________________
અહિંસાની પરિપૂર્ણ સાધનાને ચારિત્રની પરિપૂર્ણ સાધના માનવામાં આવી છે અને અહિંસાની ન્યૂનાધિકતાથી ચારિત્રની ન્યૂનાધિકતા માનીને વિરતિની વિવિધ કક્ષાઓ અને શ્રેણીઓ નિર્ધારિત કરી છે. વિરતિનો પ્રારંભ પાંચમા ગુણસ્થાનથી થઈને ચૌદમા ગુણસ્થાનમાં એની પરિપૂર્ણતા થાય છે. આ સાથે અધ્યવસાયોની દૃષ્ટિએ સંખ્યાતીત તરતલાઓ હોય છે. પરંતુ સ્થૂળ દૃષ્ટિને સામે રાખીને વિરતિના બે ભેદ કરવામાં આવ્યા છે - દેશ વિરતિ અને સર્વ વિરતિ. હિંસા વગેરે પાપોથી આંશિક રૂપથી વિરત થવું દેશ વિરતિ છે અને સર્વાશમાં વિરત હોવું સર્વ વિરતિ છે. જે સાધક, ઘર-બાર, કુટુંબ-પરિવાર, ધન-દોલત છોડીને અણગાર બની જાય છે તે ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસા વગેરે પાપોના સર્વાશમાં ત્યાગી હોવાથી સર્વ વિરતિ કહેવાય છે. જે સાધકોમાં આટલી શક્તિ નથી હોતી, તે ઘર-ગૃહસ્થીમાં રહીને, આંશિક રૂપથી હિંસા વગેરે પાપોથી વિરતિ થાય છે તે દેશ વિરત કહેવાય છે. સર્વ વિરતનાં વ્રતોને મહાવ્રત કહેવાય છે અને દેશ વિરતનાં વ્રતોને અણુવ્રત કહેવામાં આવે છે. પાંચ અણુવ્રતોમાં પહેલું અણુવ્રત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ છે.
સ્થૂળ હિંસા ન કરવી સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ છે. “શૂળ' શબ્દથી અહીં બે અર્થ અભિપ્રેત છે. એક તો એ કે જે હિંસા અન્ય દર્શનીઓમાં પણ હિંસા રૂપમાં માન્ય કરવામાં આવી છે એવી મોટી હિંસા. બીજો અર્થ છે સ્થૂળ અર્થાત્ મોટા (સ્થાવરોની અપેક્ષાથી મોટા ત્રસ) જીવોની હિંસા ન કરવી. અહીં અપાયેલો “સ્થળ” શબ્દ ઉપલક્ષણ છે. એનાથી નિરપરાધ તરફ સંકલ્પપૂર્વક કરવામાં આવતી હિંસાનો પણ ત્યાગ કરવો અભિપ્રેત છે. તાત્પર્ય એ થયું કે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો ધારક શ્રાવક નિરપરાધ ત્રસ જીવોની સંકલ્પપૂર્વક નિષ્કારણ કરવામાં આવતી હિંસાનો ત્યાગ કરે છે. જેમ કે આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિએ કહ્યું છે –
जीवा थूला सुहुमा संकप्पारंभओ भवे दुविहा । सावराह निरवराहा, सविक्खा चेव निरविक्खा ॥
- સંબોધ પ્રકરણ અર્થાત્ જીવ બે પ્રકારના છે – સૂક્ષ્મ (સ્થાવર) અને સ્થૂળ (ત્રસ). સ્થૂળ જીવની હિંસા બે પ્રકારની છે - સંકલ્પના અને આરંભળા. સંકલ્પના હિંસાના બે ભેદ છે - સાપરાધી સંકલ્પજા હિંસા અને નિરપરાધની સંકલ્પના હિંસા. નિરપરાધની હિંસા બે પ્રકારથી થાય છે - સકારણ અને નિષ્કારણ.
જે સંપૂર્ણ અહિંસાની અભિલાષી હોય છે તે કોઈપણ પ્રકારની હિંસા નથી કરતા. એ ન તો સ્થાવર જીવોની હિંસા કરે છે અને ન ત્રસ જીવોની. એ ન સંકલ્પજા હિંસા કરે છે અને ન આરંભના. એ ન સાપરાધીની હિંસા કરે છે, ન નિરપરાધની. એ ન સકારણ હિંસા કરે છે, ન નિષ્કારણ જ. અર્થાત્ એ સંપૂર્ણ હિંસાનો ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરે છે. તે ધન, મન, વચન, કાયાથી ન સ્વયં કોઈ પ્રકારની હિંસા કરે છે, ન બીજાઓથી કરાવે છે અને ન કોઈ પ્રકારની હિંસાનું અનુમોદન જ કરે છે. એવો સર્વાશથી હિંસાનો ત્યાગી (૧૮) એ કે જે છે
જિણધમો)