________________
સ્વીકાર કરવાની હોય છે. આ યોગ્યતા આવવાથી જ તે વ્યક્તિ ધર્માધિકારી બની શકે છે. આને શાસ્ત્રકારોએ માર્ગાનુસારી થવું કહ્યું છે. માર્ગાનુસારીના ૩૫ ગુણ, ધર્મની પૂર્વ ભૂમિકાના રૂપમાં સ્વીકાર કરવા જોઈએ. માગનુસારીના ગુણો :
આચાર્ય હેમચંદ્ર પોતાના યોગશાસ્ત્ર' ગ્રંથમાં ધર્માધિકારી માટે આવશ્યક ૩૫ ગુણોનું વર્ણન આ રીતે કર્યું છે -
न्याय सम्पन्न विभवः शिष्टाचार प्रशंसकः । कुलशील समैः सार्द्ध कृतोद्वाहोऽ न्यगोत्र जैः ॥१॥ पापभीरुः प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥२॥ अनतिव्यक्त गुप्ते च स्थाने सुप्राति वेश्मि के । अनेक निर्गमद्वार विवर्जित निकेतनः ॥३॥ कृत संगः सदाचारै र्मातापित्रोश्च पूजकः । त्यजन्नपप्लुतं स्थानमप्रवृत्तश्च गहिंते ॥४॥ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । अष्टभिर्धीगुणैयुक्तः श्रृण्वानो धर्मभवन्महम् ॥५॥ अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः । अन्योन्या प्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन् ॥६॥ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत । सदानभिनिविष्टश्च, पक्षपाती गुणेषु च ॥७॥ अदेशाकालयोश्चर्या त्यजन् जानन् बलाबलम् । वृत्तस्थज्ञान वृद्धानां पूजकः पोष्य पोषकः ॥८॥ दीर्घदर्शी विशेषज्ञः कृतज्ञो लोक वल्लभः । सलज्जः सदयः सौम्यः परोपकति कर्मठः ॥९॥ अन्तरंगारिषड्वर्ग परिहार परायणः ।
वशीकृतेन्द्रिय ग्रामो गृहिधर्माय कल्प्ते ॥१०॥ (૧) ન્યાયસંપન્ન વિભવતઃ ગૃહસ્થજીવનમાં ધનનું પોતાનું મહત્ત્વ છે, માટે સૌથી પહેલાં એ બતાવવામાં આવ્યું છે કે એક સગૃહસ્થ કયા ધનનું ઉપાર્જન કરે. ધનના મહત્ત્વની સાથે જ એ પણ મહત્ત્વપૂર્ણ છે કે એ ધનનું ઉપાર્જન કઈ રીતે કરવામાં આવે. એક અનિંદિત ગૃહસ્થને માટે એ આવશ્યક છે કે તે પોતાની આજીવિકા ન્યાયસંગત ઉપાયોથી કરે. કોઈ પણ સદગૃહસ્થ માટે ધન જરૂરી છે, પરંતુ ન્યાય-નીતિ એનાથી પણ વધુ જરૂરી છે. ધનની લાલચમાં પડીને ન્યાય-નીતિને ભુલી જવું કોઈ સગૃહસ્થનો આચાર નથી હોઈ શકતો. - જે સ્વામીના આશ્રિત પોતાની આજીવિકા ચાલતી હોય એના પ્રતિ દ્રોહ કરવો, એને જાણી-જોઈને હાનિ પહોંચાડવી, એની સંપત્તિને હડપ કરી લેવી, એ જ રીતે મિત્ર પ્રત્યે [erwwwwwwwwwwwwwwww real)