________________
जा जीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा ।
सम्माणु सव्वविरई, अहक्खाय चरितधायकरा ॥ અનંતાનુબંધી કષાયોની સ્થિતિ માવજીવન હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયોની સ્થિતિ એક વર્ષની છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની સ્થિતિ ચાર માસની છે અને સંજ્વલન કષાયની સ્થિતિ એક પક્ષની છે.
અનંતાનુબંધી કષાયવાળો જીવ પ્રાયઃ નરક ગતિમાં જાય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયવાળો જીવ પ્રાયઃ તિર્યંચ ગતિમાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયવાળો જીવ પ્રાયઃ મનુષ્ય ગતિમાં જાય છે. સંજ્વલન કષાયવાળો જીવ પ્રાયઃ દેવગતિમાં જાય છે. - ઉક્ત બંને કથન વ્યવહાર નયની અપેક્ષાથી સમજવા જોઈએ. કારણ કે બાહુબલિ મુનિને સંજવલન માનની સ્થિતિ એક પક્ષથી વધુ હોવી જ પ્રસિદ્ધ છે. અનેક અન્ય સંયતિઓ વગેરેના પ્રત્યાખ્યાનાવરણ-અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયોનો ઉદય અંતર્મુહૂર્ત માત્ર પણ સંભળાય છે.
અનંતાનુબંધી કષાયથી નરકમાં જવું કહ્યું છે, પરંતુ કોઈ અનંતાનુબંધીના ઉદયવાળા મિથ્યા દૃષ્ટિ જીવ રૈવેયક વિમાનમાં પણ જાય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદયવાળા અવિરત સમ્યગુ દેષ્ટિ તિર્યંચ, મનુષ્ય અને અસુરોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા દેશ-વિરત દેવગતિમાં જાય છે. સંજ્વલન કષાયના ઉદયવાળા સમ્યગુ દેષ્ટિ જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી ઉત કથનને વ્યવહાર નયની અપેક્ષાથી જાણવું જોઈએ.
આ વાત પૂર્વમાં કહેવામાં આવી ચૂકી છે કે અનંતાનુબંધી કષાય સમ્યકત્વના ઘાતક છે, અપ્રત્યાખ્યાનાવરણ કષાય વિરતિના ઘાતક છે, પ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વવિરતિના ઘાતક છે અને સંજ્વલન કષાય યથાખ્યાત ચારિત્રના ઘાતક છે.
અન્ય અપેક્ષાઓથી કષાયના અનેક ભંગ થઈ જાય છે. જેમ કે ક્રોધ વગેરે કષાયના ૪ ભેદ - (૧) આભોગ નિર્વર્તિત, (૨) અનાભોગ નિવર્તિત, (૩) ઉપશાંત, (૪) અનુપશાંત. પુષ્ટ આલંબન હોવાથી જે કષાય કરવામાં આવે છે, તે આભોગ નિર્વર્તિત છે. જેમ બીજાના અપરાધને જાણીને કોપનું કારણ હોવાથી અન્યને શિક્ષા દેવાના ઉદ્દેશ્યથી જે કષાય કરવામાં આવે છે, તે આભોગ નિર્વતિત છે. જે કષાય ગુણદોષની વિચારણાથી શૂન્ય થઈને, પરવશ થઈને કરવામાં આવે છે તે અનાભોગ નિર્વિતિત છે. અનૂદય અવસ્થામાં રહેલા કષાય ઉપશાંત છે અને ઉદય અવસ્થામાં રહેલા કષાય અનુપશાંત છે. ક્રોધ વગેરે ચાર કષાયોને ઉકત ચાર ભંગોથી ગુણિત કરવાથી ૧૬ ભંગ થયા.
અન્ય વિવેક્ષાથી ક્રોધ વગેરે કષાય ચાર પ્રકારના છે - (૧) આત્મ પ્રતિષ્ઠિત, (૨) પર પ્રતિષ્ઠિત, (૩) ઉભય પ્રતિષ્ઠિત અને (૪) અપ્રતિષ્ઠિત. પોતાના ઉપર જે ક્રોધ વગેરે ઉત્પન્ન થાય છે, તેઓ આત્મ પ્રતિષ્ઠિત છે. બીજાઓના કારણથી જે કષાય ઉત્પન્ન થાય છે તેઓ પર પ્રતિષ્ઠિત છે. કેટલાક અંશોમાં પોતાના કારણે અને કેટલાક અંશોથી પરના નિમિત્તથી (૫૯૦)000 900 900 જિણધમો