________________
“શ્રી ભગવતી સૂત્રના ૮મા શતકના ૧૦મા ઉદ્દેશકમાં કહ્યું છે કે - “ઉત્કૃષ્ટ દર્શન આરાધનાવાળો કાં તો એ જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે કે બે ભવ કરીને ત્રીજા ભવમાં તો અવશ્ય મુક્ત થઈ જાય છે. મધ્યમ દર્શન આરાધનાવાળો જીવ એ જ ભવમાં તો સિદ્ધ નથી થતો, પરંતુ ત્રીજા ભવમાં સિદ્ધ થઈ જાય છે. જઘન્ય દર્શન આરાધનાવાળો જીવ કાં તો ત્રીજા મનુષ્ય ભવમાં અન્યથા સાત-આઠ ભવ કરીને સિદ્ધ થઈ શકે છે. આ કથન ચારિત્રયુક્ત જ્ઞાન-દર્શન આરાધના વિશે સમજવું જોઈએ. જેમ કે કહ્યું છે - “અટ્ટમવીર વન્તિ” ચારિત્રયુક્ત જ્ઞાન-દર્શન આરાધનાનું ફળ “આઠ ભવ’ બતાવવામાં આવ્યું છે. શ્રત સમ્યકત્વ અને દેશ વિરતિના ભવ તો અસંખ્ય પણ હોઈ શકે છે - આઠ જ નહિ.
અવિરત સમ્યગુ દષ્ટિ જીવ, જેમાં દર્શન શ્રાવક પણ છે, વિરતિની વિવક્ષાથી “બાલ કહેવામાં આવ્યા છે, કારણ કે તે જરા પણ વિરતિ નથી કરતા. જેમ કે કહ્યું છે - “મવિરહું પડુડ્ઝ વાને” અવિરતિની અપેક્ષાથી બાલ કહેવામાં આવ્યો છે. આ બાબત મિથ્યા દષ્ટિમાં પણ છે અને સમ્યમ્ દષ્ટિમાં પણ છે. બાલત્વ સમાન હોવા છતાંય બંનેમાં એટલું જ અંતર છે જેટલું દિવસ અને રાતમાં છે. જેમ મનુષ્યત્વ તુલ્ય હોવા છતાંય સમ્યમ્ દૃષ્ટિ અને મિથ્યા દૃષ્ટિના વિકાસમાં રાત-દિવસનું અંતર સમજવું જોઈએ.
આ વિશિષ્ટ સમ્યકત્વનો પ્રભાવ છે કે સમ્યકત્વધારી મનુષ્ય કે તિર્યચ, જો એણે સમ્યકત્વ પ્રાપ્તિ પૂર્વે અન્ય ગતિનું આયુષ્ય ન બાંધ્યું હોય તો નરક-તિર્યંચ વગેરે અશુભ ગતિઓનું તથા સ્ત્રીવેદ, નપુંસકવેદ વગેરે અશુભ વેદનો બંધ નથી કરતો. કહ્યું છે -
तिर्यग् नरकयोद्वारे दृढ़ा सम्यक्त्वमर्गला । देवमानव निर्वाण सुखद्वारैक कुन्विका ॥
- યોગશાસ્ત્ર ટીકા સમ્યકત્વ, તિર્યંચ અને નરકનાં દ્વાર માટે અર્ગલાની સમાન છે તથા દેવ, મનુષ્ય અને નિર્વાણના સુખરૂપી તારની ચાવી છે. સમ્યગુ દર્શનની ઉપલબ્ધિ એક મહાન ઉપલબ્ધિ છે. આનો સાધક કૃષ્ણ પક્ષીથી શુક્લ પક્ષી બની જાય છે. એનો અનંત સંસાર પરિમિત થઈ જાય છે. તે નિશ્ચિત જ મુક્તિનો અધિકારી થઈ જાય છે. સમ્યકત્વ રત્નનો મહિમા અવર્ણનીય છે. આ દુર્લભ રત્નને ખૂબ જ સંભાળીને રાખવું જોઈએ. સમ્યકત્વની દુર્લભતાને બતાવતા સમ્બોધ પ્રકરણમાં કહ્યું છે -
लब्भइ सुरसामित्तं, लब्भइ पहुयत्तणं न संदेहो ।
વાં ને વર ન મટ્ટ, કુન્તરય ર સન્મત્ત - સંબોધ પ્રકરણ કરોડો દેવોનું સ્વામિત્વ - ઇન્દ્ર પદ પ્રાપ્ત કરવું સરળ છે અને પ્રભુત્વ પ્રાપ્ત કરવું પણ સહજ છે, પરંતુ સમ્યકત્વરૂપી રત્નની પ્રાપ્તિ થવી ખૂબ જ દુર્લભ છે.
આ દુર્લભ સમ્યકત્વ રત્ન જેને પ્રાપ્ત થયું હોય, તે કેટલો ભાગ્યશાળી છે ? એના ઐશ્વર્યની સામે રાજા, સમ્રાટ અને ઇન્દ્રની સમૃદ્ધિ પણ કઈ વિસાતમાં છે? સમ્યકત્વ રત્નનો સ્વામી ભવિષ્યમાં પરમાત્મ પદ પ્રાપ્ત કરનાર મહાપુણ્યશાળી જીવ હોય છે.
( જૈનાચાર નિરૂપણ - આગાર-ધર્મ 00000000000(૧૫)