________________
અનંતાનુબંધી ઃ જે કષાય અત્યંત તીવ્ર હોય, જેના કારણે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરવું પડે, તે કષાય અનંતાનુબંધી કહેવામાં આવે છે. એ અનંતાનુબંધી ક્રિોધ, માન, માયા, લોભ સમ્યકત્વના ઘાતક અને બાધક હોય છે.
અપ્રત્યાખ્યાનાવરણ જે કષાય એટલા તીવ્ર હોય કે વિરતિનો ઘાત કરી શકે, તેઓ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ છે. એમના કારણે આત્મા વિરતિને ગ્રહણ નથી કરી શકતા. એ કષાય વિરતિના પ્રતિબંધક છે.
પ્રત્યાખ્યાનાવરણ : જે કષાય એટલા જ તીવ્ર હોય કે દેશ વિરતિનો પ્રતિબંધ ન કરીને માત્ર સર્વ વિરતિનો જ પ્રતિબંધ કરી શકે, તેઓ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયાલોભ છે. એમના કારણે આત્મા સર્વ વિરતિને ગ્રહણ નથી કરી શકતા, અર્થાત્ એ કષાય સર્વ વિરતિના પ્રતિબંધક છે.
સંજવલન ઃ જે કષાય એટલા મંદ હોય કે એમના કારણે સર્વ વિરતિનો પ્રતિબંધ તો ન હોય, પરંતુ એમાં ખૂલન અને માલિન્ય આવી જાય, તેઓ સંજ્વલન ક્રોધ-માન-માયાલોભ છે. એમનાં કારણે યથાખ્યાત ચારિત્રનો પ્રતિબંધ થાય છે, અર્થાત્ એમના રહેવાથી યથાખ્યાત ચારિત્ર નથી થઈ શકતા.
ઉક્ત અનંતાનુબંધી વગેરે કષાયોની તીવ્રતાની તરતમતાને બતાવનાર ઉપમાઓ આ રીતે છે -
जलरेणु पुढविपव्वय-राइ-सरिसो चउव्विहो कोहो । तिणिसलया कट्ठडट्ठिअ, सेल थंभोवमो माणो ॥ मायावलेहिगोमुत्ति-मिंढ़सिंग घणावंसमूल समा ।
लोहो हलिद्द-खंजण-कद्दम-किसिराग सारित्थो ॥ ઉક્ત ગાથાઓમાં પશ્ચાદાનુપૂર્વી ક્રમથી સંજ્વલન, પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી ક્રોધ વગેરે કષાયોની ઉપમાઓ બતાવવામાં આવી છે. ઉક્ત ગાથાઓનો ભાવાર્થ તથા સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
ક્રોધના કારણે દિલ ફાટી જાય છે, તિરાડ પડી જાય છે, તેથી ક્રોધને તિરાડની ઉપમા આપી છે. અનંતાનુબંધી ક્રોધ પર્વતમાં પડેલી તિરાડના સમાન છે. જેમ પર્વતમાં પડેલી તિરાડ નથી મટતી (નષ્ટ થતી), એ જ રીતે જે ક્રોધ આટલો તીવ્ર હોય કે તે જન્મભર ઉપશાંત જ ન હોય, તે અનંતાનુબંધી ક્રોધ છે.
જેમ પૃથ્વીમાં પડેલી તિરાડ ચાતુર્માસમાં પાણી પડવાથી મટી (નષ્ટ થઈ) જાય છે. આમ, જે ઉદયાગત ક્રોધ મોટી મુશ્કેલીથી અપશાંત થાય તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે.
જેમ રેતમાં ખેંચેલી રેખા હવાના કારણે થોડા સમયમાં નષ્ટ થઈ જાય છે, એમ જ જે ક્રોધ ઉત્પન્ન થવાના થોડા સમય પછી ઉપશાંત થઈ જાય, તે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે.
જેમ જળમાં ખેંચેલી રેખા તત્કાળ મટી જાય છે, એમ જ જે ક્રોધ ઉત્પન્ન થયા પછી જલદી જ ઉપશાંત થઈ જાય છે, તે સંજ્વલન ક્રોધ કહેવાય છે.