________________
ત્રસ જીવોની હિંસા ગૃહસ્થાશ્રમી દ્વારા કરવામાં આવે છે. વિવેક અને ઉપયોગ રાખવાથી આ પ્રકારની નિરર્થક હિંસાથી બચી શકાય છે. વીતરાગ પરમાત્માએ વિવેકમાં ધર્મ બતાવ્યો છે. “આગમ સૂક્ત'માં બતાવ્યું છે - “વિવેને ઘ| મહિયે” અહિંસાના આરાધકે પ્રત્યેક કાર્યમાં વિવેક રાખવો જોઈએ.
સંકલ્પના હિંસા એ છે જે જીવોને જાણી જોઈને મારવાની ભાવનાથી કરવામાં આવે છે. અણુવ્રતધારી શ્રાવક એવી સંકલ્પના હિંસાનો ત્યાગ કરે છે.
સંકલ્પના હિંસા પણ બે પ્રકારની છે - સાપરાધ જીવોની હિંસા અને નિરપરાધ જીવોની હિંસા. શ્રાવક નિરપરાધ જીવોની સાંકલ્પિક હિંસાનો ત્યાગી હોય છે. સાપરાધ જીવોની હિંસાનો તે ત્યાગી નથી હોતો. કારણ કે ગૃહસ્થ પર અનેક પ્રકારની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ હોય છે. એના પર પોતાના સ્વયંની રક્ષા તથા કુટુંબની રક્ષાનો ભાર હોય છે. એ કર્તવ્યને નિભાવવા માટે એને હિંસા કરવી પડે છે. અત્યાચારીઓ, લૂંટારુઓ, ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોથી સ્વયંને અને પોતાના પરિવારને બચાવવું ગૃહસ્થનું પ્રાથમિક અને નૈતિક કર્તવ્ય હોય છે. એના નિર્વાહ માટે શ્રાવકને મજબૂર થઈને હિંસાનો સહારો લેવો પડે છે, તેથી તે પોતાના વ્રતમાં સાપરાધનો દંડ આપવાની છૂટ રાખે છે. કોઈ ન્યાયાધીશ અપરાધીને સજા આપે છે, પોલીસ વગેરે રક્ષાધિકારી જન સુરક્ષા માટે અપરાધીઓના પ્રત્યે કઠોર વ્યવહાર કરે છે, કોઈ સત્તાધીશ પોતાના દેશની સુરક્ષા માટે આક્રમણકારી પર સુરક્ષાત્મક કાર્યવાહી કરે છે - યુદ્ધ લડે છે તો તે સાપરાધ હિંસા છે. એવું કરવાથી એના અહિંસામય-વ્રતમાં મુશ્કેલી નથી આવતી. ગૃહસ્થ નિરપરાધ ત્રસ જીવોને મારવાની બુદ્ધિથી મારવાનું પ્રત્યાખ્યાન કરે છે, તેથી તે નિરપરાધ સંકલ્પના હિંસાનો ત્યાગી હોય છે, સાપરાધની હિંસાનો ત્યાગી નહિ. કર્તવ્ય નિર્વાહની દૃષ્ટિથી અને મજબૂરીથી તે પ્રતિકારાત્મક કાર્યવાહી કરવાની છૂટ રાખે છે.
નિરપરાધ સંકલ્પજા હિંસાના પણ બે ભેદ છે - સાપેક્ષ અને નિરપેક્ષ, જે નિરપરાધ સંકલ્પજા હિંસા કોઈ પ્રયોજન વિશેષને લઈને કરવામાં આવે છે, તે સાપેક્ષ હિંસા છે, ગૃહસ્થ સાપેક્ષ હિંસાનો ત્યાગી નથી હોતો. જે હિંસા નિપ્રયોજન માત્ર મનોરંજન અને વિલાસિતા માટે કરવામાં આવે છે તે નિરપેક્ષ હિંસા છે. તાત્પર્ય એ થયું છે કે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો આરાધક નિરપરાધ ત્રસ જીવોને કોઈ પ્રયોજન વગર મારવાની બુદ્ધિથી મારવાનો ત્યાગી હોય છે. જેમ કે આચાર્ય હેમચંદ્રે કહ્યું છે -
पंगुकुष्टि कुणित्वादि दृष्ट्वा हिंसा फलं सुधीः ।
निरागस्त्रस जन्तूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ લંગડો, કોઢવાળો અને કુણિત્વ વગેરે હિંસાનાં ફળોને જાણીને વિવેકવાન પુરુષ ઓછામાં ઓછું મારવાની બુદ્ધિથી નિરપરાધ ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો ત્યાગ કરે. (૨૦) છે
અને તેના જિણધમો)