________________
ગૃહસ્થ શ્રાવકના સમ્યક્ત્વ મૂલક બાર વ્રત કહેવામાં આવ્યાં છે . પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત શ્રાવક માટે આ બાર વ્રત આચરણીય છે.
જ્યારે મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાંથી થોડું ઓછું એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિ શેષ રહી જાય છે ત્યારે જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. આ બચેલી સ્થિતિમાંથી જ્યારે બેથી લઈને નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી થઈ જાય છે ત્યારે જીવને દેશ વિરતિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી પલ્યોપમ પૃથક્ વીત્યા પછી જીવને દેશ વિરતિની પ્રાપ્તિ થાય છે. સંખ્યાત્ સાગરોપમ વીત્યા પછી સર્વ વિરતિની પ્રાપ્તિ થાય છે. જેમ કે કહ્યું છે કે
-
“सम्मत्तम्मि उलद्धेपलिय पुहुत्तेण सावओ होज्ज ति”
સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી પલ્ય પૃથક્ક્ત્વ કાળ વ્યતીત થવાથી આત્મા શ્રાવક ધર્મને પ્રાપ્ત કરે છે.
શ્રાવકના પાંચ અણુવ્રત ઃ
विरतिं स्थूलहिंसादे द्विविध त्रिविधादिना । अहिंसादीनि पन्चाणु व्रतानि जगदुर्जिनाः ॥
યોગશાસ્ત્ર દ્વિતીય પ્રકાશ
“બે કરણ ત્રણ યોગથી સ્થૂલ હિંસા વગેરે પાંચ દોષોથી વિરતિ કરવી અહિંસા વગેરે પાંચ અણુવ્રત છે,” એવું જિનેશ્વર દેવોએ કહ્યું છે.
શ્રાવકના પાંચ અણુવ્રત આ પ્રકાર છે - (૧) સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત (૩) સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂળ મૈથુન વિરમણ વ્રત અને (૫) પરિગ્રહ પરિમાણ વ્રત.
(૧) સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત : હિંસા જગતમાં ભીષણતમ પાપ છે. સંસારની અશાંતિનું મૂળ હિંસા છે. સંસારમાં જે કંઈપણ સારું છે તે હિંસાનું કારણ છે અને જે કંઈ ખોટું છે તે બધું હિંસાનું કારણ છે. આત્મા પણ જેટલા-જેટલા અંશોમાં હિંસાથી વિરત છે, એટલું-એટલું ઉન્નત છે અને જેટલા-જેટલા અંશોમાં હિંસક છે એટલાએટલા અંશોમાં અવનત છે. તાત્પર્ય એ છે કે આત્મા અને જગતની શાંતિ માટે અહિંસા અમૃતોપમ છે અને હિંસા વિષતુલ્ય છે. તેથી જગતના સમસ્ત મનીષીઓ અને મહર્ષિઓએ અહિંસાને પરમ ધર્મ અને હિંસાને પરમ પાપ માન્યું છે. જૈન સિદ્ધાંત અહિંસાનો સર્વાધિક પ્રમુખ પ્રવક્તા છે. એણે અહિંસા સંબંધમાં અત્યધિક ઊંડાણપૂર્વક વિવેચન પ્રસ્તુત કર્યું છે. તેથી જો જૈન સિદ્ધાંતને મુખ્ય રૂપથી અહિંસા સિદ્ધાંત કહેવામાં આવે તો કોઈ અત્યુક્તિ નહિ કહેવાય.
જૈન સિદ્ધાંતે અહિંસા અને હિંસાની સમ્યગ્ વિવેચના કર્યા પછી અને વ્યાવહારિક સ્વરૂપ પ્રદાન કરવા માટે અલગ-અલગ ભૂમિકાઓ અને અલગ-અલગ માપદંડ નિર્ધારિત કર્યાં છે. જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ
૬૧