________________
लज्जा गुणौध जननी जननीमिवार्यामसत्यन्त शुद्ध हृदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसूनपि सन्त्यज्यन्ति-सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥
લજ્જા ગુણોના સમુદાયને ઉત્પન્ન કરનાર માતા છે. એવી શુદ્ધ હૃદયવાળી લજ્જાનું અનુસરણ કરનાર તેજસ્વી સ્ત્રી-પુરુષ પોતાના પ્રાણોનું વિસર્જન કરી દે છે, પરંતુ સત્ય પર દઢ રહેનાર, દઢ પ્રતિજ્ઞ એ નર-નારીઓ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ, પોતાની મર્યાદાનો ત્યાગ ક્યારેય નથી કરતા.
(૩૧) દયાળુતા જેમ આદ્ર (ભીની) માટીમાં બીજ અંકુરિત થાય છે એમ જ ધર્મનો અંકુર પણ દયાથી આર્દ્ર હૃદયમાં પ્રસ્ફટિત થાય છે. ગૃહસ્થને સહદય અને સદય હોવું જોઈએ. બીજાનાં દુઃખોને દૂર કરવાની ભાવનાને દયા કહે છે. દયાના જળથી જે ગૃહસ્થનું હૃદય આદ્ધ થાય છે, એ જ વ્યક્તિ ધર્મના આચરણની અધિકારી થાય છે. નિષ્ફરતા, ક્રૂરતા, નિર્દયતા, નૃશંસતા વગેરે કઠોર વૃત્તિવાળા હૃદયમાં ધર્મનો અંકુર એ જ રીતે પ્રગટ નથી થઈ શકતો. જેમ કે પથ્થરમાં અંકુર નથી નીકળી શકતું. માટે કરુણા, દયા અને સહૃદયતાથી સંપન્ન દયાળુ વ્યક્તિને ધર્મની અધિકારી માનવામાં આવી છે. ધર્મનું મૂળ દયા છે. કહેવાયું છે -
दया धर्म का मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया न छोडिये, जब लग घट में प्रान ॥ બીજું પણ કહ્યું છે -
प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा ।
आत्मोपम्येन भूतानां दयां कुर्वीत मानवः ॥ જેમ વ્યક્તિને પોતાના પ્રાણ પ્રિય છે એમ જ અન્ય વ્યક્તિઓને પણ પોત-પોતાના પ્રાણ પ્રિય છે. તેથી અન્ય પ્રાણીઓને પોતાની સમાન સમજીને એની પર દયા કરવી જોઈએ. દયામૂલક ધર્મનો અધિકારી સદય વ્યક્તિ હોઈ શકે છે, નિર્દય કદી નહિ.
(૩૨) સૌમ્ય જેના મુખ-મંડળથી શાંતિ ઝરે છે તે સૌમ્ય કહેવાય છે. વ્યાવહારિક લોકોક્તિ છે. “મા તો વસતિ' અર્થાત્ ગુણોની અસર આકૃતિ પર થાય છે. જેના હૃદયમાં દયા છે, સદ્ભાવ છે એની મુખાકૃતિ ક્રૂર નથી હોઈ શકતી. એના ચહેરા પર શાંતિ અને પ્રસન્નતા છલકે છે. જેના હૃદયમાં કઠોરતા કે આપરાધિક વૃત્તિ હોય છે, એનો ચહેરો ભયાનક અને દૂર દેખાય છે. એ ભયાનક અને કૂર ચહેરાને જોઈને લોકોને ઉગ અને ભય પેદા થાય છે. તેથી ગૃહસ્થ પોતાની વૃત્તિઓ સાત્ત્વિક રાખવી જોઈએ, જેનાથી એના મુખમંડળ પર શાંતિ અને પ્રસન્નતાની આભા છલકતી રહે. એની પ્રશાંત મુખમુદ્રાને જોઈને એના સંપર્કમાં આવનારા લોકોને આનંદની અનુભૂતિ થવી જોઈએ. ચહેરાની નિર્દોષ મુસ્કાન (હાસ્ય) અને પ્રસન્ન મુદ્રા બીજાના હૃદયમાં પણ સભાવ પેદા કરે છે. તેથી ગૃહસ્થને સૌમ્ય હોવું જોઈએ.
(૬૮) છે
જOOT જિણધમો)