________________
ઉપર્યુક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે શ્રાવક સ્કૂળ હિંસાનો ત્યાગ કરતી વખતે સંકલ્પી હિંસાનો ત્યાગ કરે છે. તે કોઈ પ્રયોજન વગર નિરપરાધીને મારવાની બુદ્ધિથી મારવાનો ત્યાગ કરે છે. માની લો કોઈ ખેડૂત શ્રાવક ખેતી કરે છે. એમાં અનેક કીડા-મકોડા-કીડીઓ વગેરે ત્રસ જીવ પણ મરી જાય છે. પરંતુ આ સંકલ્પી હિંસા નથી, કારણ કે જો તેને કોઈ કહે કે - “આ કીડી છે, એને મારી દો, હું તમને હજાર રૂપિયા આપીશ.” તો એ ખેડૂત શ્રાવક એને કદી નહિ મારે, કારણ કે મારવાના સંકલ્પથી જો તે એક પણ સ્થળ જીવને મારે છે, સતાવે છે, પીડા આપે છે તો તે સંકલ્પી હિંસા થઈ જાય છે. શ્રાવક એવી સંકલ્પી હિંસાનો ત્યાગી હોય છે. શિકાર વગેરે માટે નિર્દોષ નિરપરાધ પશુ-પક્ષીઓને મારવું સંકલ્પી હિંસા છે. શ્રાવક એનો ત્યાગી હોય છે.
લૌકિક દૃષ્ટિએ પણ સંકલ્પી હિંસાને વધુ દંડનીય અપરાધ માનવામાં આવે છે. માની લો એક વ્યક્તિ નિશાન લગાવવાનું શીખવા માટે ગોળી ચલાવે છે, સંયોગવશ એ ગોળીથી કોઈ આદમી મરી જાય છે, તો એ ગોળી ચલાવવાવાળાનો અપરાધ તો છે, તે દંડ(સજા)ને પાત્ર પણ છે, પરંતુ એવો દંડ (સજા) પાત્ર નથી. જેમ કે મારવાના ઇરાદાથી ગોળી ચલાવનાર. જાણી-જોઈને ઈરાદાપૂર્વક કોઈની હત્યા કરનાર વધુ દંડનો ભાગી હોય છે. વગર ઇરાદાથી કે આત્મ રક્ષાર્થ કરવામાં આવેલી હત્યાનો દંડ એટલો નથી હોતો જેટલો જાણી-જોઈને કરવામાં આવેલી હત્યાનો હોય છે. તેથી સંકલ્પી હિંસા મહાહિંસા છે - મોટી હિંસા છે, શ્રાવક એનો ત્યાગી હોય છે. શ્રાવકની અહિંસા સવા વિસ્વા :
એક કાલ્પનિક ગણિત અનુસાર શ્રાવકની અહિંસાને સવા વિસ્તા માનવામાં આવી છે. સર્વાશમાં હિંસાનો ત્યાગ કરનાર અણગારોની અહિંસાને વીસ વિસ્તા માનવામાં આવી છે. વિસ્વા એક ભૂમિનું માપ છે, જે વિઘાનો વસમો ભાગ છે. વીસ વિસ્વા પૂર્ણતાનો વાચક છે. અણગારોની અહિંસા પૂર્ણ અહિંસા છે, તેથી એને વીસ વિસ્વા માનવામાં આવી છે. અણગારની વીસ વિસ્વાદિયાના અનુપાતમાં શ્રાવકની દયા સવા વિસ્વા હોય છે, જેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે -
શ્રમણ નિગ્રંથોની પરિપૂર્ણ અહિંસાને વીસ વિસ્વા માને છે. એમાંથી શ્રાવક, સ્થાવર કાયના જીવોની હિંસાનો ત્યાગ નથી કરતો. તે ત્રસ જીવોની જ હિંસાનો ત્યાગ કરે છે. તેથી એની અહિંસા અડધી ઓછી થઈ ગઈ. તે દસ વિસ્વા જ રહી ગઈ.
શ્રાવક બધા ત્રસ જીવોની હિંસાનો ત્યાગ નથી કરતો. તે આરંભના અને સંકલ્પના હિંસામાંથી માત્ર સંકલ્પજા હિંસાનો ત્યાગ કરે છે, આરંભનાનો નહિ, તેથી તે દસ વિસ્તા દિયા અડધી રહીને પાંચ વિસ્તા રહી ગઈ.
શ્રાવક સંકલ્પજન્ય હિંસાનો પણ સર્વથા ત્યાગ ન કરીને માત્ર નિરપરાધની હિંસાનો ત્યાગ કરે છે. સાપરાધની હિંસા એની ખુલ્લી રહે છે, તેથી પૂર્વોક્ત પાંચ વિસ્વા દયા પણ અડધી થઈને અઢી વિસ્તા રહી જાય છે. [ જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ
આ જ ક૨૧)