________________
પકડ, દુરાગ્રહ વગેરે અભિનિવેશની પર્યાય છે. પ્રાયઃ વ્યક્તિ અભિમાનના કારણે દુરાગ્રહી થઈ જાય છે અને એવા કામ કરે છે, જેનાથી બીજાને તિરસ્કાર કે અપમાન થાય. આ વૃત્તિ કોઈને માટે ઉચિત નથી. અનાગ્રહી વ્યક્તિ જ ધર્મની અધિકારી હોય છે. ક્યારેક-ક્યારેક ધૂર્ત લોકો પણ અનાગ્રહી હોવાનું નાટક કરે છે. એમનો વ્યવચ્છેદ કરવા માટે “સદા અનાગ્રહી' કહેવામાં આવે છે. અર્થાત્ સહસ્થ ક્યારેય પણ દુરાગ્રહી નથી હોતો. હંમેશાં અનાગ્રહી હોય છે કે સત્યનો આગ્રહી હોય છે.
(૨૧) ગુણોમાં પક્ષપાત હોવો ગુણોમાં, ગુણવાનોમાં, સજ્જનોમાં, ધાર્મિક જનોમાં અનુકૂળ પ્રવૃત્તિ રાખવી, એમનું બહુમાન કરવું, એમની પ્રશંસા કરવી, એમને યથોચિત સહાયતા કરવી, એમને પ્રોત્સાહિત કરવા સહસ્થનું કર્તવ્ય છે. જે-જે ગુણો અને ગુણીઓનો સમાદર કરે છે તે પુણ્યરૂપી અવંધ્ય બીજનું સિંચન કરે છે, જેના કારણે આ લોક-પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને ગુણરૂપી સંપદા(સંપત્તિ)ના અંકુર પ્રફુટિત થાય છે. ગુણીજનો પ્રત્યે જે આદર રાખે છે તે સ્વયં ગુણી બની જાય છે. શાસ્ત્રકારોએ ચાર ભાવનાઓ પરમ કલ્યાણકારી બતાવી છે. એમાં “નિષ પ્રમવું' - ગુણીઓમાં પ્રમોદ ભાવ રાખવો પણ છે. ગુણીઓ પ્રત્યે દ્વેષ કે માત્સર્ય ભાવ રાખવો દુષ્ટતા છે અને ગુણીઓના ગુણોમાં પ્રમોદ ભાવ લાવવો સજ્જનતાનો સૂચક છે. સગૃહસ્થ ગુણપક્ષપાતી હોવું જોઈએ.
(૨૨) અયોગ્ય દેશ-કાળનો ત્યાગ ઃ સહસ્થ વ્યવહાર કુશળ હોય છે, તેથી તે પ્રતિષિદ્ધ સ્થાન અને પ્રતિષિદ્ધ સમયમાં ગમનાગમન નથી કરતો. પ્રાયઃ કરીને નિષિદ્ધ સ્થાનોમાં તથા નિષિદ્ધ સમયમાં ચોર, લૂંટારું, ગુંડા વગેરે ફરે છે અને તે પોતાના શિકારની શોધમાં રહે છે. એનાથી અયોગ્ય સ્થાનમાં અને અયોગ્ય કાળમાં વિચરણ કરવાથી ઉપદ્રવ્યની સંભાવના રહે છે. તેથી ચતુર અને કુશળ સહસ્થ નિષિદ્ધ સ્થાનોમાં ન તો જાય છે અને ન નિષિદ્ધ સમયમાં અકાળમાં ઘરથી બહાર નીકળે છે. સુરક્ષા અને સન્માનની દૃષ્ટિએ અયોગ્ય ક્ષેત્ર અને અયોગ્ય કાળનો પરિહાર કરવો ગૃહસ્થ માટે ઉચિત હોય છે.
(૨૩) સ્વ-પરના બળાબળનો જ્ઞાતાઃ એ જ વ્યક્તિ સુખી થઈ શકે છે જે કોઈ કાર્યનો આરંભ કર્યા પહેલાં પોતાની શક્તિ, યોગ્યતા અને સામર્થ્યને તોલી (માપી) લે છે. આ રીતે બીજાથી વ્યવહાર કરતાં એની શક્તિ, યોગ્યતા અને ક્ષમતાને સમજી લેવા પણ વ્યાવહારિક દૃષ્ટિથી ઉચિત હોય છે. સ્વ-પરના બળાબળને જાણ્યા વગર જે કાર્ય આરંભ કરી દેવામાં આવે છે, તે લગભગ સફળ નથી થતો. શક્તિ અનુસાર જ કાર્ય કરવું જોઈએ. બીજાની દેખા-દેખી કરીને શકિત બહારનું કામ કરવું દુઃખદાયી હોય છે. વેપાર હોય કે વ્યવસાય, સામાજિક રિવાજ હોય કે કૌટુંબિક આચાર હોય, સર્વત્ર પોતાની શક્તિને તોલીને આચરણ કરવું જોઈએ. અનેક લોકો પોતાની સંપત્તિ અને કાર્યકુશળતાની સીમાથી બહાર જઈને વેપારધંધાનું જોખમ ઉઠાવે છે, પરંતુ થોડા સમય પછી તેમને એ વેપાર વચ્ચે જ ઠપ્પ (બંધ) કરી દેવો પડે છે, જેનાથી આર્થિક પરેશાની પણ ઉઠાવવી પડે છે. નીતિકાર કહે છે - [ રૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ છે
ઉ૫)