________________
આવે તો માગનુસારિત્વ ગુણની ક્ષતિ સંભાવિત છે, જે કે વિકાસશીલ વ્યક્તિ માટે હિતાવહ નથી કહી શકાતું કામને આતુર વ્યક્તિની સીમાતીત ઉન્માર્ગ પ્રવૃત્તિને રોકવા માટે કદાચ ઔષધિના રૂપમાં કહી શકાય છે, પરંતુ સાધના નહિ.
સાધના જીવનની ઊર્જાને ઊર્ધ્વગામી બનાવનારી હોય છે, ન કે અધોગામી-વિનષ્ટતાની તરફ લઈ જનારી. જે વ્યક્તિ કામ-વાસનાને સાધના માનીને ચાલે છે, જીવન-ઊર્જાને હાસની તરફ લઈ જાય છે. કામ પ્રવાહમયી ક્રિયા છે, જ્યારે સાધના વિષયોથી પ્રતિશ્રોતગામિની હોય છે. તેથી કામને સાધના નથી કહી શકાતી. આ વિશે સુજ્ઞ પુરુષોનું યથાર્થ ચિંતન મુક્તિની અવાપ્તિ માટે અપેક્ષિત છે.
(૧૯) અતિથિ, સાધુ અને દીનોને દાન દેનાર દાન દેવું ગૃહસ્થનું ભૂષણ છે. જેના આવવાની તિથિ નિશ્ચિત ન હોય અથવા જેના માટે બધા દિવસ સમાન હોવાથી પર્વ વગેરેનો વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે. કહ્યું છે -
तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना ।
अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥ જે મહાભાગ્યશાળી મહાપુરુષોએ તિથિ, પર્વ, ઉત્સવ વગેરેનો ત્યાગ કરી દીધો હોય અર્થાત્ જેમના માટે બધા દિવસો સમાન હોય, તે અતિથિ કહેવાય છે. શેષ યાચકવૃંદોને અભ્યાગત જાણવો જોઈએ.
એવાં અતિથિ નિગ્રંથ સાધુ-સાધ્વીઓને યથોચિત રીતિથી કલ્પનીય આહાર-પાણી વગેરેનું દાન કરવું ગૃહસ્થનો ધર્મ છે. સાથે દીન-અનાથોને અનુકંપા બુદ્ધિથી દાન દેવું - એમને આવશ્યક વસ્તુઓ આપવી ગૃહસ્થનો આચાર છે. એ યાદ રાખવું જોઈએ કે દાન આપતા સમયે ઔચિત્યનું ઉલ્લંઘન ન થાય. અપમાન કરતા કે તિરસ્કારસૂચક વચન કહેતાં-કહેતાં દાન આપવું, દાનનું દૂષણ છે. કયી વ્યક્તિ કયા દાનને પાત્ર છે અને એને કયા પ્રકારે અને કઈ વસ્તુ આપવી જોઈએ, એનો વિવેક રાખવો ઔચિત્યની પરિધિમાં આવે છે. ઔચિત્યનું ધ્યાન રાખવું આવશ્યક છે. કારણ કે ઔચિત્યના અભાવમાં ગુણ પણ દોષ રૂપ થઈ જાય છે. કહ્યું છે -
औचित्यमेकमेकत्र गणानाँ कोटिरेकतः ।
विषायते गुणग्रामः, औचित्यपरिवर्जतः ॥ એક તરફ કરોડો ગુણ હોય અને બીજી તરફ ઔચિત્યનું મહત્ત્વ વિશેષ હોય છે, કારણ કે ઔચિત્યના અભાવમાં ગુણ-સમુદાય દોષ રૂપ વિકૃત થઈ જાય છે.
ઉકત રીતિથી ઔચિત્યનો નિર્વાહ કરતાં સાધુઓ અને દીન-અનાથોને દાન આપવું ગૃહસ્થ ધર્મનો આચાર અને ભૂષણ છે.
(૨૦) હંમેશાં અભિનિવેશ રહિત હોવું ? સાચો ગૃહસ્થ દુરાગ્રહથી રહિત હોય છે. ન્યાયસંગત ન હોવાથી પણ બીજાઓને નીચું દેખાડવા માટે જે કાર્ય કરવામાં આવે છે તે અભિનિવેશ છે. સાચો ગૃહસ્થ આ પ્રકારના અભિનિવેશથી દૂર રહે છે. હઠાગ્રહિતા, મિથ્યા (૦૪) ODO 0 0 0 0 0 0 0 0 0 જિણધમો)