________________
માર્ગ પર ગતિ કરનારાઓની યોગ્યતા અને ક્ષમતા એક સમાન નથી હોતી. બધાની યોગ્યતા અલગ-અલગ થાય છે. કીડી પોતાની ગતિથી ચાલે છે અને સસલું પોતાની ગતિથી ભાગે છે. કાચબાની ગતિ મંથર હોય છે, તો મૃગ (હરણ) છલાંગો ભરે છે. આમ, વિરતિના માર્ગ ઉપર પણ બધા સાધક સમાન ગતિથી નથી ચાલી શકતા. આત્માઓના વિકાસમાં તરતમતા હોય છે. તેથી ત્યાગમાર્ગ પર ચાલનારા સાધકોની યોગ્યતા અને ક્ષમતાને લક્ષ્યમાં રાખી ભૂમિકાઓનો ભેદ કરવામાં આવ્યો છે. આ ભૂમિકાના ભેદથી વિરતિના સાદા રૂપથી બે ભેદ કરવામાં આવ્યા છે. “તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે -
શર્વતો[Hહતી” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૭, સૂત્ર-૨ અલ્પ અંશમાં વિરતિ અણુવ્રત અને સર્વાશમાં વિરતિ મહાવ્રત છે. શલ્ય રહિત થઈને વિરતિને ધારણ કરનાર વ્રતી કહેવાય છે. વ્રતી હોવાની પ્રાથમિક યોગ્યતા નિઃશલ્યત્વ છે. તેથી કહ્યું છે -
“નાલ્યો વ્રતી” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૭, સૂત્ર-૧૩ વ્રતોનું ગ્રહણ કરી લેવા માત્રથી કોઈ વતી નથી થઈ શકતો. વતી બનવાની સૌથી પહેલી શરત એ છે કે શલ્યોનો ત્યાગ કરવામાં આવે. જૈન સિદ્ધાંતમાં શલ્યના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે - (૧) માયા શલ્ય, (૨) નિદાન શલ્ય અને (૩) મિથ્યાદર્શન શલ્ય.
(૧) માયા શલ્ય : કપટ ભાવ રાખવો માયા શલ્ય છે. દંભ-કપટ, ઢોંગ, આડંબર, વંચકતા વગેરે માયાના અંતર્ગત છે. કપટપૂર્વક આલોચના કરવી, અતિચારનું સેવન કરી ગુરુની સમક્ષ અન્યથા રૂપમાં કથન કરવું વગેરે માયા શલ્ય છે. માયા શલ્યનો ત્યાગ કરીને વ્રત ગ્રહણ કરવું જોઈએ.
(૨) નિદાન શલ્ય ભોગોની લાલસા રાખવી નિદાન શલ્ય છે. સ્વર્ગ વગેરેનાં વૈષયિક સુખોની અભિલાષા અને આકાંક્ષા કરવી નિદાન શલ્ય છે.
(૩) મિથ્યાદર્શન શલ્ય : સત્ય તત્ત્વ પર રુચિ અને શ્રદ્ધા ન રાખવી મિથ્યાદર્શન શલ્ય છે. મિથ્યાત્વ, નિદાન અને માયાને છોડવાથી વ્રત ગ્રહણ સાર્થક થાય છે. આ ત્રણેય શલ્યોના કારણે આત્મા વ્યાકુળ અને અશાંત બની રહે છે. કાંટાની જેમ એમની ચોંટ (પીંડા) તન-મનને અસર કરે છે. એનાથી આત્માને એકાગ્રતા અને શાંતિ નથી મળતી. શલ્યયુક્ત આત્મા જો વ્રત ગ્રહણ કરી પણ લે તો તે એનું પાલન નથી કરી શકતો. માટે વ્રત ગ્રહણની પહેલી શરત છે કે પહેલાં શલ્યોને છોડવામાં આવે. નિઃશલ્યતા આવવાથી જ વ્રત ગ્રહણ સાર્થક થાય છે.
પ્રત્યેક વ્રતધારીની યોગ્યતા સમાન નથી હોતી. માટે યોગ્યતાની તરતમતાના કારણે વતીના બે ભેદ કરવામાં આવે છે . અગારી અને અનગાર. જે અણુવ્રતોનો ધારક હોય છે તે અગારી કે દેશવિરત કહેવામાં આવે છે અને જે મહાવ્રતોને ધારણ કરે છે તે અનગાર કે સર્વવિરત કહેવામાં આવે છે. જેનાચાર-શ્રાવકાચાર :
ભૂમિકા અનુસાર વ્રતધારીઓનું વર્ણન કરવામાં આવે છે. વીતરાગ પરમાત્માના શ્રુતચારિત્ર રૂપ ધર્મનો અંગીકાર કરનાર વ્યક્તિને સગૃહસ્થ બનવાની નૈતિક મર્યાદાઓને ( જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ
છે. આ૫૩)