________________
અસમય દિવસભર ચરતા રહેવું આરોગ્ય માટે હાનિકારક છે. સ્વાદના વશીભૂત થઈને વધુ ભોજન કરવાથી વમન, વિરેચન અને અજીર્ણ વગેરે વ્યાધિઓ થઈ જાય છે. પોતાની પાચનશક્તિનો વિચાર કરી, ભૂખથી ઓછું અને નિયમિત સમય પર પથ્યકારી ભોજન કરવાથી પ્રાયઃ બીમારીઓથી બચી શકાય છે. વૈદ્યકમાં કહ્યું છે -
વો મિતં મુક્ત સ બંદુ મત્તે” જે પરિમિત ભોજન કરે છે તે પરિપૂર્ણ ભોજન કરે છે. ભૂખ લાગવાથી જ ભોજન કરવું જોઈએ. વગર ભૂખે ખાધેલું અમૃત્તોપમ ભોજન પણ વિષરૂપ થાય છે.
તેથી ભૂખ લાગવાથી જ ભોજન કરવું જોઈએ. ધન વગેરેના લોભમાં પડીને ભોજનકાળનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. જેમ અગ્નિ ઓલવાઈ ગયા પછી બળતણ નાખવું વ્યર્થ હોય છે, એમ જ ભોજન વેળાને ઓળંગવાથી જ્યારે સુધાગ્નિ શાંત થઈ જાય છે ત્યારે ભોજન કરવું પણ નિરર્થક હોય છે.
ગૃહસ્થ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એની પ્રકૃતિ અનુકૂળ કયા ખાદ્ય પદાર્થ છે અને કયા પ્રતિકૂળ? પોતાની પ્રકૃતિ અનુકૂળ જ ખાદ્ય-પેય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. આ મોટો ભ્રમ છે કે બળવાન માટે બધું પથ્ય જ છે. શું બળવાન વ્યક્તિ વિષ ખાશે તો નહિ મરે ? અવશ્ય મરશે જ. વિષ તંત્રને જાણનાર વ્યક્તિ વિષ સેવનથી મરે જ છે. તેથી સદગૃહસ્થને ભોજન સંબંધી વિવેક હોવો જ જોઈએ. સમય પર જ ખાવું, ઓછું ખાવું, પથ્ય ખાવું, પ્રકૃતિના અનુકૂળ ખાવું, શાંતિ સાથે ખાવું, લક્ષ્યાભઢ્યનો વિવેક રાખવો વગેરે આરોગ્યના અભિલાષી ગૃહસ્થ માટે આવશ્યક છે. હિત-મિતભોજી ગૃહસ્થ નીરોગી રહીને ધર્મારાધનનું પાત્ર બને છે.
(૧૮) અબાધિત ત્રિવર્ગ-સાધન ત્રિવર્ગ-સાધનમાં અનેક અભિપ્રાયો સન્નિહિત છે. મન-વચન-કાયાના રૂપમાં એ ત્રણ યોગ પણ ત્રિ-વર્ગની સંજ્ઞાથી કહી શકાય છે. માર્ગાનુસારી માટે એ ત્રિવર્ગ સાધનામાં બાધક ન બને તે ત્રણેયની વિસંગતિને રોકીને વ્યવસ્થિત સાધનાની ગતિ-વિધિમાં યથાસ્થાન ઉપયોગ કરતા ગૃહસ્થ ગૃહસ્થાશ્રમની અનિવાર્ય આવશ્યક ભૂમિકાનું વહન કરી શકે છે. આ પ્રકારની સાધના અબાધિત ત્રિવર્ગની સાધના કહી શકાય છે.
ત્રિવર્ગથી રત્નત્રયની સાધના પણ લઈ શકાય છે. માર્ગાનુસારી વ્યક્તિ આ પ્રકારની કોઈ સાધના ન કરે જેનાથી રત્નત્રય (જ્ઞાન-દર્શન-ચારિત્ર) રૂપ ત્રિવર્ગ બાધિત થાય. તે જો બાધિત - દૂષિત થઈ જાય છે તો એમનો માગનુસારી ગુણ નથી રહી શકતો.
તેથી પ્રત્યેક કાર્ય ત્રિવર્ગ-રત્નત્રયની યથા યોગ્ય સાધનાથી અબાધિત હોય.
કેટલાક વિવેચક ત્રિવર્ગને ધર્મ-અર્થ-કામની દૃષ્ટિથી વિવેચિત કરે છે. એમાં વિચારણીય વિષય એ છે કે ગૃહસ્થાવસ્થામાં રહેતા-રહેતા વ્યક્તિ મોક્ષને સામે રાખીને ધર્મ તથા અર્થની સાધના તો કરી શકે છે, કારણ કે એ બંને યથાયોગ્ય ઉપાર્જિત કરવાના વિષયો છે. પરંતુ કામને સાધના કહેવી કેવી રીતે સંગત હશે? જો કામ-વાસનાને સાધનાના રૂપમાં સમજવામાં દૂ જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ
જામક૦૩)