________________
સર્વવિરત મહાવ્રતધારી અણગાર હોય છે. પરંતુ ગૃહસ્થ આ પ્રકારે સંપૂર્ણ હિંસાનો ત્યાગ નથી કરી શકતો, તેથી ગૃહસ્થના હિંસાત્યાગની કેટલીક મર્યાદાઓ છે, જે ઉપરના
શ્લોકમાં બતાવવામાં આવી છે.
ગૃહસ્થ શ્રાવક માત્ર ત્રસ જીવોની હિંસા કરવાની પ્રતિજ્ઞા કરે છે. સ્થાવર જીવોની હિંસાથી તે વિરત નથી થતો. જીવનનિર્વાહ માટે તથા કુટુંબપાલન માટે એને પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયનો વિવિધ રીતે ઉપભોગ અને ઉપયોગ કરવો પડે છે. જેમાં આ સ્થાવર જીવોની હિંસા અનિવાર્ય થઈ જાય છે. જીવનનિર્વાહ માટે ખેતી વગેરે કાર્યમાં, ભોજન બનાવવામાં તથા અન્ય અનેક પ્રયોજનોમાં સ્થાવર જીવોનો આરંભ થાય છે. એનાથી પૂરી રીતે બચવું શક્ય નથી. તેથી તે પોતાના વ્રતમાં સ્થાવર જીવોની હિંસાને સંયુક્ત ન કરીને માત્ર ત્રસ જીવોની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરે છે. છતાં તે સ્થાવર જીવોની પણ રક્ષા કરવા માંગે છે, પરંતુ વ્યવહારમાં એને નથી ઉતારી શકતો.
ન
ત્રસ જીવોની રક્ષા કરવા અને હિંસા ન કરવાની ભાવના હોવા છતાંય કૃષિ કર્મ કરતા, ભૂમિ ખોદતા, જળને ઉલેચતાં, સીંચતા, અગ્નિ સળગાવતાં, ઓલવતાં, ઝાડવું - સાફ કરવું, વનસ્પતિને ઉખાડતાં-રોપતા, મકાન વગેરે બનાવતાં, વેપાર-ધંધાનાં અનેક કાર્યોમાં અનાયાસ જ ત્રસ જીવોનો ઘાત થઈ જાય છે. આ પ્રકારની હિંસા આરંભજન્ય હિંસા કહેવાય છે. શ્રાવક આ પ્રકારની આરંભજા હિંસાનો ત્યાગ કરવામાં સમર્થ નથી હોતો (થતો), તેથી તે પોતાના વ્રતમાં એવી હિંસાની છૂટ રાખે છે. માત્ર સંકલ્પ કરીને જાણી-જોઈને મારવાની બુદ્ધિથી મારવાનો ત્યાગ કરે છે. જો કે શ્રાવકના આ અણુવ્રતમાં આરંભજા હિંસાનો ત્યાગ નથી, છતાં એને આ વાતની પૂરેપૂરી સાવધાની રાખવી પડે છે કે અકારણ ત્રસ જીવોની હિંસા ન થઈ જાય. અર્થાત્ સાવધાની અને વિવેક રાખતા જેટલી ત્રસ જીવોની હિંસા બચાવી શકાય છે એટલી હિંસાથી બચવું જોઈએ. સાવધાની રાખવા છતાંય એવી હિંસા થઈ જાય છે, તો શ્રાવકના વ્રતમાં મુશ્કેલી નથી આવતી, કારણ કે તે સંકલ્પજા હિંસાનો ત્યાગી હોય છે, આરંભજા હિંસાનો નહિ.
વ્રતધારી શ્રાવકને પ્રત્યેક કાર્યમાં વિવેકને પ્રધાનતા આપવી જોઈએ. વિવેક દ્વારા તે ઘર-બાર અને ગૃહસ્થમાં રહેવા છતાં ઘણા આરંભ(હિંસા)થી બચી શકે છે. દૈનિક ઉપયોગમાં આવનારી વસ્તુઓને જો ધ્યાનપૂર્વક જોઈ લેવામાં આવે તો અનેક જીવોની રક્ષા થઈ શકે છે. ભોજન બનાવવું ગૃહસ્થજીવનની એક દૈનિક ક્રિયા છે. એમાં અગ્નિ સળગાવવો પડે છે. લાકડી અને કંડોમાં ઘણાય ત્રસ જીવ હોય છે. જો સાવધાની ન રાખવામાં આવે તો તે પણ આગમાં સળગી જાય છે. ધાન્ય અને દાળોમાં તથા મસાલાઓમાં પણ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, તેથી જો વગર દેખે એમને કામમાં લેવામાં આવે તો એ જીવોની હિંસા થઈ જાય છે. વસ્તુઓને અસાવધાનીથી લેવા-ઉઠાવવા કે રાખવામાં પણ ત્રસ જીવોની હિંસા થઈ જાય છે. ગાળ્યા વગરના પાણીને કામમાં લેવાથી કે ગાળ્યા પછી ગળણીમાં રહેલા ત્રસ જીવોની યતના ન કરવાથી એમની હિંસા થઈ જાય છે. આમ, અવિવેકના કારણે ઘણાય
૬૧૯
જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ