________________
અર્થાત્ ગૃહસ્થ પ્રતિદિન (રોજ) પોતાનું નિરીક્ષણ કરવું જોઈએ કે એણે આજે જે આચરણ કર્યું છે તે પશુઓ જેવું છે કે પુરુષો જેવું. આ આત્મ નિરીક્ષણ વ્યક્તિને સગુણી બનાવે છે.
(૨૮) કૃતજ્ઞ : ગૃહસ્થ કૃતજ્ઞ- ઉપકારીનો ઉપકાર માનનાર હોવો જોઈએ. જે ઉપકારીના ઉપકારને ભૂલી જાય છે તે કૃતદની બહુપાપી થાય છે. કૃતજનીના પાપનો કોઈ વિસ્તાર કે છુટકારો નથી. કહ્યું છે -
“તન્ને રાતિ નિતિઃ” નમકહરામનું કલ્યાણ નથી થતું. એના મહાપાપનો ઉદ્ધાર નથી. નમકહરામીને ખૂબ જ નીચ માનવામાં આવે છે. ઉપકારી પ્રત્યે આભાર વ્યક્ત કરવા સામાન્ય શિષ્ટાચાર છે, પરંતુ જે વ્યક્તિ આ સામાન્ય શિષ્ટાચારને ભુલાવીને ઉપકારીનો ઉપકાર નથી માનતી તે વ્યાવહારિક દૃષ્ટિથી પણ દુષ્ટ માનવામાં આવે છે. એવી કૃતની વ્યક્તિ ધર્મ માટે અપાત્ર હોય છે. માટે ધર્માભિલાષી સગૃહસ્થ કૃતજ્ઞ બનવું જ જોઈએ. કૃતજ્ઞતા ગૃહસ્થનો સદાચાર છે.
(૨૯) લોકપ્રિયતા : સગૃહસ્થનો આચાર-વ્યવહાર એ પ્રમાણે હોવો જોઈએ જેનાથી તે જનતાને પ્રિય અને વિશ્વસનીય લાગે. કઈ ગુણવાન વ્યક્તિ જનપ્રિય નહિ હોય? ગુણ-સુગંધથી ભમરો આકૃષ્ટ થાય છે. જે ગૃહસ્થ ધર્માનુષ્ઠાનને પણ લજ્જિત કરે છે અને બીજાઓ માટે બોધિલાભના ભ્રંશનું કારણ બને છે. લોકપ્રિય સગૃહસ્થ સ્વયં પણ આદરણીય બને છે અને પોતાના ધર્મને પણ જનતામાં આદરણીય બનાવે છે. તેથી લોકપ્રિયતા અને લોક-વિશ્વસનીયતા પણ ગૃહસ્થ માટે આવશ્યક છે. લોકપ્રિય ગૃહસ્થ ધર્માધિકાર માટે યોગ્ય પાત્ર હોય છે.
(૩૦) સલજ્જતા : ભારતીય પરંપરામાં લજ્જાને સગુણ માનવામાં આવ્યો છે. સ્ત્રીપુરુષો માટે લજ્જા ભૂષણરૂપ છે. જેની આંખોમાં લજ્જા છે, શરમ છે, તે વ્યક્તિ પાપ કરીને પણ પુનઃ (સાચા) માર્ગે આવી જાય છે, પરંતુ જે બેશરમ બની જાય છે, નિર્લજ્જ થઈ જાય છે, એના સુધારની આશા નથી કરી શકાતી. આજકાલ નર-નારીઓમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી અથવા અતિ-આધુનિકતાના કારણે લજ્જાહીનતા વધી રહી છે. તે લજ્જાહીનતાને ચુસ્તી અને તેજી (Smartness) સમજે છે, પરંતુ આ ભ્રમ છે. જે વ્યક્તિની પોતાની ભૂલ પર લજ્જા અનુભવ નથી થતી અથવા જે વ્યક્તિ પોતાના સન્માનનીય મોટા પુરુષોના સામે લજ્જાવનત નથી થતા, એમની સામે ધૃષ્ટતા પ્રદર્શિત કરે છે, તે અવશ્ય પાપમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેથી સગૃહસ્થ નર-નારી માટે લજ્જા આભૂષણ રૂપ માનવામાં આવે છે. “આગમ'માં કહ્યું છે - “નના વથા સંગમ વંમર” એમાં પણ લજ્જાને દયા, સંયમ અને બ્રહ્મચર્ય માટે આવશ્યક અંગ કહ્યું છે. કહ્યું છે -
[ જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ 0000 0.00 0.0(૬૦૦)