________________
(૩૩) પરોપકાર-પરાયણ : માનવનો મહિમા પરોપકારનું કારણ માનવામાં આવે છે. પરોપકાર દ્વારા માનવનું વ્યક્તિત્વ સન્માનનીય અને પૂજનીય બને છે. સ્વાર્થ તો પ્રાણીમાત્રમાં વિદ્યમાન છે. પશુ-પક્ષી પણ પોતાના સ્વાર્થ સાધનામાં લીન રહે છે. માનવની આ જ વિશેષતા છે કે તે સ્વાર્થ સાધના સાથે પરમાર્થની સાધના પણ કરે છે. જે ગૃહસ્થ પરોપકારમાં રુચિ નથી રાખતો અને સ્વાર્થમાં જ લીન રહે છે, તો તે પશુથી શ્રેષ્ઠ કહેડાવવાનો અધિકારી નથી થઈ શકતો. કવિવર મૈથિલીશરણ ગુખે કહ્યું છે .
आभरण नर देह का बस एक पर-उपकार है । हार को भूषण कहे, उस बुद्धि को धिक्कार है ॥ स्वर्ण की जंजीर बांधे श्वान फिर भी श्वान है ।
धूलि धूसर भी कहीं पाता सदा सम्मान है ॥ માનવદેહનો અલંકાર પરોપકાર છે. તેથી સગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર પરોપકાર-પરાયણ હોવો જોઈએ. જે વ્યક્તિ પરોપકાર-પરાયણ હોય છે તે બધાને પ્રિય લાગે છે. જેમ આંખમાં અમૃતમય અંજનનું આંજવું બધાંને પ્રિયકર હોય છે, એમ જ પરોપકારી વ્યક્તિ બધાંને સારી લાગે છે. તેથી સગૃહસ્થ પરોપકાર-પરાયણ હોવો જોઈએ. પરોપકાર ગૃહસ્થનું ભૂષણ છે.
(૩૪) અંતરંગ પબ્રેરીઓનો ત્યાગી ? કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ અંતરંગ શત્રુ છે. ગૃહસ્થ જો કે આ છ અંતરંગ શત્રુઓને સર્વથા નથી જીતી શકતો, એ તો યતિઓ અને સંયમીઓનો આચાર છે, છતાં ગૃહસ્થને આ છ અંતરંગ શત્રુઓ પર કે થોડા અંશો સુધી નિયંત્રણ કરવું જોઈએ. ગૃહસ્થ માટે પૂર્ણતઃ કામનો ત્યાગ દુશક્ય છે, છતાંય જેની સાથે જગત-સાક્ષીથી વિવાહ થયો છે, એના સિવાય સંસારની સ્ત્રીઓનો ત્યાગ કરી દેવો જોઈએ અને પોતાની પત્ની સાથે પણ મર્યાદા રાખવી જોઈએ. નીતિસંગત મર્યાદાઓનું પાલન કરવું ગૃહસ્થનો આચાર છે. તેથી એ અમર્યાદિત કામ-વાસનાવાળો ન હોવું જોઈએ. એ જ રીતે એણે અમર્યાદિત ક્રોધી ન હોવું જોઈએ. અમર્યાદિત લોભી ન હોવું જોઈએ, ધન વગેરેના મદથી બચવું જોઈએ અને અપ્રશસ્ત હર્ષોન્માદથી ઉન્મત્ત ન બનવું જોઈએ. ઘૂત વગેરેમાં પ્રાપ્ત લક્ષ્મી જે બીજાઓને દુઃખી કરે છે - એને મેળવીને ખૂબ ખુશ થાય છે, એ અપ્રશસ્ત હર્ષોન્માદ છે. સગૃહસ્થનું કર્તવ્ય છે કે તે જ્યાં સુધી બની શકે, આ અંતરંગ છ વેરીઓનો સ્વ-મર્યાદાનુસાર પરિહાર કરે.
(૩૫) ઇન્દ્રિયો ઉપર વિજય : ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવો જો કે યતિઓ અને સંયમીઓનો આચાર છે, છતાં ગૃહસ્થને મર્યાદિત રૂપમાં ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. આ યતિઓનો આચાર છે એવું માનીને ગૃહસ્થને ઇન્દ્રિયોનો ગુલામ ન બનવું જોઈએ. ગૃહસ્થને એ સમજવું જોઈએ કે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ નરક વગેરે આપત્તિઓનું કારણ છે, તેથી એમના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પરંતુ એનું આ સામર્થ્ય નથી કે તે સંપૂર્ણ રૂપમાં ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરી શકે. એવું સમજીને ગૃહસ્થ ઇન્દ્રિયો K જેનાચાર નિરૂપણ - આગાર ધર્મ
બ૦૯)