________________
પર મર્યાદિત અંકુશ રાખે છે. તે પોતાની ઇન્દ્રિયોને સ્વછંદ થઈને મનમાની (જબરદસ્તી) કરવા નથી દેતો. તે એમના પર આંશિક અંકુશ લગાવે છે. પોતાની કમજોરી માનીને ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત નથી કરી શકતો છતાં તે ઇન્દ્રિય-વિજયને પોતાનું લક્ષ્ય માને છે અને યથાશક્તિ ઇન્દ્રિયો પર અંકુશ લગાવે છે. તે માને છે કે -
आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः ।
तज्जयः सम्पदां मार्गो येतेष्टं तेन गम्यताम् ॥ તત્ત્વજ્ઞાનીઓએ બે રસ્તા બતાવ્યા છે - (૧) ઇન્દ્રિયોનો અસંયમ એ માર્ગ છે, જે આપત્તિઓને બોલાવે છે અને (૨) ઇન્દ્રિયોનો વિજય એ માર્ગ છે, જે સંપત્તિઓને આમંત્રિત કરે છે.
બંને રસ્તાઓ ખુલ્લા છે - જેને જ્યાં જવું હોય પોતાની ઇચ્છા પર નિર્ભર છે. ઇન્દ્રિયરૂપી ઘોડા ઉન્માર્ગમાં દોડે છે, એમને તત્ત્વજ્ઞાનની લગામથી વશમાં રાખવો જોઈએ. ધર્માભિમુખ હોવા માટે ઇન્દ્રિયો ઉપર આંશિક (થોડા) અંકુશ લગાવવો તો જરૂરી છે.
ઉક્ત રીતિથી ઉપર્યુક્ત ૩૫ ગુણોથી યુક્ત વ્યક્તિ, શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો અધિકારી હોય છે. શ્રાવક બન્યા પહેલાં પૂર્વ ભૂમિકાના રૂપમાં આ ગુણોને ધારણ કરવાથી ધર્મની પાત્રતા પ્રાપ્ત થાય છે. શ્રાવકના ૨૧ ગુણ :
પ્રવચન સારોદ્વારમાં શ્રાવક ધર્મ અંગીકાર કરનારાના માટે ૨૧ ગુણોને પૂર્વ ભૂમિકાના રૂપમાં અંગીકાર કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. તે એકવીસ ગુણ આ પ્રકાર છે -
धम्मरयणस्स जोग्गो, अक्खहो रूववं पगईसोम्मो । लोयप्पिओ, अकूरो, भीरू असढो सुदक्खिन्नो ॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोम्मदिट्ठी गुणरागी । सक्कह सपक्ख जुत्तो, सदीह दंसी विसेसन्नू ॥ वुड्ढाणुओ विणीओ कयन्पुओ परहिअत्थकारी अ । तह चेव लद्धलक्खो, एकवीसगणो हवई सड्ढो ॥
- પ્રવચન સારોદ્ધાર (૧) અદ્ર જે તુચ્છ પ્રકૃતિનો ન હોય, ગંભીર ન હોય તે શ્રાવક ધર્મને પાત્ર હોય છે. ગંભીર હોવાના કારણે તે વિરતિ ધર્મને સારી રીતે સમજીને એનું યથોચિત રૂપથી પાલન કરી શકશે. તુચ્છ પ્રકૃતિવાળી વ્યક્તિ ધર્મની મહત્તાને ઉપહાસ વગેરે દ્વારા ઓછી કરનાર હોય છે. તેથી વિરતિની અભિલાષી વ્યકિત માટે અશુદ્ર - ગંભીર હોવું આવશ્યક છે.
(૨) રૂપવાન ? એમ તો રૂપનો સંબંધ ધર્મની સાથે અવિનાભાવી નથી. કારણ કે હરિકેશી વગેરે કુરૂપ હોવા છતાંય આદર્શ સંયમી થયા છે. છતાં રૂપથી અહીં પરિપૂર્ણ
(૧૦) 000000000000000023 જિણધમો ]