________________
"सावगा गहिताणुव्वता, अग्गहिताणुव्वता वा" શ્રાવક બે પ્રકારના છે - એક એ જે અણુવ્રતાદિધારી છે અને બીજા એ જે અણુવ્રત વગેરેના ધારક નથી પરંતુ દઢ શ્રદ્ધાવાળા છે. જે શુક્લ પાક્ષિક છે, જેમનો સંસાર કાળ અપાઈ પુગલ પરાવર્તનની અંદર છે.
તાત્પર્ય એ છે કે અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી જે વ્રત વગેરે વિરતિને ધારણ નથી કરી શકતો, પરંતુ જેની શ્રદ્ધા નિશ્ચલ છે, જે જૈન શાસનના પ્રત્યે દૃઢ નિષ્ઠાવાળા છે, શ્રી જિનેન્દ્ર દેવની પ્રત્યે જેની ઊંડી આસ્થા છે, જે નિગ્રંથ પ્રવચનને સત્ય, સર્વોત્તમ, પ્રતિપૂર્ણ, ન્યાયયુક્ત અને શુદ્ધ માને છે, એના પ્રત્યે પૂરી શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખે છે, જે એનું મંગલ રૂપ-શરણ રૂપ માને છે, તે દર્શન શ્રાવક કહેવામાં આવે છે. એને જિનેન્દ્ર પ્રવચન પ્રત્યે ઊંડી નિષ્ઠા હોય છે, જેને કારણે તે વિરતિને ઉપાદેય અને ઉપકારક જાણવા છતાંય પોતાની કમજોરીના કારણે એને અંગીકાર નથી કરી શકતો. એનું સમ્યગું જ્ઞાન અને સમ્ય દર્શન રૂપ શ્રતધર્મ એટલો પ્રબળ હોય છે કે એના ઉત્કૃષ્ટ રસાયણથી તે તીર્થકર નામ કર્મ સુધીનું ઉપાર્જન કરીને ત્રીજા ભવમાં તીર્થકર બની શકે છે. શ્રીકૃષ્ણ-વાસુદેવ અને મગધેશ્વર મહારાજા શ્રેણિક એવા જ દર્શન શ્રાવક હતા.
જ્ઞાતા સૂત્ર'ના ૮મા અધ્યયનમાં કહ્યું છે -
ચારિત્ર મોહનીયના પ્રગાઢ ઉદયથી જીવ, વિરતિને આત્મ કલ્યાણ માટે ઉપકારક માનવા છતાં પોતાના જીવનમાં ઉતારી નથી શકતો. તે ત્યાગ ભાવના રાખવા છતાંય અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી અવિરત હોય છે, છતાં દર્શન-વિશુદ્ધિ એટલી પ્રબળ હોય છે કે જેના દ્વારા અરિહંત સિદ્ધ, નિગ્રંથ પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, તપસ્વી વગેરેની સેવા-ભક્તિ, બહુમાન, હિત કામના વગેરેથી તથા વિશુદ્ધ શ્રદ્ધાન, શ્રુત ભક્તિ અને પ્રવચનપ્રભાવનાથી તીર્થકર નામ કર્મનું ઉપાર્જન કરીને ત્રીજા ભવમાં તીર્થકર થઈ શકે છે.
અવિરત સમ્યગુ દૃષ્ટિ, જેમાં દર્શન શ્રાવક પણ સમાવિષ્ટ છે, ચતુર્થ ગુણસ્થાનવર્તી હોય છે. ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવોમાં પરિણામોની પરિણતિ અલગ-અલગ પ્રકારની હોય છે. બધી અવિરત સમ્યગુ દૃષ્ટિ એક જેવી સ્થિતિવાળી નથી હોતી. એમાં તરતમતા જોવા મળે છે. જેમ મનુષ્યત્વ સમાન હોવા છતાંય મનુષ્ય-મનુષ્યમાં અંતર હોય છે - કોઈ રાજા છે તો કોઈ રંક. આ જ રીતે ક્ષાયોપથમિક સમ્યક્ત્વવાળા જીવો અલગ શ્રેણીઓમાં હોય છે. એક અવિરત સમ્યગુ દષ્ટિ જીવ અશુભ લેશ્યાવાળો નારક પણ છે તો અન્ય શુક્લ લેશ્યાવાળો દેવ પણ, એક બાજુ આસક્ત દેવેન્દ્ર અને નરેન્દ્ર પણ છે, તો બીજી બાજુ પ્રશાંત મોહવાળા સર્વાર્થસિદ્ધિના દેવ પણ છે. ક્ષાયિક સમ્યકત્વી બધા જીવ પ્રાયઃ પરિણતિમાં સમાન હોય છે. આ રીતે ઉપશમ સમ્યકત્વી પણ પરિણતિથી પ્રાયઃ પરસ્પરમાં સમાન હોય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં આ તરતમતા હોય છે. માટે ક્ષાયોપથમિક સમ્યકત્વના આરાધકોના ત્રણ ભેદ થઈ જાય છે - (૧) જઘન્ય, (૨) મધ્ય અને (૩) ઉત્કૃષ્ટ.
ક્ષાયિક સમ્યકત્વવાળા જીવ દર્શનના ઉત્કૃષ્ટ આરાધક હોય છે. '૧૮ ના રોજ જાહેર
જિણધર્મો