દયા ઘટાડી સવા વિસ્વા જ રહી જાય છે.
આ પરિગણના શ્રાવકના પ્રથમ અણુવ્રતની અપેક્ષાથી છે. શ્રાવકની આ ૧.૨૫ વિસ્તા દયા સાધુની અપેક્ષાથી સોળમો ભાગ છે, છતાં એમાં પણ સજાગ અને વિવેકી શ્રાવક અનંત જીવોની હિંસાથી બચી જાય છે. આ વ્રતની પરિધિમાં પણ અનંત જીવોનો સમાવેશ થઈ જાય છે.
શ્રાવક પ્રથમ વ્રતથી આગળ વધીને જેમ-જેમ પોતાની અહિંસાની પરિધિને વધારતો જાય છે, તેમ-તેમ એની અહિંસાનું ક્ષેત્ર વિસ્તૃત થઈ જાય છે. જ્યારે શ્રાવક બાર વ્રત અંગીકાર કરે છે, એ સ્થિતિમાં એની અહિંસા ૧૮.૭૫ વિસ્વા થઈ જાય છે. માત્ર સવા વિસ્વા હિંસા જ ખુલ્લી રહે છે. એની ગણના આ પ્રકારે સમજી શકાય છે :
જ્યારે શ્રાવક “દિશા પરિમાણ' નામનું છઠું વ્રત ગ્રહણ કરે છે ત્યારે તે દિશાઓની મર્યાદા કરે છે અર્થાત્ મર્યાદિત ક્ષેત્રથી બહાર ન જવાનું વ્રત લે છે. આ સ્થિતિમાં મર્યાદિત ક્ષેત્રથી બહારના બધા જીવોની હિંસાનો ત્યાગ સ્વયમેવ થઈ જાય છે. અર્થાતુ પ્રત્યેક દિશામાં અસંખ્ય યોજનમાં રહેલા ત્રાસ-સ્થાવર જીવોની હિંસાથી વિરતિ થઈ જાય છે. પ્રથમ વ્રતમાં ત્રસ જીવોની હિંસાથી વિરતિને ૧૦ વિસ્વા દયા માની છે અને ૧૦ વિસ્વા હિંસા માની છે. જો છઠ્ઠા વ્રતમાં વધેલી અહિંસાની મર્યાદાને ત્રણ સ્થાવર જીવોની હિંસાના ત્યાગને ૫ વિસ્વા માની લેવામાં આવે તો દયાની માત્રા ૧૫ વિસ્થા અને હિંસાની માત્રા ૫ વિસ્વા બાકી રહી જાય છે.
એનાથી વધીને જ્યારે ભોગપભોગની મર્યાદા કરવા રૂપ સાતમા વ્રતને શ્રાવક અંગીકાર કરે છે ત્યારે દિશા વ્રતમાં રાખેલી સચિત્ત વસ્તુઓના ઉપભોગની છૂટને પણ શ્રાવક મર્યાદિત કરી લે છે અર્થાતુ થોડા સચિત્ત પદાર્થોના ઉપભોગની છૂટ રાખીને બાકીનો ત્યાગ કરી લે છે, જેના ફળસ્વરૂપ તે હિંસાના પાપથી બચી જાય છે. આ હિંસા નિવૃત્તિને જો ૨.૫૦ વિસ્વા માનવામાં આવે તો શ્રાવકની દયાની માત્રા ૧૭.૫૦ વિસ્વા થઈ જાય છે અને હિંસા વિસ્તાર ૨.૫૦ વિસ્તા રહી જાય છે.
એનાથી આગળ વધીને જ્યારે શ્રાવક અનર્થદંડ વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે ત્યારે અડધી હિંસા ઓછી થઈ ગઈ અને અહિંસાની સીમા વધી ગઈ અર્થાત્ ૧૮.૭પ વિસ્વા થઈ ગઈ, ૧.૨૫ વિસ્વા હિંસા રહી ગઈ. જે શ્રાવક દશાવકાશિક વ્રત અંગીકાર કરે છે કે પ્રતિદિન ચૌદ નિયમ સ્વીકાર કરે છે, તે મેરુના સમાન હિંસાના ભારથી વધારે કંઈક નિવૃત્ત થઈ જાય છે અને રાઈના સમાન અલ્પ હિંસા જ એની ખુલ્લી રહે છે. સામાયિક અને પૌષધની સ્થિતિમાં બે કરણ, ત્રણ યોગથી તો વિરતિ જ છે. આ પ્રકારની ગણના-તુલ્યતા શ્રાવક વ્રત ગ્રહણ કરનારાઓની અપેક્ષા સમજવી જોઈએ. (૨૨) Os) છે. છે તે છે. જિણધો]